
સાબરમતી કોચિંગ ડેપો બન્યો આધુનિક ટેકનોલોજીનું નવું કેન્દ્ર
પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત સાબરમતી કોચિંગ ડેપોમાં રિટ્રેક્ટેબલ OHEની સ્થાપના

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતી (SBT) ખાતે પ્રથમ વખત રિટ્રેક્ટેબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ અત્યાધુનિક સિસ્ટમ રિટ્રેક્ટેબલ રિજિડ ઓવરહેડ કંડક્ટર સિસ્ટમ (RRCS) તરીકે ઓળખાય છે.
ડેપો પરિસરમાં કુલ 620 મીટરની લંબાઈમાં આ આધુનિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિસ્ટમ મોટરચાલિત, પિટ-માઉન્ટેડ ઓવરહેડ કંડક્ટર વ્યવસ્થા છે, જેને ખાસ કરીને ઇલેક્ટ્રિફાઇડ રેલ કોચિંગ ડેપો, લોકો શેડ અને લોડિંગ સાઇડિંગ્સમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
રિટ્રેક્ટેબલ OHE ઇલેક્ટ્રિક લોકોમોટિવને ટ્રેક્શન પાવર પ્રદાન કરે છે, તેમજ જરૂરિયાત મુજબ કંડક્ટર રેલને યાંત્રિક રૂપે હટાવવાની (રિટ્રેક્ટ)ની સુવિધા પણ આપે છે, જેથી જાળવણીના કામ દરમિયાન પૂરતું ઓવરહેડ ક્લિયરન્સ સુનિશ્ચિત કરી શકાય.
તેની રિટ્રેક્ટેબલ OHE (RRCS) સિસ્ટમની ખાસ લાક્ષણિકતા જોઈએ તો OHEને બંધ (ડી-એનર્જાઇઝ) કરીને અને અલગ કર્યા બાદ કોચની છત પર સુરક્ષિત કામ કરી શકાય છે.યોગ્ય અર્થિંગની વ્યવસ્થાથી વીજળીના જોખમમાં ઘટાડો થાય છે. આકસ્મિક રીતે કરંટ લાગવાની સંભાવના ઘટે છે. તેનાથી મેન્ટેનન્સ સ્ટાફ માટે વધુ સુરક્ષા મળે છે.
ડીઝલ શન્ટિંગની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. હવે કોચને સીધા ઇલેક્ટ્રિક પાવરથી ચલાવી શકાય છે. ડેપોમાં ડીઝલ એન્જિનની જરૂરિયાત રહેશે નહીં. આથી ધુમાડો, પ્રદૂષણ અને અવાજમાં ઘટાડો થશે આ સિવાય સમયની બચત થાય છે. કોચને સીધા મેન્ટેનન્સ લાઇન પર લઈ જઈ શકાય છે. આથી કોચની તૈયારી ઝડપથી થશે અને સંચાલન ઝડપી બનશે. વધુ સારું સંચાલન અને ફ્લેક્સિબિલિટી રહે છે. જરૂરિયાત મુજબ ઓવરહેડ લાઇનને હટાવી શકાય છે. એકસાથે મેન્ટેનન્સ અને સ્ટેબલિંગનું કાર્ય શક્ય છે.
આ આધુનિક વ્યવસ્થા સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સંચાલન ક્ષમતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પશ્ચિમ રેલવેનો આ પ્રયાસ રેલ સેવાઓને વધુ સુરક્ષિત, ઝડપી તથા પર્યાવરણને અનુકૂળ બનાવવામાં સહાયક સાબિત થશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
