
માત્ર બે કલાકમાં ફિઝિકલ ગોલ્ડ બદલાશે ડીમેટ ઈજીઆરમાં, NSE 15 ઓક્ટોબરથી શરૂ કરશે નવી સુવિધા
એનએસઈ ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટને પ્રોત્સાહન આપવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરશે, સંગ્રહ કેન્દ્રોની સંખ્યા 1,000 કરાશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ (EGR)ને પ્રોત્સાહન આપવા માટે પ્રાયોગિક એપ શરૂ કરવા અને અધિકૃત કેન્દ્રોનું નેટવર્ક વધારવાની યોજના બનાવી રહ્યું છે. ઈજીઆર સેગ્મેન્ટની શરૂઆતથી જ કારોબારનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. એનએસઈમાં 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ રોકાણકારો માત્ર બે કલાકમાં ફિઝિકલ સોનાને ડીમેટ ઈજીઆર હોલ્ડિંગમાં બદલી શકશે. એક્સચેન્જની યોજના આગામી એક વર્ષમાં સત્તાવાર સંગ્રહ કેન્દ્રોની સંખ્યા વધારીને 1,000થી વધુ કરવાની છે.
છ મૂલ્ય વર્ગના ઈજીઆર ઉપલબ્ધ કરાવાશે
ઈજીઆરને લોકપ્રિય બનાવવા માટે એક્સચેન્જ તેના પ્લેટફોર્મ પર છ મૂલ્ય વર્ગના ઈજીઆર ઉપલબ્ધ કરાવવાની પણ યોજના બનાવી રહ્યું છે, તેમાં 10 મિલીગ્રામ, 100 મિલીગ્રામ, 1 ગ્રામ, 10 ગ્રામ, 100 ગ્રામ અને 1 કિલોગ્રામ ઈ-ગોલ્ડનો સમાવેશ થાય છે. તે બે પ્રકારની શુદ્ધતામાં ઉપલબ્ધ થશે. નાના મૂલ્યવર્ગથી માર્જિન વધુ સારું થવા અને રિટેલ રોકાણકારોની ભાગીદારી વધવાની આશા છે. ઈજીઆર એવી ડીમેટ સિક્યોરિટીઝ છે જે બજાર નિયામકથી માન્યતા પ્રાપ્ત ડિપોઝીટરી અથવા તિજોરિઓમાં સુરક્ષિત રખાયેલા ફિઝિકલ સોનાની માલિકી દર્શાવે છે.
ડીમેટ સિક્યોરિટીઝને ડિપોઝિટરીના માધ્યમથી ઈલેક્ટ્રોનિકરૂપે રાખવામાં આવે છે. પ્રત્યેક ઈજીઆર એક પ્રકારે ફિઝિકલ સોના સાથે જોડાયેલ હોય છે અને એક્સચેન્જ પર તેનું ટ્રેડિંગ કરી શકાય છે. એક્સચેન્જે મે 2026માં ઈજીઆર શરૂ કર્યું હતું. જોકે, સપ્ટેમ્બરમાં આ સેગ્મેન્ટમાં કારોબારનું પ્રમાણ અત્યંત ઓછું રહ્યું અને તે અંદાજે 1 કરોડ રૂપિયાથી બે કરોડ રૂપિયા વચ્ચે રહ્યું. પ્રતિદિન ટ્રેડની સંખ્યા લગભગ 50 રહી.
