KuberaNowLogo
Thursday, 08/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

યુદ્ધ યુરોપમાં, અસર ભારતના રસોડામાં! સનફ્લાવર તેલના સોદા અટક્યા, હવે પામતેલનો સહારો

રશિયા-યુક્રેન યુદ્ધ ભીષણ બનતાં ભારત આવનારા સનફ્લાવર તેલના અંદાજે 60,000 ટનના કાર્ગોને અસર થઈ છે અને 20,000 ટનના સોદા રદ થયા હોવાના અહેવાલ છે. તહેવારોની સિઝન વચ્ચે ભારતીય આયાતકારોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે 1.50 લાખ ટન પામતેલની આયાતના સોદા કર્યા છે.

desk@kuberanowPublished On : 8 Oct 2026
Sunflower Oil Supply
Sunflower Oil SupplyAI Generated Image

રશિયા-યુક્રેન યુદ્ધ ભીષણ બનતાં ભારતના ખાદ્યતેલ આયાત બજાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. કાળા સમુદ્રના રૂટ પરથી સનફ્લાવર તેલના કાર્ગોની અવરજવર જોખમી બનતાં આશરે 60,000 ટનના કાર્ગોને અસર થઈ છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય આયાતકારોએ તહેવારોની સિઝનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સનફ્લાવર તેલના બદલે પામતેલ તરફ વળવાનું શરૂ કર્યું છે.


60,000 ટન સનફ્લાવર તેલના કાર્ગોને અસર

ખાદ્યતેલના સ્થાનિક આયાતકારે જણાવ્યું હતું કે કાળા સમુદ્રના માર્ગે માલનું પરિવહન હાલમાં બહુ જોખમી હોવાથી સનફ્લાવર તેલની આયાત ઉપર નિર્ભર રહેવાનું પરવડે તેમ નથી. તેથી આયાતકારોને તાબડતોબ પામતેલની આયાતના ઓર્ડર આપવા પડ્યા છે. આ ઘટના હાલમાં કાર્ગો માત્ર મોડા પડવાની સમસ્યા જ નહીં પરંતુ ખાદ્યતેલોની આયાતનો વેપાર કેટલો અનિયમિત બની ગયો છે. રશિયા અને યુક્રેનમાંથી ભારત આવનારા અંદાજે 60,000 ટન સનફ્લાવર તેલના કાર્ગો યુદ્ધની સ્થિતિને કારણે અસરગ્રસ્ત થયા છે.


ભારતીય આયાતકારોએ 1.50 લાખ ટન પામતેલના સોદા કર્યા

ભારતમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોને કારણે ખાદ્યતેલની ખરીદીની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં આયાતકારોએ વૈકલ્પિક સપ્લાયની વ્યવસ્થા કરવા માટે આશરે 1.50 લાખ ટન પામતેલની આયાતના સોદા કર્યા છે. આ સોદાઓની ડિલિવરી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન થવાની છે. સનફ્લાવર તેલના કાર્ગોમાં વિલંબ અથવા સોદા રદ થવાની સ્થિતિ વચ્ચે પામતેલને વૈકલ્પિક આયાત તરીકે જોવામાં આવી રહ્યું છે.


સનફ્લાવર તેલની આયાતમાં મોટો ઘટાડો

રશિયા અને યુક્રેન વૈશ્વિક બજારમાં સનફ્લાવર તેલના ટોચના સપ્લાયર દેશોમાં ગણાય છે. પરંતુ યુદ્ધના કારણે બંદરો અને તેલના સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. ગત વર્ષે ઓક્ટોબરથી માર્ચ દરમિયાન ભારતમાં આશરે 4 લાખ ટન સનફ્લાવર તેલની આયાત થઈ હતી. જ્યારે ઓક્ટોબર 2026થી માર્ચ 2027 દરમિયાન આ આયાત ઘટીને માત્ર 2.50 લાખ ટન રહેવાની ધારણા છે. યુક્રેનથી થતી આયાતમાં પણ આ સમયગાળા દરમિયાન ગયા વર્ષની સરખામણીએ આશરે અડધો ઘટાડો થવાની ધારણા છે.


અન્ય એક આયાતકારે જણાવ્યું હતું કે હાલના અનિયમિત સંજોગોની સૌથી વધારે અસર ભારતને પડે છે. કારણ કે ખાદ્યતેલોની આયાતમાં ભારત વિશ્વમાં ટોચના સ્થાને રહે છે. ભારતમાં પામતેલ, સોયાબીન તેલ અને સનફ્લાવર તેલની સૌથી વધારે આયાત થતી હોય છે. સપ્ટેમ્બર-2026ના મહિનામાં ભારતની સનફ્લાવર તેલની આયાત 36 ટકા જેટલી ઘટીને ચાર વર્ષના તળિયે આવી છે. સામાપક્ષે પામતેલની આયાત વધીને 8.10 લાખ ટને પહોંચી છે. હવે ભારતને કાળા સમુદ્રના રૂટના બદલે અન્ય વૈકલ્પિક રૂટ અપનાવવો પડશે.


સપ્ટેમ્બરમાં પામતેલની આયાત 8.10 લાખ ટન

ભારત ખાદ્યતેલની આયાતમાં વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે અને પામતેલ, સોયાબીન તેલ તથા સનફ્લાવર તેલની મોટા પ્રમાણમાં આયાત કરે છે. સપ્ટેમ્બર 2026માં ભારતની સનફ્લાવર તેલની આયાત 36% ઘટીને ચાર વર્ષના તળિયે આવી હતી. બીજી તરફ, પામતેલની આયાત વધીને 8.10 લાખ ટન થઈ હતી.


આયાતકારો માટે હવે કાળા સમુદ્રના રૂટના બદલે વૈકલ્પિક સપ્લાય રૂટ શોધવાની જરૂરિયાત ઊભી થઈ છે. યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક ખાદ્યતેલ સપ્લાય ચેઇનમાં અનિશ્ચિતતા વધતાં ભારત જેવા મોટા આયાતકાર દેશ પર તેની અસર વધુ જોવા મળી રહી છે.


આ પણ વાંચો: ગુજરાતનો ડંકો: 23.4 લાખ વિદેશી પ્રવાસી, ટુરિઝમ આવકમાં દેશમાં 5મા ક્રમે પહોંચ્યું

આ પણ જુઓ:


Share Link
WhatsAppFacebookXLinkedIn
Kubera Commodity

Market

See more
  1. Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી
  2. Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. Vans Electroengineerings Listing: 90% પ્રીમિયમ બાદ શેરમાં 5%ની અપર સર્કિટ
crypto GDB India

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના