અમદાવાદના આંગણે પહેલીવાર યોજાશે વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3’, સાબરમતી નદીમાં તરશે દેશ-વિદેશના ખેલાડીઓ
આગામી 14 ફેબ્રુઆરી, 2027ના રોજ ગુજરાતમાં પહેલીવાર વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3 અમદાવાદ’ ટ્રાયથ્લોન સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં દેશ-વિદેશના એથ્લીટ્સ સાબરમતી નદીમાં 1.9 કિમી સ્વિમિંગ, 90 કિમી સાઇકલિંગ અને 21.1 કિમી દોડ સહિત કુલ 113 કિલોમીટરનું અંતર કાપશે. ગુજરાત પ્રવાસન વર્ષ 2026-27 અંતર્ગત આ આયોજન શહેરને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવામાં મદદરૂપ થશે.

Ironman 70.3 Ahmedabad: અમદાવાદની આગવી ઓળખ બની ચૂકેલો સાબરમતી રિવરફ્રન્ટ હવે માત્ર ફરવા કે મનોરંજન પૂરતો સીમિત ન રહેતા આંતરરાષ્ટ્રીય રમતગમતનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. આગામી 14 ફેબ્રુઆરી, 2027ના રોજ ગુજરાતમાં પહેલીવાર વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3 અમદાવાદ’ ટ્રાયથ્લોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં દેશ અને વિદેશના ખેલાડીઓ સાબરમતી નદીના પાણીમાં ઉતરીને પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી કરશે.
ગોવા બાદ હવે અમદાવાદમાં જામશે સ્પર્ધાનો રોમાંચ
આયર્નમેન ગ્રુપ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત આ સ્પર્ધા યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં લાંબા અંતરની રમતો એટલે કે એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ પ્રત્યે લોકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ગોવા પછી હવે અમદાવાદ પર પસંદગી ઉતારવામાં આવી છે. ગુજરાત પ્રવાસન વર્ષ 2026-27 અંતર્ગત યોજાનારી આ ઇવેન્ટથી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતની ઓળખ વધુ મજબૂત બનશે. આ અંગે આયર્નમેનના કન્ટ્રી હેડ દિપક રાજે 12 અન્ય એથ્લીટ્સ સાથે મળીને અટલ બ્રિજ પાસે સાબરમતી નદીમાં સ્વિમિંગ કરીને પાણીની ગુણવત્તા અને વ્યવસ્થાઓ ચકાસી હતી, જેના પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
કુલ 113 કિલોમીટરની કઠિન કસોટી
આયર્નમેન 70.3 દુનિયાની સૌથી મુશ્કેલ અને પ્રતિષ્ઠિત ટ્રાયથ્લોન સ્પર્ધાઓમાં ગણાય છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓએ ત્રણ અલગ-અલગ તબક્કામાં કુલ 113 કિલોમીટર (70.3 માઇલ)નું અંતર પૂર્ણ કરવાનું હોય છે. સ્પર્ધાની શરૂઆત 14 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે અટલ બ્રિજ નીચે સાબરમતી નદીમાં 1.9 કિલોમીટરના સ્વિમિંગથી થશે. નદીનું શાંત પાણી તરવૈયાઓ માટે ખૂબ અનુકૂળ રહેશે. સ્વિમિંગ પૂરું કર્યા બાદ ખેલાડીઓ શહેરના રસ્તાઓ અને રિવરફ્રન્ટના રૂટ પર 30 કિલોમીટરના ત્રણ ચક્કર લગાવીને કુલ 90 કિલોમીટર સાઇકલિંગ કરશે. અંતિમ તબક્કામાં રિવરફ્રન્ટના વૉકવે પર ત્રણ રાઉન્ડમાં 21.1 કિલોમીટરની દોડ પૂરી કરીને અટલ બ્રિજ પરથી પસાર થઈ ફિનિશ લાઈન સુધી પહોંચશે.
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે મહત્વનું રિહર્સલ
અત્યાર સુધી સાબરમતી રિવરફ્રન્ટ વૉકિંગ, જોગિંગ, બોટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જાણીતું હતું, પરંતુ હવે અહીં ઓપન વોટર સ્વિમિંગ અને ટ્રાયથ્લોન જેવી આંતરરાષ્ટ્રીય રમતોના દ્વાર ખુલશે. આ આયોજનથી રિવરફ્રન્ટની સુવિધાઓ દુનિયા સમક્ષ રજૂ થશે. ખાસ કરીને વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં આ ઇવેન્ટ શહેર માટે ખૂબ મહત્વની સાબિત થશે, કારણ કે આનાથી વિદેશી ખેલાડીઓના આગમન, સુરક્ષા, પરિવહન અને પ્રવાસન સેવાઓના સંચાલનનો સીધો અનુભવ મળશે.
આ પણ વાંચોઃ યુટ્યુબ વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ ફેસબુક: ૧૦ લાખ વ્યૂઝ કેટલી કમાણી કરશે? કયું પ્લેટફોર્મ વધુ પૈસા ચૂકવે છે?
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

દિવાળીમાં ભારતીયોએ ખરીદી માટે ખોલી દીધી તિજોરી!, ક્રેડિટ કાર્ડના ખર્ચ જાણી ચોકી જશો

પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની હરણફાળ: કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં 62 એકમો સાથે દેશમાં નંબર-1

રાજકોટના ધોરાજીમાં કપાસના ભાવમાં તેજી: મણે ₹1,900 સુધીનો ભાવ, છતાં ખેડૂતોની ચિંતા કેમ વધી?

નવસારીના ચીકુ ઉત્પાદનમાં ઘટાડાની આશંકા! કમોસમી વરસાદથી ખેડૂતોને ફટકો, ભાવમાં તેજીની સંભાવના

ગુજરાતની બેન્કોમાં NRIના પૈસાનો વરસાદ: એક વર્ષમાં ₹64,381 કરોડનો વધારો, આ શહેરે રેકોર્ડ સર્જ્યો

લખનઉમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો, ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

Sabarmati Metro Station: ટ્રેન સુધી મેટ્રોનો સાથ! સાબરમતી મેટ્રો સ્ટેશન 28 નવેમ્બરથી શરૂ, રેલવે મુસાફરોને રાહત





