લગ્ન બાદ પણ ખેડૂત પુત્રીનો જમીન પર હક, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી લગ્ન બાદ પણ પોતાની ખેડૂત તરીકેની ઓળખ અને વારસાગત જમીન અધિકાર ગુમાવતી નથી. કોર્ટે મહેસૂલી રેકોર્ડમાંથી દૂર કરાયેલ નામ ફરીથી દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના જમીન અને સંપત્તિ અધિકારોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી લગ્ન પછી પણ પોતાની ખેડૂત તરીકેની ઓળખ અને જમીન પરનો વારસાગત અધિકાર ગુમાવતી નથી. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાની એક મહિલાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે મહેસૂલી રેકોર્ડમાંથી કોઈ મહિલાનું નામ છેતરપિંડી અથવા ગેરરીતિથી દૂર કરવામાં આવે તો પણ તેનો મૂળ કાયદાકીય દરજ્જો સમાપ્ત થતો નથી. ખોટી રીતે નામ રદ કરવાથી મહિલાના વારસાગત અધિકારો પર અસર થઈ શકે નહીં.
પોરબંદર કલેક્ટરનો આદેશ રદ
જસ્ટિસ દિવ્યેશ એ. જોષીની ખંડપીઠે પોરબંદર કલેક્ટર દ્વારા 19 ઓગસ્ટ 2016ના રોજ આપવામાં આવેલો આદેશ રદ કર્યો હતો. કોર્ટે 26 મે 1990ની મૂળ મહેસૂલી નોંધોને ફરીથી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.
જમીન વિવાદ બાદ મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો
આ કેસ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાની મહિલા સાથે જોડાયેલો હતો. જમીન સંબંધિત મહેસૂલી પ્રક્રિયામાં ત્રીજા પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ વિવાદ ઊભો થયો હતો. પોતાના હક માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં કોર્ટે તેના વારસાગત અધિકારને માન્ય રાખ્યો હતો.
- હાઇકોર્ટનો ઐતિહાસિક ફેંસલો: લગ્ન થયા પછી પણ દીકરીનો પિતાની ખેતીની જમીન પર કાયદેસરનો વારસાઈ હક અકબંધ રહેશે.
- નામ કમી નહીં થાય: માત્ર લગ્નના કારણસર રેવન્યુ રેકોર્ડ (7/12)માંથી પુત્રીનું નામ રદ કરવાનો મહેસૂલી તંત્રનો નિર્ણય ગેરકાયદે.
- ખેડૂત દરજ્જો યથાવત: હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ દીકરીને જન્મથી સમાન હિસ્સો અને ખેડૂત ખાતેદારનો સંપૂર્ણ દરજ્જો મળશે.
આ પણ વાંચો : પેટ્રોલ પંપ પર UPI બંધ? ‘NO UPI’ના પાટિયાથી ગ્રાહકોમાં મૂંઝવણ
આ પણ જુઓ :

Advertisement by KuberaNow
Market
See more- HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
- BSE સેન્સેક્સ CASના લીધે આંચકાજનક રીતે ફ્લેટ બંધ, નિફ્ટી વધીને બંધ આવ્યો
- Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
- શાપૂરજી પલોનજી ગ્રુપના વડાએ ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