એનએસઈ એપ મારફત ઈજીઆર ખરીદી-વેચી શકાશે
એક્સચેન્જના એક અધિકારીએ કહ્યું કે બુલિયન વિક્રેતા પોતાના સોનાને ઈજીઆરમાં બદલીને તેનો પૂરવઠો વધારવામાં મદદ કરશે જ્યારે એક્સચેન્જ નાના મૂલ્યવર્ગ માટે રિટેલ માગ પેદા કરવાનું કામ કરે છે. એનએસઈના મુખ્ય કારોબાર વિકાસ અધિકારી શ્રીરામકૃષ્ણને કહ્યું કે, શરૂઆતમાં એક અથવા બે સપ્તાહનો પાયલોટ પ્રોજેક્ટ ચલાવવા અને ત્યાર પછી તેને મોટા સ્તર પર લાગુ કરવાની યોજના છે. તેના હેઠળ અન્ય 50 અથવા 100 કેન્દ્રોનો સમાવેશ કરાશે. અમે આગામી એક વર્ષમાં ધીમે ધીમે સત્તાવાર સંગ્રહ કેન્દ્રોની સંખ્યા વધારીને કેટલાક હજાર સુધી કરીશું. આ કેન્દ્રો વિવિધ શહેરોમાં હશે. 15 ઓક્ટોબરથી રીટેલ ટ્રેડર અને રોકાણકાર એનએસઈની એપ મારફત પણ ઈજીઆર ખરીદી અને વેચી શકશે.
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લોકો સત્તાવાર સંગ્રહ કેન્દ્રો પર પોતાનું સોનું જમા કરી ઈજીઆર બનાવી શકશે અને એએસઈના ઈજીઆર સેગ્મેન્ટમાં પોતાના ડીમેટ ખાતાના માધ્યમથી તેનો કારોબાર કરી શકશે. સંગ્ર કેન્દ્ર સોનાની શુદ્ધતા અને વજનની તપાસ કરશે. સોનું જમા કરવાની સહમતિ આપ્યાના કેટલાક કલાકમાં જ ઈજીઆર રોકાણકારના ડીમેટ ખાતામાં જોવા મળશે. એક્સચેન્જ રિફાઈનરો, ગુણવત્તા પરખનારા, ટ્રેઝરી મેનેજર્સ અને ડિપોઝીટરી સાથે સમજૂતી કરશે. એક્સચેન્જ સામે ઈજીઆર બનાવવા માટે સોનું જમા કરાવનારા લોકોની સંખ્યા વધવી અને તેમના પ્લેટફોર્મ પર ઈજીઆરના ખરીદ-વેચાણને પ્રોત્સાહન આપવાનો બેવડો પડકાર છે.
ઈજીઆરને અપનાવવામાં સૌથી મોટો અવરોધ ઓપરેશન્સ સંબંધિ
ઉદ્યોગ જગતના વેપારીઓએ પહેલા ઈજીઆર પર જીએસટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે તેનાથી ઈજીઆરને અપનાવવાની ગતિ પર અસર થઈ શકે છે. એમએસસી ગ્રૂપના ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારીઅધિકારી અજય ગર્ગે કહ્યું, હાલ ઈજીઆરને અપનાવવામાં સૌથી મોટો અવરોધ ઓપરેશન્સ સંબંધિ છે. બેક ઓફિસ અને ફ્રન્ટ ઓફિસ સેવા પ્રોવાઈડર હજુ જરૂરી સિસ્ટમ્સ તૈયાર કરવા અને તેની તપાસ કરવામાં લાગેલા છે. તેથી એક્સચેન્જ પર ભલે ઈજીઆરની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આપણે હજુ પણ તેન પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ નથી.
ગર્ગે કહ્યું ઈજીઆર પર વધારાના 3 ટકા જીએસટી લાગે છે, જેનાથી નજીકના ભવિષ્યમાં માગ પર અસર થઈ શકે છે. જોકે, તેમણે કહ્યું કે અનેક ગ્રાહકો માટે ફિઝિકલ સોનાનો પૂરવઠો લેવાની સુવિધા વધુ ખર્ચથી ઘણી વધુ હશે. સ્પર્ધાત્મક કિંમતો જાળવી રાખવા માટે વિક્રેતા પોતાનું માર્જિન ઘટાડી શકે છે. અમને એવી પણ આશા છે કે એક્સચેન્જ બેવડા ટેક્સેશનથી બચવાનો રસ્તો શોધવા માટે જીએસટીનો મુદ્દો નિયામકો સમક્ષ ઉઠાવશે. તેનું સમાધાન નહીં નિકળે ત્યાં સુધી માગ નબળી બની રહી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.




