પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની હરણફાળ: કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં 62 એકમો સાથે દેશમાં નંબર-1
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના 62 નોંધાયેલા ઉત્પાદકો સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. દેશના કુલ ઉત્પાદકોમાં ગુજરાતનો હિસ્સો આશરે 16 ટકા છે. રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ અને GPCB દ્વારા ત્રણ દિવસમાં મંજૂરી આપવાના નિર્ણયથી આ ક્ષેત્રને મોટો વેગ મળ્યો છે.

Compostable plastic manufacturers in Gujarat: પર્યાવરણને નુકસાન પહોંચાડતા પરંપરાગત પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં ગુજરાતે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત 62 નોંધાયેલા ઉત્પાદકો સાથે ભારતમાં પ્રથમ ક્રમે રહ્યું છે. દેશભરમાં CPCBના 'કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ ઈ-સર્ટિફિકેશન પોર્ટલ' પર અંદાજે 400 ઉત્પાદકો નોંધાયેલા છે, જેમાંથી આશરે 16 ટકા હિસ્સો એકલા ગુજરાતનો છે.
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઘણું આગળ
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અને તેમાંથી બનતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું આગળ છે. આ યાદીમાં 42 ઉત્પાદકો સાથે તમિલનાડુ બીજા સ્થાને છે, જે ગુજરાત કરતાં 20 યુનિટ ઓછા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 41, તેલંગાણામાં 33 અને મધ્યપ્રદેશમાં 26 ઉત્પાદક એકમો નોંધાયેલા છે. GPCB દ્વારા પણ પોતાની સત્તાવાર વેબસાઇટ પર આ ઉત્પાદકો અને તેમના ઉત્પાદનોની વિગતો જાહેર કરવામાં આવી રહી છે, જેથી ગ્રાહકો, વ્યવસાયો અને સ્થાનિક સંસ્થાઓને યોગ્ય સપ્લાયર્સ સરળતાથી મળી રહે.
નવી ઔદ્યોગિક નીતિ અને વાઇબ્રન્ટ ગુજરાતનો ફાળો
રાજ્યની આ સફળતા પાછળ સરકારનું મજબૂત નીતિગત પીઠબળ રહેલું છે. જૂન મહિનામાં જાહેર કરાયેલી 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026'માં ટકાઉપણા (સસ્ટેનેબિલિટી)ને ચાર મુખ્ય સ્તંભોમાં સ્થાન અપાયું છે અને સર્ક્યુલર ઇકોનોમી પ્રવૃત્તિઓને 'થ્રસ્ટ સેક્ટર' જાહેર કરાયું છે. આ ઉપરાંત, જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'માં CIPET અમદાવાદ દ્વારા ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓને CPCB સર્ટિફિકેશન અંગે માર્ગદર્શન અપાયું હતું. પ્રાદેશિક પરિષદોમાં MSME સહિતના ઉદ્યોગો સાથે થયેલા MoUsને કારણે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' પહેલા જ આ સેક્ટરમાં રોકાણ અને ઉત્પાદન ક્ષમતાને નવી ગતિ મળી છે.
માત્ર 3 દિવસમાં મળશે GPCBની મંજૂરી
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મંજૂરીની પ્રક્રિયા પણ અત્યંત ઝડપી બનાવાઈ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા 30 જુલાઈ, 2026ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એકમોની સ્થાપના ('કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ') અને સંચાલન ('કન્સેન્ટ ટુ ઓપરેટ') માટે મળતી અરજીઓ પર પર્યાવરણીય નિયમો મુજબ મૂલ્યાંકન કરીને મહત્તમ ત્રણ કાર્યકારી દિવસમાં નિર્ણય લેવાની સમયમર્યાદા નક્કી કરાઈ છે. બીજી તરફ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે આ પહેલથી રાજ્યમાં કચરાના અલગીકરણ, રિસાયક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના પ્રયાસોને વધુ મજબૂતી મળી રહી છે.
ગુણવત્તા અને લેબલિંગના કડક નિયમો
સુધારેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016 હેઠળ ઉત્પાદકો માટે કડક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે:
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક કેરી બેગ્સ અને અન્ય વસ્તુઓ માટે ભારતીય ધોરણ IS/ISO 17088:2021નું પાલન કરવું ફરજિયાત છે.
બજારમાં વેચાણ કે માર્કેટિંગ કરતા પહેલા CPCBનું સર્ટિફિકેશન મેળવવું અનિવાર્ય છે.
દરેક પેકેજિંગ અને વસ્તુ પર "compostable only under industrial composting" (માત્ર ઔદ્યોગિક કમ્પોસ્ટિંગ હેઠળ જ કમ્પોસ્ટેબલ) એવું સ્પષ્ટ લેબલ લગાવવું જરૂરી છે.
ખાદ્ય કચરા માટે કમ્પોસ્ટેબલ લાઇનર વાપરતી સંસ્થાઓએ ખાતરી કરવી જરૂરી છે કે કમ્પોસ્ટિંગ સુવિધા તેને સ્વીકારે છે અને ઉપયોગ બાદ આવા લાઇનર અલગથી એકત્રિત કરવામાં આવે.
આ પણ વાંચોઃ ખાંડના ભાવમાં થશે ઘટાડો? સરકારે ડિસેમ્બર માટે 25 લાખ ટનનો માસિક ક્વોટા જાહેર કર્યો
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

દિવાળીમાં ભારતીયોએ ખરીદી માટે ખોલી દીધી તિજોરી!, ક્રેડિટ કાર્ડના ખર્ચ જાણી ચોકી જશો

અમદાવાદના આંગણે પહેલીવાર યોજાશે વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3’, સાબરમતી નદીમાં તરશે દેશ-વિદેશના ખેલાડીઓ

રાજકોટના ધોરાજીમાં કપાસના ભાવમાં તેજી: મણે ₹1,900 સુધીનો ભાવ, છતાં ખેડૂતોની ચિંતા કેમ વધી?

નવસારીના ચીકુ ઉત્પાદનમાં ઘટાડાની આશંકા! કમોસમી વરસાદથી ખેડૂતોને ફટકો, ભાવમાં તેજીની સંભાવના

ગુજરાતની બેન્કોમાં NRIના પૈસાનો વરસાદ: એક વર્ષમાં ₹64,381 કરોડનો વધારો, આ શહેરે રેકોર્ડ સર્જ્યો

લખનઉમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો, ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

Sabarmati Metro Station: ટ્રેન સુધી મેટ્રોનો સાથ! સાબરમતી મેટ્રો સ્ટેશન 28 નવેમ્બરથી શરૂ, રેલવે મુસાફરોને રાહત





