
ગુજરાતનો ડંકો: 23.4 લાખ વિદેશી પ્રવાસી, ટુરિઝમ આવકમાં દેશમાં 5મા ક્રમે પહોંચ્યું
2025માં ગુજરાતમાં 23.4 લાખ વિદેશી પ્રવાસીઓની મુલાકાત નોંધાઈ હતી, જેના આધારે રાજ્ય દેશભરમાં પાંચમા ક્રમે રહ્યું છે.રાજ્યમાં 22.04 કરોડથી વધુ સ્થાનિક પ્રવાસીઓની મુલાકાત પણ નોંધાઈ, જ્યારે અમદાવાદની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીએ વિદેશી પ્રવાસનને વેગ આપ્યો.

ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે 2025નું વર્ષ મહત્વનું રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં 23.4 લાખ વિદેશી પ્રવાસી મુલાકાતો નોંધાઈ હતી અને આ આંકડા સાથે ગુજરાત દેશના રાજ્યોમાં પાંચમા ક્રમે રહ્યું છે. સાથે જ સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા પણ 22 કરોડથી વધુ રહી છે, જે ગુજરાતના પ્રવાસન અને બિઝનેસ ઇકોસિસ્ટમની વધતી પહોંચ દર્શાવે છે.
વિદેશી પ્રવાસી મુલાકાતોમાં ગુજરાત 5મા ક્રમે
2025માં ગુજરાતમાં કુલ 2.34 મિલિયન એટલે કે 23.4 લાખ વિદેશી પ્રવાસી મુલાકાતો નોંધાઈ હતી. આ સાથે ગુજરાત દેશભરમાં પાંચમા ક્રમે રહ્યું. આ યાદીમાં ઉત્તર પ્રદેશ 45.1 લાખ વિદેશી પ્રવાસી મુલાકાતો સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્રમાં 45 લાખ, પશ્ચિમ બંગાળમાં લગભગ 40 લાખ અને દિલ્હીમાં 24.3 લાખ મુલાકાતો નોંધાઈ હતી. ગુજરાતમાં 2024માં 22.7 લાખ વિદેશી પ્રવાસી મુલાકાતો નોંધાઈ હતી. તેની સરખામણીએ 2025માં આશરે 2.9%નો વધારો થયો હતો.
GIFT City અને બિઝનેસ ઇકોસિસ્ટમનો ફાયદો
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિષ્ણાતોના મતે ગુજરાતના વિસ્તરતા ઔદ્યોગિક અને બિઝનેસ ઇકોસિસ્ટમ તેમજ પ્રવાસન માળખાએ વિદેશી પ્રવાસીઓની આવકમાં ભૂમિકા ભજવી છે. અમદાવાદના ટ્રાવેલ એક્સપર્ટ મનીષ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાતનો વિશાળ ઔદ્યોગિક આધાર, GIFT City અને વિકસતો સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિદેશી ડેલિગેટ્સ, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ, એક્ઝિક્યુટિવ્સ અને એમ્બેસી સભ્યોને રાજ્ય તરફ આકર્ષી રહ્યા છે.
આ ઉપરાંત દ્વારકા, પાલિતાણા, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર, કચ્છ અને ગાંધીધામ જેવા પ્રવાસન અને તીર્થસ્થળોમાં બ્રાન્ડેડ હોટેલ્સની હાજરીએ પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં મદદ કરી હોવાનું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું માનવું છે.
સ્થાનિક પ્રવાસીઓની મુલાકાતમાં ગુજરાત 8મા ક્રમે
વિદેશી પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. 2025માં રાજ્યમાં 220.43 મિલિયન એટલે કે 22.043 કરોડ સ્થાનિક પ્રવાસી મુલાકાતો નોંધાઈ હતી. આ આંકડા સાથે ગુજરાત દેશભરમાં આઠમા ક્રમે રહ્યું. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ગુજરાત કરતાં વધુ સ્થાનિક પ્રવાસી મુલાકાતો નોંધાઈ હતી.
અમદાવાદની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીથી પ્રવાસનને વેગ
ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની આવક વધારવામાં અમદાવાદની આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટી પણ મહત્વપૂર્ણ બની રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિયેતનામ, થાઇલેન્ડ, મલેશિયા, લંડન, દુબઈ, અબુધાબી, મસ્કત, જેદ્દાહ અને સિંગાપોર જેવા સ્થળો માટેની સીધી ફ્લાઇટ્સે ગુજરાતને આંતરરાષ્ટ્રીય બજારો સાથે વધુ સારી રીતે જોડ્યું છે. પ્રવાસન મંત્રાલયે જણાવ્યું છે કે આ આંકડા રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો અને પ્રવાસન મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: GST Council Meeting Today: ITC-Refundથી લઈને Faceless GST સુધી મોટા ફેરફારની તૈયારી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more

Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

