
ખાંડના વેપારીઓ માટે સરકારના નવા નિયમો, 1,000 ક્વિન્ટલથી વધુ સ્ટોક નહીં રાખી શકાય
તહેવારો દરમિયાન ખાંડનો પુરવઠો જળવાઈ રહે અને બિનજરૂરી સંગ્રહ અટકે તે માટે સરકારે નવા નિયમો લાગુ કર્યા છે. વેપારીઓ માટે 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી મહત્તમ 1,000 ક્વિન્ટલ સ્ટોક અને 15 દિવસની સમયમર્યાદા રહેશે.

મુંબઈ: દેશમાં તહેવારોમાં ખાંડનો પુરવઠો જળવાઇ રહે અને મિલો કે વેપારીઓ ખાંડનો બિનજરૂરી સંગ્રહ ન કરી શકે તે માટે કેન્દ્ર સરકારે ફરીવાર ખાંડના સ્ટોક અને પુરવઠા માટેના નવા નિયમો લાગૂ કર્યા છે. જેમાં મહત્તમ સ્ટોક 1000 ક્વિન્ટલ,મહત્તમ સમય મર્યાદા 15 દિવસ તેમજ ખરીદ-વેચાણના નિયમિત રિપોર્ટીંગ જેવા નિયમોનો સમાવેશ થાય છે. વેપારીઓ માટે નવા નિયમો આગામી 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. મતલબ કે નવરાત્રી અને દિવાળીના તહેવારોને ખાસ ધ્યાનમાં રાખીને આ નિયમો બનાવાયા હોવાનું નિષ્ણાંતો જણાવે છે.
વેપારીઓ 1,000 ક્વિન્ટલથી વધુ સ્ટોક નહીં રાખી શકે
બોમ્બે શુગર મર્ચન્ટસ એસોસિએશનના પ્રમુખ અશોક જૈને જણાવ્યું હતું કે 15 ઓક્ટોબરથી શરૂ થતી નવી ખાંડની સિઝન અને તહેવારોને ધ્યાનમાં રાખીને સંગ્રહખોરી અટકાવવા તથા બજારમાં પુરવઠો જાળવી રાખવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા હોવાનું જણાય છે. નવા નિયમો હેઠળ કોઈપણ હોલસેલ વેપારી એક સમયે 1,000 ક્વિન્ટલથી વધારે ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. જે તારીખે માલની આવક થઈ હોય તેના 15 દિવસમાં તેને વેચીને તેની ડિલિવરી કરવાની રહેશે.
મિલોના ખાંડના ક્વોટાના વેચાણ માટે પણ નિયમ
બોમ્બે શુગર મર્ચન્ટસ એસોસિએશનના સેક્રેટરી મુકેશ કુવાડિયાના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા માટે જાહેર કરાયેલા ક્વોટામાં મિલોએ તેમને ફાળવાયેલા જથ્થામાંથી પ્રથમ સપ્તાહમાં 45% ખાંડ વેચવાની રહેશે. બાકીનો 55% જથ્થો બીજા સપ્તાહમાં વેચવાનો રહેશે. સરકારનો આ નિર્ણય બજારમાં સતત પુરવઠો જળવાઈ રહે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહે તે હેતુથી છે.
આ પણ વાંચો: ભારતીય ઓઈલ કંપનીઓએ હોર્મુઝ ખાડીમાંથી ક્રૂડ ઓઈલ લાવવાની રણનીતિ બદલી
ઉત્તર-પૂર્વ માટે 2,000 ક્વિન્ટલની સ્ટોક મર્યાદા
કોલકાતાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ખાંડનો પુરવઠો થતો હોવાથી અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોવાથી આ વિસ્તારો માટે સ્ટોક મર્યાદા 2,000 ક્વિન્ટલ રાખવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા વિક્રમી ભાવની સરખામણીએ હાલમાં ખાંડના એક્સ-મિલ ભાવમાં 28% અને રિટેલ બજારમાં 15%નો ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- Closing Bell: સેન્સેક્સ 571 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોનાં ₹5 લાખ કરોડ ધોવાયા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- Market Holiday Update: ગાંધી જયંતિએ સ્ટોક માર્કેટ ચાલુ રહેશે કે બંધ?
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
Economy
See more
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM


