KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

મહારાષ્ટ્ર સ્થિત ગોદાવરી બાયોરિફાઇનરીઝ બાયોબેઝ્ડ કેમિકલ્સ, ઇથેનોલ, સુગર અને પાવરનું ઉત્પાદન કરે છે.

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Godavari
AI GENERATED IMAGE

અમદાવાદઃ ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર બુધવારે 13 ટકાથી વધુ વધ્યો છે. કંપનીને ચાઇનીઝ પેટન્ટ ઓફિસ તરફથી તેની એપ્લિકેશન વાઇરલ ઇન્ફેક્શન્સ માટે સારવારના કમ્પાઉન્ડ્સને મંજૂરી મળવાના પગલે તેનો શેર વધ્યો છે.  કંપનીએ જણાવ્યું હતું કે એક્સ્ચેન્જ ફાઇલિંગ મુજબ પેટન્ટ કમ્પાઉન્ડ્સના વ્યાપક ઉપયોગને આવરી લે છે. કંપની વાઇરલ ઇન્ફેકશન્સની સારવાર કરતી દવાઓનું ઉત્પાદન કરવાની છે. આના પગલે કંપનીના શેરે દિવસ દરમિયાન 258.50 રૂપિયાની નવી ટોચ બનાવી હતી.


કંપની પાસે તેના દ્વારા ઉત્પાદિત કરવામાં આવનારા કમ્પાઉન્ડ્સની પેટન્ટ છે. કંપનીને જાપાનની પેટન્ટ ઓફિસની મંજૂરી મળ્યા પછી હવે તેને ચાઇનીઝ પેટન્ટ ઓફિસની પણ મંજૂરી મળી છે. જાપાનની પેટન્ટ ઓફિસે કેન્સરની સારવાર માટે મંજૂરી આપી છે. જાપાનની પેટન્ટ ઓફિસે જૂન 2026માં 5-હાઇડ્રોક્સી-1,4- નેપ્થાલીનડિયોનનો કેન્સરની સારવાર માટે ઉપયોગ કરવા મંજૂરી મળી છે.  તે બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં ઉપયોગી છે.


મહારાષ્ટ્ર સ્થિત ગોદાવરી બાયોરિફાઇનરીઝ બાયોબેઝ્ડ કેમિકલ્સ, ઇથેનોલ, સુગર અને પાવરનું ઉત્પાદન કરે છે. કંપની ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ, ફ્લેવર્સ અને ફ્રેગરન્સીસ, ફ્યુઅલ, પર્સનલ કેર અને કોસ્મેટિક્સનું ઉત્પાદન કરે છે.


કંપનીના શેરનું ઓક્ટોબર 2024માં રૂ. 308ના ભાવે લિસ્ટિંગ થયુ હતુ. કંપની રૂ. 352ના આઇપીઓ પ્રાઇસ સામે 12.5 ટકા ડિસ્કાઉન્ટે રૂ.308 પર લિસ્ટ થઈ હતી. તેના શેરે બીએસઈ પર રૂ. 310.55 કે 11.7 ટકાના ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ થયુ હતુ.


કંપનીનો આઇપીઓ રૂ. 555 કરોડનો હતો અને રૂ. 325 કરોડના ફ્રેશ ઇશ્યૂ દ્વારા ઓફર-ફોર-સેલ (ઓએફએસ)ના 65.27 લાખ શેરોની મદદથી કંપનીએ ઉપલી પ્રાઇસ બેન્ડે રૂ. 230 કરોડ એકત્રિત કર્યા હતા. કંપનીના શેરનો ભાવ પ્રતિ શેર રૂ. 334થી રૂ. 352 હતો.


આ ઇશ્યૂ 1.83 ગણો ભરાયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ્સનો હિસ્સો 2.76 ગણો અને રિટેલ હિસ્સો 1.71 ગણો ભરાયો હતો. જ્યારે બિનસંસ્થાકીય રોકાણકારનો હિસ્સો 90 ટકા હતો. બીએસઈ પર ગોદાવરીનો શેર 258.50ની ટોચ બનાવી હતી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM