8 કોચ, 249ની સ્પીડ; દેશની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેનની ઝલક આવી સામે
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પહેલી ટ્રેનના કોચ અને ક્ષમતાની વિગતો સામે આવી છે. BEML દ્વારા તૈયાર થતી B28 ટ્રેનમાં 8 કોચ હશે અને તેમાં 616 મુસાફરો મુસાફરી કરી શકશે.

ભારતની પહેલી બુલેટ ટ્રેનને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં દોડનારી આ ટ્રેનના કોચ, મુસાફર ક્ષમતા અને ડિઝાઇન અંગે વિગતો જાહેર થઈ છે. BEML દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી B28 બુલેટ ટ્રેનમાં આધુનિક સુવિધાઓ સાથે કુલ 616 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા હશે. આ ટ્રેનને તબક્કાવાર શરૂ કરવાની યોજના છે. શરૂઆતમાં વાપીથી સુરત વચ્ચેના 100 કિલોમીટર રૂટ પર 2027માં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

B28 ટ્રેનમાં હશે 8 કોચ
બેંગલુરુ સ્થિત ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા દેશની પ્રથમ સ્વદેશી B28 બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે.
આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે, જેમાં:-
- 7 કોચ સ્ટાન્ડર્ડ ક્લાસના હશે.
- 1 કોચ એક્ઝિક્યુટિવ ક્લાસનો હશે.
- ટ્રેનમાં કુલ 616 મુસાફરો બેસી શકશે.
એક્ઝિક્યુટિવ ક્લાસમાં મળશે ખાસ સુવિધાઓ
B28 ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં મુસાફરો માટે વધુ આરામદાયક સુવિધાઓ રાખવામાં આવી છે.
આ કોચમાં:
- 2-2 બેઠક વ્યવસ્થા
- વધુ લેગ સ્પેસ
- આરામદાયક સીટ
- મોટી બારીઓ
- સામાન રાખવા માટે મોટી રેક જેવી સુવિધાઓ આપવામાં આવશે.
249 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન
B28 બુલેટ ટ્રેનની ડિઝાઇન સ્પીડ 280 કિ.મી. પ્રતિ કલાક રાખવામાં આવી છે. જોકે, તેને 249 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચલાવવાનું આયોજન છે. BEML દ્વારા આ પ્રકારની કુલ 47 ટ્રેન તૈયાર કરવામાં આવશે.
2027માં ટ્રાયલ, 2030 સુધીમાં સંપૂર્ણ રૂટનું લક્ષ્ય
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બે પ્રોટોટાઇપ ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાની યોજના છે. ટ્રાયલ સફળ થયા બાદ સુરત-વાપી વચ્ચેના 100 કિ.મી. રૂટ પર પ્રથમ બુલેટ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ 2030 સુધીમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેના સમગ્ર રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આવક, રોકાણ અને બચત છતાં ભારતીય પરિવારોની નાણાકીય સુરક્ષા નબળી: રિપોર્ટ
આ પણ જુઓ :

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

