KuberaNowLogo
Saturday, 19/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gujarat Monsoon 2026: રાજ્યમાં 31 ઇંચ વરસાદ, 85 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 224 તાલુકાઓમાં સરેરાશ 17.20 મીમી વરસાદ થયો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gujarat Monsoon
Gujarat Monsoon AI Generated Image

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આજ રોજ સવારે 6 કલાક સુધીમાં કુલ એકંદર 31 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88 ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.56 ટકા અને કચ્છ ઝોનમાં 57.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

 

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 224 તાલુકાઓમાં સરેરાશ 17.20 મીમી વરસાદ થયો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 2.87 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 2.52 ઇંચ અને નર્મદાના દેડિયાપાડામાં 2.40 ઇંચ વરસાદ વરસ્યો છે.

 

જળાશયો અને ડેમની સ્થિતિ


સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના 96 ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 70.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ 30 ડેમ 100 ટકા ભરાયેલા છે, 38 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 40 ડેમ 25 થી 50 ટકા અને 73 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે 45 ડેમ હાઇ એલર્ટ, 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

 

સ્થળાંતર, રેસ્ક્યૂ અને રાહત કામગીરી


ચોમાસાની શરૂઆતથી તા. 1 જૂન, 2026 થી 18 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રાજ્યમાં કુલ 85456 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 9822 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ નવસારીમાંથી 29198, વલસાડમાંથી 22214 અને સુરતમાંથી 17992 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં NDRFની 10 ટીમો અને SDRFની 28 ટીમ તૈનાત રાખવામાં આવી છે, જ્યારે 4 NDRF અને 5 SDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.


આ પણ વાંચો: AIથી 2030માં દુનિયાનો અંત? Nvidia CEOનું મોટું નિવેદન


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. બજાર આગામી સપ્તાહઃ નિફ્ટીએ આગળ વધવા માટે 23,500-23,600 પર ટકવું પડશે
  2. 33 હજાર કરોડ રૂપિયાના ટેક્સ્ટાઇલ્સ રિસાઇકલિંગ સેક્ટરના બે ઝળહળતા સિતારા
  3. સોમવારે બજાર પર આ બે સ્ટોક્સ પર રાખો ચાંપતી નજર
  4. Motilal Oswal Top Stock Picks: મોતીલાલ ઓસવાલની પસંદગીના 3 શેર, 25% સુધી અપસાઇડની શક્યતા

Economy

See more
  1. FCNR (B) ડિપોઝિટ સ્કીમ બેન્કો માટે પાંચ લાખ કરોડનો Notional Profit કરી શકે
  2. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  3. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
  4. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
  2. Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
  3. EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
  4. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM