આસ્થા, આધુનિકતા અને વિરાસતનો સંગમ, દ્વારકામાં બનશે ભવ્ય 'શ્રી કૃષ્ણ મ્યુઝિયમ'
દ્વારકામાં ₹92.70 કરોડના ખર્ચે શ્રી કૃષ્ણ સંગ્રહાલય વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં નવ થીમ આધારિત ગેલેરીઓ હશે.ડિજિટલ ટેકનોલોજી, 3D પ્રોજેક્શન અને ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે દ્વારા શ્રી કૃષ્ણના જીવનપ્રસંગો અને ભગવદ્ ગીતાનો સંદેશ રજૂ કરવામાં આવશે.

દ્વારકા હવે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમના તત્ત્વજ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે રજૂ કરતું વિશેષ સંગ્રહાલય ધરાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવાની દિશામાં ₹92.70 કરોડના ખર્ચે શ્રી કૃષ્ણ સંગ્રહાલય વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને ડિજિટલ અને ઇમર્સિવ માધ્યમો સાથે જોડીને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
₹92.70 કરોડના ખર્ચે બનશે શ્રી કૃષ્ણ સંગ્રહાલય
દ્વારકાધીશ મંદિરથી આશરે 1.6 કિલોમીટરના અંતરે આ સંગ્રહાલય વિકસાવવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્ર, દિવ્ય લીલાઓ, તત્ત્વજ્ઞાન અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવનોપયોગી સંદેશને એક જ સ્થળે સુવ્યવસ્થિત રીતે રજૂ કરવાનો છે. સંગ્રહાલયમાં પરંપરાગત પ્રદર્શન સાથે આધુનિક ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે વિશેષ લેન્ડસ્કેપ વિસ્તાર, કમળ તળાવ, લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શો અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે.
નવ ગેલેરીમાં શ્રી કૃષ્ણના જીવનપ્રસંગો
શ્રી કૃષ્ણ સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ તેની નવ થીમ આધારિત ગેલેરીઓ હશે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના તત્ત્વજ્ઞાનના અલગ-અલગ પાસાં રજૂ કરવામાં આવશે. શ્રી કૃષ્ણના જન્મ અને બાળલીલાઓથી શરૂ થતી આ યાત્રામાં ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિયા નાગનું મર્દન અને રાસલીલા જેવા પ્રસંગો રજૂ થશે. આ ઉપરાંત મથુરા ગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં શ્રી કૃષ્ણની નિર્ણાયક ભૂમિકા પણ દર્શાવવામાં આવશે. શિલ્પો, ચિત્રો, કળાકૃતિઓ, હસ્તકલા અને પ્રતિકૃતિઓ દ્વારા આ પ્રસંગોને દૃશ્યાત્મક રીતે રજૂ કરવામાં આવશે.
3D પ્રોજેક્શનથી જીવંત બનશે સાંસ્કૃતિક વારસો
નવી પેઢીને ઐતિહાસિક અને સાંસ્કૃતિક જ્ઞાન સાથે જોડવા માટે સંગ્રહાલયમાં અદ્યતન ડિજિટલ અને ઇમર્સિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં Immersive Audio-Visual Presentations, Interactive Digital Displays, 3D Projection Mapping, Touchscreen Information Kiosks અને Motion Sensor આધારિત અનુભવોનો સમાવેશ થશે. આ ઉપરાંત Thematic Lighting, Soundscape, Digital Storytelling અને Multimedia Projectionને પણ સંગ્રહાલયના અનુભવ સાથે જોડવામાં આવશે. ટેકનોલોજી દ્વારા શ્રી કૃષ્ણના જીવનપ્રસંગો અને તેમના ઉપદેશોને માત્ર વાંચવા કે સાંભળવા કરતાં અનુભવના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આધુનિક સુવિધાઓ સાથે મુલાકાતીઓ માટે વ્યવસ્થા
સંગ્રહાલયમાં મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને Digital Information System, Visitor Desk અને દિવ્યાંગજનો માટે પ્રવેશની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત કેફે, Souvenir Shop અને સુવ્યવસ્થિત Parking જેવી સુવિધાઓ પણ પ્રકલ્પનો ભાગ છે. આ વ્યવસ્થાઓ સાથે સંગ્રહાલયને જ્ઞાન, આધ્યાત્મિકતા અને શૈક્ષણિક અનુભવનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
દ્વારકાના પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે મહત્વ
દ્વારકામાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ ભાવિકો અને પ્રવાસીઓ આવે છે. દ્વારકાધીશ મંદિર, પૌરાણિક પરંપરા અને સમુદ્રકિનારો શહેરની ઓળખનો ભાગ છે. આ સંગ્રહાલય ધાર્મિક દર્શન ઉપરાંત સાંસ્કૃતિક અભ્યાસ, ઇતિહાસની સમજ અને ટેકનોલોજી આધારિત અનુભવ માટેનું સ્થળ બની શકે છે. આવા પ્રકલ્પથી સ્થાનિક પ્રવાસનને વેગ મળવાની સાથે પરિવહન, હસ્તકલા, સ્થાનિક વેપાર અને આતિથ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નવી તકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને નવી દિશા
શ્રી કૃષ્ણ સંગ્રહાલય પરંપરાગત વારસાને આધુનિક અભિગમ સાથે નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનદર્શન અને ભગવદ્ ગીતાના સંદેશને આધુનિક માધ્યમોથી રજૂ કરીને દ્વારકાની સાંસ્કૃતિક ઓળખને વધુ વ્યાપક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : GST દરોમાં ઘટાડા છતાં ગુજરાતની GST આવકમાં 35%નો ઉછાળો
આ પણ જુઓ:
Also Read

બોટાદમાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ, NH-51 માટે 209 હેક્ટર જમીન સંપાદનની તૈયારી

GST દરોમાં ઘટાડા છતાં ગુજરાતની GST આવકમાં 35%નો ઉછાળો

જાપાની રોકાણકારોને ગુજરાતનું આમંત્રણ! ટોક્યોમાં હર્ષ સંઘવીની 20 બેઠકો, 2 રાઉન્ડટેબલ સંવાદ

જામનગરમાં રુબિયોની ‘રિફાઈનરી ડિપ્લોમસી’! રિલાયન્સની રિફાઈનિંગ તાકાત પર અમેરિકાની નજર

ED Search Operation : ભાવનગરથી ‘મલ્ટિબેગર’ શેરની ટિપ્સનું કથિત નેટવર્ક! ગુજરાતનાં 4 શહેરોમાં EDની તપાસ, ₹200 કરોડનાં ટ્રેડિંગ ખાતાં ફ્રીઝ

Vibrant Gujarat : 22 દેશ, 8 શહેર અને 6 સેક્ટર્સ! ગુજરાતનું મેગા ઇન્વેસ્ટમેન્ટ મિશન

Gujarat-Japan Ties: જાપાનથી ગુજરાત સુધી બિઝનેસ નેટવર્ક મજબૂત કરવા હર્ષ સંઘવીની હાકલ





