KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતના લગભગ 30% જનધન ખાતા નિષ્ક્રિય, સંખ્યા 57.50 લાખ પહોંચી

ગુજરાતમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 2.01 કરોડથી વધુ ખાતા છે, પરંતુ તેમાં આશરે 29% એટલે કે 57.50 લાખ ખાતા લાંબા સમયથી કોઈ નાણાકીય વ્યવહાર વિના નિષ્ક્રિય છે. સાથે લગભગ 14.15 લાખ ખાતામાં શૂન્ય બેલેન્સ છે.

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
jandhan
ગુજરાતમાં દર 10માંથી લગભગ 3 જનધન ખાતા નિષ્ક્રિયAI Generated Image

ગુજરાતમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ મોટી સંખ્યામાં બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે, પરંતુ તેમાંના લાખો ખાતા હવે નિષ્ક્રિય સ્થિતિમાં છે. અહેવાલ મુજબ રાજ્યમાં કુલ જનધન ખાતાઓમાંથી આશરે 29% ખાતા હાલ નિષ્ક્રિય છે. એટલે કે દર 10 ખાતામાંથી લગભગ 3 ખાતામાં લાંબા સમયથી કોઈ નાણાકીય વ્યવહાર થયો નથી. ગુજરાતમાં જનધન ખાતાધારકોની કુલ સંખ્યા 2.01 કરોડથી વધુ છે. તેમાંથી આશરે 57.50 લાખ ખાતા લાંબા સમયથી ઉપયોગમાં લેવાયા નથી.


રાષ્ટ્રીય સરેરાશ કરતાં નિષ્ક્રિય ખાતાનો દર વધુ

અહેવાલ મુજબ ગુજરાતમાં નિષ્ક્રિય જનધન ખાતાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે 2.6 ટકાંશ વધારે છે. નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતાઓ કરતાં પણ ઘણી વધુ છે, જે બેન્કિંગ વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વનો મુદ્દો બની રહ્યો છે.


14.15 લાખ ખાતામાં શૂન્ય બેલેન્સ

ગુજરાતમાં આશરે 14.15 લાખ જનધન ખાતામાં શૂન્ય બેલેન્સ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ કુલ જનધન ખાતાઓના આશરે 7.04% જેટલા થાય છે. અહેવાલ મુજબ આ પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે.


મહિલાઓની ભાગીદારી વધુ

જનધન ખાતાધારકોમાં મહિલાઓનો હિસ્સો પુરુષોની સરખામણીએ થોડો વધુ છે. અહેવાલ મુજબ રાજ્યના કુલ જનધન ખાતાધારકોમાં આશરે 51.3% મહિલાઓ અને 48.7% પુરુષો છે.


ખાતાઓમાં ₹12,804 કરોડ જેટલી જમા રકમ

અહેવાલ મુજબ ગુજરાતના જનધન ખાતાઓમાં કુલ આશરે ₹12,804 કરોડની રકમ જમા છે. આ દર્શાવે છે કે મોટી સંખ્યામાં ખાતાધારકો યોજનાનો સક્રિય ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ 57.50 લાખ ખાતાનું નિષ્ક્રિય રહેવું યોજનાના વાસ્તવિક ઉપયોગ અંગે પ્રશ્ન ઊભો કરે છે.


દર 10માંથી લગભગ 3 ખાતા નિષ્ક્રિય

એક તરફ લાખો લોકો જનધન ખાતાનો ઉપયોગ બચત અને સરકારી લાભ મેળવવા માટે કરે છે, જ્યારે બીજી તરફ દર 10માંથી લગભગ 3 ખાતા લાંબા સમયથી ઉપયોગમાં નથી. અહેવાલમાં નિષ્ક્રિયતા પાછળ DBT લાભ નિયમિત ન મળવો અથવા ખાતાધારકોમાં પૂરતી જાણકારીનો અભાવ જેવા કારણોની શક્યતા દર્શાવવામાં આવી છે.


આ પણ વાંચો : ઓગસ્ટમાં ઓટો વેચાણને સ્થાનિક બજારનો સહારો, નિકાસમાં 17%નો ઘટાડો

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM