દિવાળીમાં ભારતીયોએ ખરીદી માટે ખોલી દીધી તિજોરી!, ક્રેડિટ કાર્ડના ખર્ચ જાણી ચોકી જશો
દિવાળીના તહેવારો દરમિયાન ભારતીયોએ ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો જોરદાર ઉપયોગ કર્યો છે. RBIના ઓક્ટોબર 2026ના આંકડા મુજબ, ક્રેડિટ કાર્ડથી ₹2.45 લાખ કરોડનો ખર્ચ થયો હતો, જે ડેબિટ કાર્ડથી થયેલી ખરીદી કરતાં લગભગ 6 ગણો વધારે છે.

Diwali Credit Card Spending: મોંઘવારી વચ્ચે પણ દિવાળીના તહેવારોમાં ભારતીયોએ ખરીદી કરવામાં કોઈ કસર છોડી નથી. ઓનલાઇન શોપિંગ, તહેવારોની ઓફર્સ અને આકર્ષક સ્કીમ્સ વચ્ચે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થયો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ઓક્ટોબર 2026ના આંકડામાં ઘટસ્ફોટ થયો છે કે એક જ મહિનામાં ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી લગભગ 2.45 લાખ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. ખાસ વાત એ છે કે આ ખર્ચ ડેબિટ કાર્ડથી થયેલી ખરીદી કરતાં લગભગ 6 ગણો વધારે હતો.
દિવાળીમાં ક્રેડિટ કાર્ડથી ₹2.45 લાખ કરોડનો ખર્ચ
RBIના ATM, એક્સેપ્ટન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્ડ ટ્રાન્ઝેક્શન અંગેના માસિક આંકડા મુજબ, ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડથી લગભગ 2.45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ નોંધાયો હતો. તેની સામે ડેબિટ કાર્ડ દ્વારા ખરીદીનું કુલ મૂલ્ય 40,492 કરોડ રૂપિયા રહ્યું હતું. આ આંકડા દર્શાવે છે કે ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડની સરખામણીએ ઘણો વધારે થયો હતો. જોકે, ક્રેડિટ કાર્ડથી થયેલી ખરીદી અને ATMમાંથી ઉપાડવામાં આવેલી રોકડને અલગ રીતે સમજવી જરૂરી છે.
ઓનલાઇન શોપિંગમાં ₹1.54 લાખ કરોડ ખર્ચાયા
ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ ઓનલાઇન ખરીદી માટે થયો હતો. માત્ર ઓનલાઇન વ્યવહારોનું મૂલ્ય જ 1.54 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. જ્યારે દુકાનો, શોપિંગ મોલ અને અન્ય સ્થળોએ ફિઝિકલ PoS મશીનો દ્વારા 90,562 કરોડ રૂપિયાની ખરીદી થઈ હતી. આ સિવાય અન્ય પ્રકારના ક્રેડિટ કાર્ડ વ્યવહારોનું મૂલ્ય લગભગ 119 કરોડ રૂપિયા રહ્યું હતું. આમ ક્રેડિટ કાર્ડના કૂલ ખર્ચમાં ઓનલાઈન શોપિંગનો હિસ્સો સૌથી મોટો રહ્યો હતો.
બીજી તરફ, ડેબિટ કાર્ડનો ખર્ચ ફિઝિકલ રિટેલ વ્યવહારો તરફ વધુ ઝુકેલો રહ્યો હતો. જેમાં PoS ટર્મિનલ્સ પર થયેલી ખરીદી 24,957 કરોડ રૂપિયા રહી હતી, જ્યારે ઓનલાઈને વ્યવહારો વ્યવહારો 15,284 કરોડ રૂપિયાના થયા હતા. અન્ય ડેબિટ કાર્ડ વ્યવહારોનું મૂલ્ય 251 કરોડ રૂપિયા હતું.
ખરીદીની સાથે રોકડ ઉપાડ પણ વધ્યો
ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો હોવા છતાં ઓક્ટોબરમાં રોકડની માંગ પણ ઊંચી રહી હતી. RBIના આંકડા મુજબ, ATM અને PoS ટર્મિનલ્સ મારફતે કુલ 2.33 લાખ કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડવામાં આવી હતી. આ રકમ ક્રેડિટ કાર્ડથી થયેલા કુલ ખરીદી ખર્ચ કરતાં થોડી જ ઓછી હતી. સૌથી વધુ રોકડ ઉપાડ ડેબિટ કાર્ડ દ્વારા ATMમાંથી થયો હતો. ઓક્ટોબરમાં ડેબિટ કાર્ડથી ATM પર કુલ 42.04 કરોડ વ્યવહારો થયા હતા, જેમાં 2.32 લાખ કરોડ રૂપિયા રોકડ ઉપાડવામાં આવી હતી. બીજી તરફ ક્રેડિટ કાર્ડ દ્વારા ATMમાંથી 415 કરોડ રૂપિયાની રોકડ ઉપાડવામાં આવી હતી. ડેબિટ કાર્ડ મારફતે PoS મશીનો પર રોકડ ઉપાડનું મૂલ્ય લગભગ 1.27 કરોડ રૂપિયા રહ્યું હતું.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગમાં મોટો તફાવત
RBIના આંકડામાં ગ્રાહકોની બે અલગ ટેવો સામે આવી છે.ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે ઓનલાઇન અને ફિઝિકલ ખરીદી માટે થયો હતો. જ્યારે ડેબિટ કાર્ડથી ખરીદી કરતાં ATMમાંથી રોકડ મેળવવાનું પ્રમાણ ઘણું વધારે રહ્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે ઓનલાઇન શોપિંગનો વ્યાપ વધવા છતાં રોકડની જરૂરિયાત યથાવત્ છે.જોકે, ક્રેડિટ કાર્ડથી થયેલા મોટા ખર્ચનો અર્થ સમગ્ર રકમ ઉધાર રહી ગઈ છે એવો નથી. વાસ્તવિક બાકી લેણાં જાણવા માટે અલગ આંકડા જરૂરી છે.
આ પણ વાંચો: સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન
Also Read

અમદાવાદના આંગણે પહેલીવાર યોજાશે વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3’, સાબરમતી નદીમાં તરશે દેશ-વિદેશના ખેલાડીઓ

પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની હરણફાળ: કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં 62 એકમો સાથે દેશમાં નંબર-1

રાજકોટના ધોરાજીમાં કપાસના ભાવમાં તેજી: મણે ₹1,900 સુધીનો ભાવ, છતાં ખેડૂતોની ચિંતા કેમ વધી?

નવસારીના ચીકુ ઉત્પાદનમાં ઘટાડાની આશંકા! કમોસમી વરસાદથી ખેડૂતોને ફટકો, ભાવમાં તેજીની સંભાવના

ગુજરાતની બેન્કોમાં NRIના પૈસાનો વરસાદ: એક વર્ષમાં ₹64,381 કરોડનો વધારો, આ શહેરે રેકોર્ડ સર્જ્યો

લખનઉમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો, ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

Sabarmati Metro Station: ટ્રેન સુધી મેટ્રોનો સાથ! સાબરમતી મેટ્રો સ્ટેશન 28 નવેમ્બરથી શરૂ, રેલવે મુસાફરોને રાહત




