KuberaNowLogo
Tuesday, 29/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

હવે Google Gemini કરશે તમારા વતી Flipkart પર ખરીદી!

Google Gemini અને Search AI Modeમાં Flipkart સાથે નવા શોપિંગ ફીચરની ટેસ્ટિંગ શરૂ થઈ છે. આ ફીચર દ્વારા યુઝર્સ AI પ્લેટફોર્મ પરથી જ પ્રોડક્ટ શોધી અને ખરીદી કરી શકશે. હાલમાં આ સુવિધા મર્યાદિત યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને તેમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલ એક્સેસરીઝ જેવા પ્રોડક્ટ્સ સામેલ છે.

KuberaNow
desk@kuberanowPublished On : 29 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
ai
Google Gemini કરશે શોપિંગ!AI Generated Image

ઓનલાઇન શોપિંગનો અનુભવ બદલવા માટે Google એક નવા AI આધારિત ફીચરની ટેસ્ટિંગ કરી રહ્યું છે. Google Gemini અને Google Searchના AI Modeમાં Flipkart સાથે મળીને ‘Buy’ બટનની સુવિધા ચકાસવામાં આવી રહી છે. આ ફીચર દ્વારા યુઝર્સને પ્રોડક્ટ શોધવા માટે અલગ શોપિંગ વેબસાઇટ પર જવાની જરૂર નહીં રહે અને AI પ્લેટફોર્મ પરથી જ ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.


Geminiમાં કેવી રીતે કામ કરશે નવું Buy Button?

ટેસ્ટિંગ દરમિયાન Google Gemini અને AI Modeમાં Flipkartના કેટલાક પ્રોડક્ટ્સ સાથે ‘Buy’ બટન જોવા મળી રહ્યું છે. આ બટન પર ક્લિક કર્યા બાદ યુઝર્સને અલગ વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવાને બદલે AI ઇન્ટરફેસમાં જ Flipkartનું ચેકઆઉટ પેજ જોવા મળશે.આ રીતે ગ્રાહક પ્રોડક્ટ શોધવાથી લઈને ખરીદી પૂર્ણ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા એક જ પ્લેટફોર્મ પર કરી શકશે.


હાલ કયા પ્રોડક્ટ્સ માટે ઉપલબ્ધ છે સુવિધા?

હાલમાં આ ફીચરની ટેસ્ટિંગ મર્યાદિત યુઝર્સ માટે કરવામાં આવી રહી છે. તેમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ એક્સેસરીઝ જેવા કેટલાક પ્રોડક્ટ્સ સામેલ છે. આ સુવિધા હજુ તમામ કેટેગરી અને તમામ રિટેલર્સ માટે ઉપલબ્ધ નથી. રિપોર્ટ મુજબ ટેસ્ટિંગ દરમિયાન Amazonના કેટલાક પ્રોડક્ટ્સ પણ દેખાયા હતા, પરંતુ તેમના માટે સીધી ખરીદી માટેનું બટન ઉપલબ્ધ નહોતું.


ઓક્ટોબરમાં વધી શકે છે ફીચરનો વ્યાપ

Google આ ફીચરને ઓક્ટોબરમાં વધુ યુઝર્સ સુધી પહોંચાડી શકે છે. કંપનીનો હેતુ AI ટૂલ્સને માત્ર પ્રોડક્ટ શોધવા અને ભલામણ આપવા સુધી મર્યાદિત રાખવાને બદલે ખરીદી પ્રક્રિયાનો ભાગ બનાવવાનો છે. Googleએ અગાઉ Flipkartને પોતાના ‘એજન્ટિક’ શોપિંગ અનુભવ સાથે જોડાયેલા રિટેલર્સમાં સામેલ હોવાનું જણાવ્યું હતું.


Google અને Flipkart વચ્ચેનું કનેક્શન

Googleએ અગાઉ Universal Commerce Protocol (UCP) રજૂ કર્યું હતું. તેનો હેતુ AI એજન્ટ્સને રિટેલર્સ સાથે ખરીદી અને ચેકઆઉટ પ્રક્રિયામાં કામ કરવાની સુવિધા આપવાનો છે. જોકે, Flipkart સાથે ચાલી રહેલી હાલની ટેસ્ટિંગમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. Googleએ વર્ષ 2024માં Flipkartમાં આશરે 350 મિલિયન ડોલરનું રોકાણ કરીને લઘુમતી હિસ્સેદારી પણ મેળવી હતી.


આ પણ વાંચો : Moneyview અને A-One Steels India IPOનું અલોટમેન્ટ આજે, આ રીતે ચેક કરો સ્ટેટસ


આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,600ની નીચલી સપાટીએ
  2. Stocks In News | 29 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. શેરબજારમાં 'શ્રાદ્ધપક્ષ': સેન્સેક્સ 1124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ ડૂબ્યાં

Economy

See more
  1. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  2. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
  3. વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
  4. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
Advertisement

Personal Finance

See more
  1. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  2. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  3. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  4. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM