નવસારીના ચીકુ ઉત્પાદનમાં ઘટાડાની આશંકા! કમોસમી વરસાદથી ખેડૂતોને ફટકો, ભાવમાં તેજીની સંભાવના
ગુજરાતના ચીકુ ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર નવસારીમાં આ વર્ષે પાકને મોટો ફટકો પડવાની આશંકા છે. ફૂલ આવવાના સમયે ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાતાં ઉત્પાદન લગભગ 25 ટકા ઘટી શકે છે. પુરવઠો ઓછો થવાથી ભાવ વધવાની શક્યતા છે.

Navsari Chikoo Production: ગુજરાતના ચીકુ ઉત્પાદન માટે જાણીતા નવસારી જિલ્લાના ખેડૂતો આ વર્ષે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ફૂલ આવવાની મોસમ દરમિયાન ભારે વરસાદ અને પાણી ભરાવાથી ચીકુના બગીચાઓને નુકસાન થયું છે. તેના કારણે શિયાળાની સિઝનમાં ઉત્પાદન લગભગ 25 ટકા ઘટવાની શક્યતા છે. જોકે, બજારમાં પુરવઠો ઓછો રહેતાં ખેડૂતોને ઊંચા ભાવ મળવાની આશા છે.
દિવાળી બાદ ચીકુની આવક શરૂ
નવસારીમાં દિવાળીના તહેવારો બાદ શિયાળુ ચીકુની આવક શરૂ થઈ છે. અહીંથી ફળ ટ્રક મારફતે દેશના વિવિધ બજારોમાં મોકલવામાં આવી રહ્યાં છે. દિલ્હીની આઝાદપુર મંડીમાં ખેડૂતોને હાલમાં સરેરાશ 900 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળી રહ્યો છે. એટલે પ્રતિ કિલો લગભગ 45 રૂપિયા થાય છે.
વરસાદથી ઉત્પાદન કેમ ઘટશે?
અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળીના સેક્રેટરી આશિષ નાયકે જણાવ્યું કે 'ફૂલ આવવાના સમયે ભારે વરસાદ અને પૂરથી અનેક બગીચાઓ પ્રભાવિત થયા હતા. સામાન્ય રીતે એક ડાળખી પર ચીકુનાં ઝૂમખાં જોવા મળે છે, પરંતુ આ વખતે ફૂલ ખરી પડવાથી કેટલીક જગ્યાએ માત્ર એકાદ ફળ વિકસ્યું છે. તેના કારણે ખેડૂતોને અપેક્ષા કરતાં ઓછો પાક મળી શકે છે.'
ખેડૂતોને કેટલો ભાવ મળવાની આશા?
ગત સિઝનમાં ખેડૂતોને ચીકુનો સરેરાશ 450 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળ્યો હતો. આ વર્ષે ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાને કારણે શિયાળામાં સરેરાશ ભાવ 500 રૂપિયાથી ઉપર રહેવાની અપેક્ષા છે. જોકે, સિઝન આગળ વધતાં બજારમાં આવક વધશે તો ભાવમાં થોડો ઘટાડો પણ થઈ શકે છે.
અમલસાડી ચીકુની ખાસ ઓળખ
નવસારીના અમલસાડી ચીકુને ભૌગોલિક ઓળખનો GI ટેગ મળેલો છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં તેની સારી માંગ છે. નવસારીના નાયબ બાગાયત નિયામક દિનેશ પદાલિયાના જણાવ્યા મુજબ, સરકારે ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ યોજના હેઠળ ચીકુને જિલ્લાનું મહત્વપૂર્ણ ફળ પસંદ કર્યું છે. ત્યારે ઓછા ઉત્પાદનને કારણે ચીકુના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે. પરંતુ કુલ પાક ઘટવાથી ખેડૂતોની આવક પર નકારાત્મક અસર પણ પડી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતની બેન્કોમાં NRIના પૈસાનો વરસાદ: એક વર્ષમાં ₹64,381 કરોડનો વધારો, આ શહેરે રેકોર્ડ સર્જ્યો
Also Read

દિવાળીમાં ભારતીયોએ ખરીદી માટે ખોલી દીધી તિજોરી!, ક્રેડિટ કાર્ડના ખર્ચ જાણી ચોકી જશો

અમદાવાદના આંગણે પહેલીવાર યોજાશે વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3’, સાબરમતી નદીમાં તરશે દેશ-વિદેશના ખેલાડીઓ

પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની હરણફાળ: કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં 62 એકમો સાથે દેશમાં નંબર-1

રાજકોટના ધોરાજીમાં કપાસના ભાવમાં તેજી: મણે ₹1,900 સુધીનો ભાવ, છતાં ખેડૂતોની ચિંતા કેમ વધી?

ગુજરાતની બેન્કોમાં NRIના પૈસાનો વરસાદ: એક વર્ષમાં ₹64,381 કરોડનો વધારો, આ શહેરે રેકોર્ડ સર્જ્યો

લખનઉમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો, ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

Sabarmati Metro Station: ટ્રેન સુધી મેટ્રોનો સાથ! સાબરમતી મેટ્રો સ્ટેશન 28 નવેમ્બરથી શરૂ, રેલવે મુસાફરોને રાહત




