KuberaNowLogo
Tuesday, 01/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઓગસ્ટમાં ગુજરાતના GST કલેક્શનમાં 28%ની વૃદ્ધિ

ગુજરાતને ઓગસ્ટ 2026માં GST હેઠળ ₹8,312 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 28% વધુ છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિનામાં રાજ્યની GST આવક ₹41,691 કરોડ સુધી પહોંચી છે.

KuberaNow
desk@kuberanow1 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
gst
રાષ્ટ્રીય સરેરાશથી આગળ ગુજરાત, GST આવક 28% વધીAI GENERATED IMAGE

ગુજરાતની GST આવકમાં ઓગસ્ટ 2026 દરમિયાન મજબૂત વધારો નોંધાયો છે. રાજ્યને ઓગસ્ટમાં GST હેઠળ ₹8,312 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનાના ₹6,490 કરોડની સરખામણીએ 28% વધુ છે. રાજ્યની GST આવક વૃદ્ધિ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ નોંધપાત્ર રીતે વધારે રહી છે. પ્રેસનોટ મુજબ ઓગસ્ટમાં રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિદર 14.8% રહ્યો હતો.


પાંચ મહિનામાં GST આવક ₹41,691 કરોડ

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના એટલે કે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ગુજરાતને GST હેઠળ કુલ ₹41,691 કરોડની આવક થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આવક ₹32,490 કરોડ હતી. આ રીતે પાંચ મહિનામાં પણ GST આવકમાં વાર્ષિક ધોરણે આશરે 28%નો વધારો નોંધાયો છે.


આ પણ વાંચો: ભાવનગર પરા યાર્ડનું થશે આધુનિકીકરણ, ₹125 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી



VATમાંથી ₹3,047 કરોડની આવક

ઓગસ્ટ 2026માં રાજ્યને GST ઉપરાંત અન્ય કરમાંથી પણ નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યને VAT હેઠળ ₹3,047 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ ₹1,125 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹22 કરોડની આવક થઈ છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ઓગસ્ટમાં UPIનો નવો રેકોર્ડ, 24.51 અબજ ટ્રાન્ઝેક્શનથી ₹29.82 લાખ કરોડની ચુકવણી
  2. TBZના શેરમાં લાગી 20 ટકાની અપર સર્કિટ
  3. ભારતીય શેરબજાર ફ્લેટ ખૂલ્યા પછી 200 પોઇન્ટ ડાઉન થયા પછી પોઝિટિવ ઝોનમાં
  4. Stocks In News |1 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. ખાંડના ભાવ કાબૂમાં લેવા સરકારનો મોટો નિર્ણય, ડીલરોની સ્ટોક લિમિટ અડધી કરી
  2. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  3. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  4. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો
  2. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM