KuberaNowLogo
Monday, 28/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Taxpayers માટે રાહત! ટેક્સ ઓડિટ કેસમાં ITR ફાઇલિંગની ડેડલાઇન લંબાઈ

CBDTએ Assessment Year 2026-27 માટે Tax Audit હેઠળ આવતા કરદાતાઓને મોટી રાહત આપી છે. હવે આવા કરદાતાઓ 31 ઓક્ટોબર 2026ના બદલે 21 નવેમ્બર 2026 સુધી ITR ફાઇલ કરી શકશે. Tax Audit Report સબમિટ કરવાની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારીને 21 ઓક્ટોબર 2026 કરવામાં આવી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 28 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
ITR
ITR Filingની છેલ્લી તારીખમાં ફેરફારAI Generated Image

Income Tax Return Filing કરતા કરદાતાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ Assessment Year 2026-27 માટે Tax Audit હેઠળ આવતા કરદાતાઓને રાહત આપી છે. હવે આવા કરદાતાઓને ITR ફાઇલ કરવા માટે વધુ સમય મળશે.


CBDTના 28 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા નિર્ણય મુજબ, Income-tax Act, 1961ની કલમ 139 હેઠળ આવતી ચોક્કસ કેટેગરીના કરદાતાઓ માટે ITR Filingની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.


ITR Filingની નવી છેલ્લી તારીખ 21 નવેમ્બર

Tax Audit લાગુ પડતા કરદાતાઓ માટે AY 2026-27નું ITR Filing હવે 21 નવેમ્બર 2026 સુધી કરી શકાશે. અગાઉ આ કેટેગરીના કરદાતાઓ માટે ITR ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 હતી. CBDTના નવા નિર્ણયથી તેમને લગભગ ત્રણ સપ્તાહનો વધારાનો સમય મળશે.


Tax Audit Report માટે પણ સમય વધારાયો

CBDTએ માત્ર ITR Filingની સમયમર્યાદા જ નહીં પરંતુ Tax Audit Report રજૂ કરવાની તારીખમાં પણ વધારો કર્યો છે. હવે AY 2026-27 માટે Tax Audit Report સબમિટ કરવાની નવી છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2026 રહેશે. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2026 હતી.


કયા કરદાતાઓને મળશે લાભ?

આ સમયવધારો મુખ્યત્વે એવા કરદાતાઓ માટે છે જેમના માટે Income Tax Act હેઠળ Tax Audit કરાવવું ફરજિયાત છે. આમાં સામાન્ય રીતે બિઝનેસ અને પ્રોફેશનલ કેટેગરીના એવા કરદાતાઓ સામેલ થાય છે, જેમને પોતાના નાણાકીય હિસાબોની ઓડિટ કરાવવાની જરૂર હોય છે.


CBDTએ કેમ લીધો નિર્ણય?

Tax Audit સાથે જોડાયેલા નાણાકીય દસ્તાવેજો, વિગતો અને રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં વધુ સમય લાગતો હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને CBDTએ ITR Filing અને Audit Report માટે વધારાનો સમય આપવાનો નિર્ણય લીધો છે.


નવા સમયપત્રક મુજબ:-

ITR


CBDTએ જણાવ્યું છે કે આ નિર્ણય અંગે વિગતવાર સત્તાવાર ઓર્ડર અને નોટિફિકેશન અલગથી જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો : ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો


આ પણ જુઓ :



Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. શેરબજારમાં 'શ્રાદ્ધપક્ષ': સેન્સેક્સ 1124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ ડૂબ્યાં
  2. ESDS સોફ્ટવેર સોલ્યુશન શેર પ્રાઇસમાં સળંગ બીજા દિવસે લોઅર સર્કિટ
  3. NSEનો શેર IPO પ્રાઇસથી પણ નીચે ઉતરી ગયો
  4. Zydus Lifesciences Share: નબળા બજારમાં પણ શેર 52 સપ્તાહની ટોચે!

Economy

See more
  1. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  2. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
  3. વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
  4. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  2. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  3. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  4. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM