તહેવારોની ખરીદીથી ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 20%નો ઉછાળો, ઓક્ટોબરમાં ₹2.45 લાખ કરોડનો ખર્ચ
નવરાત્રી અને દિવાળીની ખરીદી વધતા ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. RBIના ડેટા મુજબ, સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં ખર્ચ 20% વધીને ₹2.45 લાખ કરોડ થયો.

Credit Card Spending: નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન ખરીદીમાં વધારો થતા ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2026ની સરખામણીએ ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલો ખર્ચ 20% વધીને ₹2.45 લાખ કરોડ થયો છે. સપ્ટેમ્બરમાં આ ખર્ચ ₹2.04 લાખ કરોડ હતો.
એક વર્ષમાં ખર્ચ 14.40% વધ્યો
ઓક્ટોબર 2025ની સરખામણીએ ઓક્ટોબર 2026માં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલા કુલ ખર્ચમાં 14.40%નો વધારો નોંધાયો છે. એટલે કે, તહેવારોની ખરીદી સાથે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વાર્ષિક ધોરણે પણ વધ્યો છે.
નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુમાં મોટો ઉછાળો
ઓક્ટોબરમાં નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ઓક્ટોબર 2025માં બેન્કોએ 6.28 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કર્યા હતા, જ્યારે ઓક્ટોબર 2026માં આ સંખ્યા વધીને 14 લાખ થઈ હતી. સપ્ટેમ્બર 2026માં નવા ક્રેડિટ કાર્ડનો ઉમેરો 12.60 લાખ રહ્યો હતો. આમ, ઓક્ટોબરમાં નવા કાર્ડ ઇસ્યુ કરવાની સંખ્યા સપ્ટેમ્બરની સરખામણીએ પણ વધી છે.
દેશમાં 12.67 કરોડ ક્રેડિટ કાર્ડ
ભારતમાં હાલમાં કુલ આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ કાર્ડની સંખ્યા 12.67 કરોડ છે. ઓક્ટોબર 2025માં આ સંખ્યા 11.41 કરોડ હતી. આ આંકડા દર્શાવે છે કે એક વર્ષના સમયગાળામાં ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડની વધતી સંખ્યામાં UPI સાથે RuPay ક્રેડિટ કાર્ડને લિંક કરવાની સુવિધાએ પણ ભૂમિકા ભજવી રહી હોવાનું જણાવાયું છે. આ સુવિધાને કારણે ક્રેડિટ કાર્ડની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.
પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં 32%નો વધારો
ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટની સંખ્યામાં પણ વાર્ષિક ધોરણે 32%નો વધારો થયો છે. ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ 68.30 કરોડ પેમેન્ટ થયા હતા. જોકે, ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યામાં વધારો થતાં એક કાર્ડ દીઠ સરેરાશ ખર્ચમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર 2025માં પ્રતિ કાર્ડ સરેરાશ ખર્ચ ₹4,133 હતો, જે ઓક્ટોબર 2026માં ઘટીને ₹3,585 થયો છે.
તહેવારોમાં કાર્ડનો ઉપયોગ વધ્યો
નવરાત્રી ઉપરાંત દિવાળીની ખરીદીના કારણે ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડના વપરાશમાં વધારો થયો હતો. તહેવારો દરમિયાન ખરીદી વધતા કાર્ડ દ્વારા થતા ખર્ચ અને પેમેન્ટ ટ્રાન્ઝેક્શન બંનેમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Stocks In News | 25 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
આ પણ જુઓ:
Also Read

વિશ્વભરમાં છવાઈ ધનુષની 'OM', માત્ર 5 દિવસમાં ₹100 કરોડનો આંકડો પાર

નેપાળમાં 'રામાયણ'એ રચ્યો ઇતિહાસ: પુષ્પા અને બાહુબલીને પાછળ છોડી બની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ

ભારતની માત્ર 1.9% ફેક્ટરીઓમાં જ R&D યુનિટ: કર્મચારીઓની તાલીમમાં પણ દેશ પાછળ, સર્વેમાં ઘટસ્ફોટ

ઇન્શ્યોરન્સ કંપની Turtlemintની ઓફિસમાં GST વિભાગની તપાસ, સર્ચ અને જપ્તીની કાર્યવાહીથી શેર ચર્ચામાં

SBI ATM કાર્ડ ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું? ગભરાયા વગર ઘરે બેઠા આ 4 સરળ રીતે તરત જ કરો બ્લોક

GSK ફાર્મા કંપની ભારતમાં લોન્ચ કરી બ્લડ કેન્સર દવા, શેર પર રોકાણકારોની નજર

ઘર ખરીદનારાઓને ઝટકો: દેશમાં 5.31 લાખ મકાનો ખાલી હોવા છતાં ભાવ ઘટવાની આશા નહિવત, જાણો શું છે કારણ





