KuberaNowLogo
Saturday, 07/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Dhanteras: પૂજાનાં ફૂલ પણ ખિસ્સાને ભારે! ધનતેરસે અમદાવાદમાં ગુલાબ ₹400 પ્રતિ કિલો

અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ધનતેરસની ખરીદી વચ્ચે ગુલાબનો ભાવ ₹400 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો. ગલગોટા, સેવંતી અને સૂર્યમુખીના ભાવ પણ વધતાં પરિવારોના પૂજા અને સજાવટના ખર્ચમાં વધારો થયો છે. વેપારીઓએ દિવાળી અને બેસતા વર્ષ સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા દર્શાવી છે.

kuberanow deskPublished On : 7 Nov 2026
Dhanteras
DhanterasAI Image

Dhanteras: હાલમાં પૂજાના ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ પડી રહ્યો છે. તહેવારો, લગ્નસરા કે ખાસ ધાર્મિક પ્રસંગો દરમિયાન ફૂલોની માંગ અચાનક વધી જાય ત્યારે ભાવોમાં મોટો ઉછાળો જોવા મળે છે. ધનતેરસે ઘરમાં લક્ષ્મીપૂજન અને સજાવટની તૈયારી કરતા પરિવારોને ફૂલોના ભાવમાં થયેલા વધારાનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં વહેલી સવારથી ખરીદદારોની ભારે ભીડ ઊમટી હતી, પરંતુ ભાવ જાણીને સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું હતું. સામાન્ય દિવસોમાં ₹100થી ₹150 પ્રતિ કિલો મળતા ગુલાબનો ભાવ સીધો ₹400 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો. આમ, તહેવાર સમયે જ ફૂલોનાં ભાવમાં તોતિંગ વધારો થવા છતાં પરિવારોએ મોંઘા ફૂલો ખરીદી ધનતેરસની પૂજા કરી હતી.

 

તહેવારની ખરીદી માટે બજારમાં આવેલા ગ્રાહકોને ગુલાબ ઉપરાંત અન્ય ફૂલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. પૂજા તેમજ ઘર, ઑફિસ અને દુકાનની સજાવટમાં સૌથી વધુ વપરાતા ગલગોટા, સેવંતી અને સૂર્યમુખી પણ મોંઘાં થયાં હતાં. તેથી ફૂલોનો ખર્ચ માત્ર એક વસ્તુ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો; પૂજા અને સજાવટની સમગ્ર ખરીદી પર તેની અસર પડી હતી.

 

વેપારીઓ ફૂલોની મર્યાદિત આવક સામે વધુ માંગને ભાવવધારાનું કારણ ગણાવી રહ્યા હતા. તહેવારોમાં પૂજા અને સજાવટ માટે ફૂલોની જરૂરિયાત વધે છે ત્યારે આ ભાવવધારાએ ખાસ કરીને મધ્યમ વર્ગના ગ્રાહકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. જે પરિવારો અગાઉ કિલોના હિસાબે ફૂલો ખરીદતા હતા, તેઓ હવે ખર્ચ મર્યાદિત રાખવા માટે ઓછી માત્રામાં ખરીદી કરી રહ્યા હતા. પૂજાનો શુકન સાચવી શકાય એટલાં જ ફૂલ લેવા માટે કેટલાક ગ્રાહકો કિલોને બદલે ગ્રામના હિસાબે ખરીદી કરવા મજબૂર બન્યા હતા.

  

જમાલપુર ફૂલ બજારમાં તહેવારોને કારણે ખાસ કરીને ધનતેરસે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ફૂલબજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. પૂજા-સજાવટ માટેની સામગ્રીની માંગ વચ્ચે વેપારીઓ પર કારોબરમાં સતત વ્યસ્ત રહ્યાં હતા. જોકે, ખરીદદારો માટે વધેલા ભાવને કારણે અગાઉથી નક્કી કરેલી ખરીદીમાં ઘટાડો કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.

 

વેપારીઓના જણાવ્યા મુજબ, દિવાળી અને બેસતા વર્ષ સુધી ફૂલોના ભાવ આ જ રીતે ઊંચા રહી શકે છે. તેથી ધનતેરસ પછીના તહેવારોની પૂજા અને સજાવટ માટે પણ પરિવારોને વધુ ખર્ચ કરવો પડી શકે છે. તહેવારો દરમિયાન ફૂલોમાં આવેલી આ મોંઘવારીને સામાન્ય જનતા માટે વધારાના આર્થિક બોજ પડ્યો છે.


આ પણ વાંચો: Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

surat diamond industry diwali vacation reduced 15 days

સુરત હીરા ઉદ્યોગમાં જબરદસ્ત તેજી: 25 દિવસના બદલે માત્ર 15 દિવસનું વેકેશન, 4 વર્ષ બાદ મંદી હટી

amc ews lig housing scheme flats ahmedabad pmay units

અમદાવાદવાસીઓ માટે ખુશખબર: નિકોલ, બોપલ, મોટેરા સહિત 10 વિસ્તારોમાં AMC બનાવશે 8,775 નવા આવાસ

Arjun Modhavadia.jpg

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

Gujarat Public Holidays 2027

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja Special Train

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

 Gujarat Export

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

CNG

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક