Adidasના ગુરુગ્રામ ટેક હબમાં મોટી છટણી, 350 કર્મચારીઓની નોકરી પર સંકટ
જર્મનીની સ્પોર્ટ્સ ક્ષેત્રે સામગ્રી બનાવતી કંપની Adidasએ ભારતમાં કેટલાક કર્મચારીઓની છટણી કરશે. અહેવાલો પ્રમાણે ગુરુગ્રામ સ્થિત ટેક હબના લગભગ 350 કર્મચારીઓ પ્રભાવિત થઈ શકે છે.

જર્મનીની સ્પોર્ટ્સ ક્ષેત્રે સામગ્રી બનાવતી કંપની Adidasએ ભારતમાં કેટલાક કર્મચારીઓની છટણી કરશે. અહેવાલો પ્રમાણે ગુરુગ્રામ સ્થિત ટેક હબના લગભગ 350 કર્મચારીઓ પ્રભાવિત થઈ શકે છે. જોકે, કંપનીએ આ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તેના સમગ્ર ભારતીય ટેક્નોલોજી સંગઠન પર અસર 20%થી ઓછી હોવાનું જણાવ્યું છે.
Adidasએ ભારતમાં પોતાની ટેક્નોલોજી ટીમનાં કેટલાક પદો ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. અહેવાલ પ્રમાણે ગુરુગ્રામના ટેક હબમાં કાર્યરત લગભગ 700 કર્મચારીઓમાંથી 350 કે તેથી વધુ કર્મચારીઓની નોકરી પ્રભાવિત થઈ શકે છે. આ સંખ્યા હબના કુલ કર્મચારીઓના આશરે 45%થી 50% જેટલી થાય છે. મળતી માહિતી પ્રમાણે ફેરફારની અસર તેના સમગ્ર ભારતીય ટેક્નોલોજી સંગઠનના 20%થી ઓછા કર્મચારીઓ સુધી મર્યાદિત છે.
કર્મચારીઓને 15 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય અંગે જાણ કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે પ્રભાવિત કર્મચારીઓને બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ જૂથના કેટલાક કર્મચારીઓને એ જ દિવસે વિદાયપત્ર આપવામાં આવ્યા હતા. બીજા જૂથને 15 ડિસેમ્બર સુધી કંપનીમાં ચાલુ રહેવા જણાવાયું છે. આ સમયગાળા દરમિયાન તેમને અન્ય ટેક્નોલોજી કેન્દ્રોના કર્મચારીઓને કામનો હસ્તાંતરણ કરવાનો રહેશે. છટણીથી સોફ્ટવેર એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ અને ડેટા એન્જિનિયર જેવા ટેક્નિકલ પદો પ્રભાવિત થયાનું જણાવાયું છે. કર્મચારીઓને મળનારા વળતર, નોટિસનો પગાર અને પુનઃનિયુક્તિ સહાય અંગે ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને યોગ્ય સહાય આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેણે સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બજાર છે અને દેશનું ટેક હબ નવીનતા, વૃદ્ધિ તથા ડિજિટલ પરિવર્તનમાં અગત્યની ભૂમિકા ભજવતું રહેશે.
આ પણ વાંચો:9 સરકારી બેન્કોના મર્જર અંગે કેન્દ્ર સરકારની મોટી સ્પષ્ટતા

Advertisement by KuberaNow
Market
See more- NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
- UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
- શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
- ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

