KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો

બીએસઇ પર તેના શેરે 10 ટકા ડિસ્કાઉન્ટે એટલે કે રૂ. 610ના ભાવે ટ્રેડિંગનો પ્રારંભ કર્યો હતો

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Prasol Chemicals
AI GENERATED IMAGE

મુંબઈઃ Prasol Chemicalsનો શેર બુધવારે બીએસઇ પર 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી તેટલો જ વધ્યો હતો અને છેવટે તે ભાવોભાવથી થોડો જ નીચે રૂ. 672 પર બંધ આવ્યો હતો. બીએસઇ પર તેના શેરે 10 ટકા ડિસ્કાઉન્ટે એટલે કે રૂ. 610ના ભાવે ટ્રેડિંગનો પ્રારંભ કર્યો હતો અને તેણે રૂ. 600નું તળિયું બનાવ્યું હતું.  તેનો આઇપીઓ પ્રાઇસ રૂ. 676 છે.


સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદક Prasol Chemicals Ltd નો રૂ. 500 કરોડનો પ્રારંભિક પબ્લિક ઓફર (IPO) 8-10 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ 3.30 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. સંસ્થાકીય ખરીદદારો(QIB) નો હિસ્સો 7.22 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકાર (NII) અને રિટેલ હિસ્સો અનુક્રમે 1.80 ગણો અને 1.70 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.


Prasol Chemicals Ltd પ્રતિ ઇક્વિટી શેર રૂ. 643-676 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. IPO ખુલ્લો થયા પહેલા, કંપનીએ 7 સપ્ટેમ્બરે એન્કર રોકાણકારો પાસેથી લગભગ રૂ. 150 કરોડ એકત્ર કર્યા હતા. BSE વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા પરિપત્ર મુજબ, કંપનીએ રૂ. 676 પ્રતિ શેરના ભાવે એન્કર રોકાણકારોને 22.19 લાખ ઇક્વિટી શેર ફાળવ્યા હતા. ફાળવણીનું કુલ મૂલ્ય રૂ. 149.99 કરોડ હતું.


એન્કર રોકાણકારોમાં આદિત્ય બિરલા સન લાઈફ ઇન્શ્યોરન્સ કંપની, ટાટા AIA લાઈફ ઇન્શ્યોરન્સ કંપની, ટર્નઅરાઉન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, ITI મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, એડેલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ સામેલ હતા. જાહેર ઓફરમાં રૂ. 80 કરોડ સુધીના નવા શેર (ફ્રેશ ઇશ્યૂ) અને હાલના વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 420 કરોડ સુધીના શેર્સની ઓફર ફોર સેલ (OFS) સામેલ હતી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM