KuberaNowLogo
Friday, 27/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતની બેન્કોમાં NRIના પૈસાનો વરસાદ: એક વર્ષમાં ₹64,381 કરોડનો વધારો, આ શહેરે રેકોર્ડ સર્જ્યો

ગુજરાતની બેન્કોમાં નોન રેસિડેન્ટ ઈન્ડિયન (NRI)ની થાપણોમાં જોરદાર વધારો નોંધાયો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના સપ્ટેમ્બર 2026 સુધીના આંકડા મુજબ, રાજ્યની કુલ NRI ડિપોઝિટ વાર્ષિક 58% વધીને 1.75 લાખ કરોડ રૂપિયા થઈ છે.

Kuberanow DeskPublished On : 27 Nov 2026
Gujarat NRI Deposits
Gujarat NRI DepositsAI Image

Gujarat NRI Deposits: વિદેશમાં વસતા ગુજરાતીઓનો રાજ્યની બેન્કિંગ વ્યવસ્થા પર ભરોસો વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યની બેન્કોમાં NRI થાપણો એક વર્ષમાં 58 ટકા વધી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ત્રિમાસિક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં કુલ ડિપોઝિટ 1.11 લાખ કરોડ રૂપિયાથી વધીને 1.75 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ વૃદ્ધિમાં અમદાવાદનો સૌથી મોટો ફાળો રહ્યો છે.


અમદાવાદમાં NRI થાપણો બમણાથી વધુ વધી

અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર 2025માં NRI ડિપોઝિટ 25,293.8 કરોડ રૂપિયા હતી, જે સપ્ટેમ્બર 2026માં વધીને 52,751.6 કરોડ રૂપિયા થઈ છે. એટલે માત્ર એક વર્ષમાં અમદાવાદની થાપણોમાં 27,457.8 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ લગભગ 108.6 ટકા થયા છે.ગુજરાતની કુલ NRI ડિપોઝિટમાં અમદાવાદનો હિસ્સો 30 ટકાથી વધુ છે.

Gujarat NRI Deposits

રાજકોટમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ

રાજકોટમાં સપ્ટેમ્બર 2025 દરમિયાન NRI ડિપોઝિટ 8,479.6 કરોડ રૂપિયા હતી. એક વર્ષ પછી આ રકમ વધીને 14,442.5 કરોડ રૂપિયા થઈ છે. એટલે રાજકોટમાં લગભગ 5,963 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે વિદેશી ગુજરાતીઓની બચત માત્ર અમદાવાદમાં જ નહીં, અન્ય શહેરોમાં પણ વધી રહી છે.


માત્ર ત્રણ મહિનામાં ₹53,155 કરોડનો વધારો

જૂન 2026માં ગુજરાતની કુલ NRI થાપણો આશરે ₹1.22 લાખ કરોડ હતી. સપ્ટેમ્બરના અંતે તે વધીને લગભગ ₹1.76 લાખ કરોડ થઈ ગઈ. આમ, ત્રિમાસિક ગાળામાં આશરે ₹53,155 કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. બેન્કિંગ ક્ષેત્ર માટે આ નોંધપાત્ર બાબત છે, કારણ કે, થાપણો વધવાથી બેન્કોના ભંડોળનો આધાર મજબૂત બને છે.


ડોલરના ભાવથી NRIને કેવી રીતે ફાયદો?

બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યાનુસાર, વિદેશી ચલણ અને ભારતીય રૂપિયાના વિનિમયદરમાં થતા ફેરફાર NRIના નિર્ણયો પર અસર કરે છે. ડોલર સામે રૂપિયો નબળો પડે ત્યારે સમાન ડોલર મોકલવાથી ભારતમાં વધુ રૂપિયા મળી શકે છે. ભારતીય બેન્કોમાં મળતું વ્યાજ પણ કેટલાક વિદેશી રોકાણકારો માટે આકર્ષણ બની શકે છે. કે, વિનિમયદરનો લાભ દરેક પ્રકારની થાપણમાં એકસરખો મળતો નથી.


રિયલ એસ્ટેટમાં રોકાણનો વધતો રસ

અમદાવાદમાં પ્રીમિયમ રહેણાક અને કોમર્શિયલ મિલકતો પ્રત્યે વિદેશી ગુજરાતીઓનો રસ વધી રહ્યો હોવાનું બેન્કિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓએ જણાવ્યું છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરના વિકાસ અને રિયલ એસ્ટેટની સંભાવનાઓ પણ ચર્ચામાં છે. જોકે, બેન્ક થાપણોમાં થયેલો સમગ્ર વધારો પ્રોપર્ટી રોકાણને કારણે જ થયો છે એવું કહી શકાય નહીં.


ગુજરાતના અર્થતંત્ર માટે શું મહત્ત્વ?

NRI ડિપોઝિટમાં વધારો રાજ્યની બેન્કિંગ વ્યવસ્થામાં વધુ મૂડી ઉપલબ્ધ થવાનો સંકેત આપે છે. પરંતુ બેન્ક થાપણો, વિદેશથી મોકલાયેલાં નાણાં અને રિયલ એસ્ટેટમાં થયેલું વાસ્તવિક રોકાણ ત્રણ અલગ બાબતો છે.

આ પણ વાંચો: મોદી કેબિનેટમાં સીમાંકન અને મહિલા અનામત સુધારા બિલને મંજૂરી, હવે સંસદમાં રજૂ થશે બિલ

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Diwali Credit Card Spending

દિવાળીમાં ભારતીયોએ ખરીદી માટે ખોલી દીધી તિજોરી!, ક્રેડિટ કાર્ડના ખર્ચ જાણી ચોકી જશો

Ahmedabad to Host First-Ever Ironman 70.3 Triathlon

અમદાવાદના આંગણે પહેલીવાર યોજાશે વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3’, સાબરમતી નદીમાં તરશે દેશ-વિદેશના ખેલાડીઓ

Gujarat Leads India in Compostable Plastic Production

પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની હરણફાળ: કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં 62 એકમો સાથે દેશમાં નંબર-1

Dhoraji Cotton Price

રાજકોટના ધોરાજીમાં કપાસના ભાવમાં તેજી: મણે ₹1,900 સુધીનો ભાવ, છતાં ખેડૂતોની ચિંતા કેમ વધી?

Navsari Chikoo Production

નવસારીના ચીકુ ઉત્પાદનમાં ઘટાડાની આશંકા! કમોસમી વરસાદથી ખેડૂતોને ફટકો, ભાવમાં તેજીની સંભાવના

Vibrant Gujarat 2027

લખનઉમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો, ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

Sabarmati Railway Metro Station

Sabarmati Metro Station: ટ્રેન સુધી મેટ્રોનો સાથ! સાબરમતી મેટ્રો સ્ટેશન 28 નવેમ્બરથી શરૂ, રેલવે મુસાફરોને રાહત

Porbandar Miyazaki Mango

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાપાનની ખાસ કેરી, હરાજીમાં એક નંગ ₹900માં વેચાઈ