કેન્સરની દવાઓ થશે સસ્તી! સરકારે ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત કરી
કેન્સરની દવાઓ દર્દીઓ માટે વધુ સસ્તી બનાવવા સરકારે તમામ 'નોન-શેડ્યૂલ્ડ' કેન્સર-વિરોધી દવાઓ પર ટ્રેડ માર્જિન MRPના 30% સુધી મર્યાદિત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના અંદાજ મુજબ આ પગલાથી કેટલીક દવાઓના MRPમાં 70% સુધી ઘટાડો થઈ શકે છે અને દર વર્ષે આશરે ₹2,500 કરોડની બચત થઈ શકે છે.

કેન્સરની સારવારનો ખર્ચ ઘટાડવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ 'નોન-શેડ્યૂલ્ડ' કેન્સર-વિરોધી દવાઓ પર ટ્રેડ માર્જિન હવે મહત્તમ MRPના 30% સુધી મર્યાદિત કરવામાં આવશે. આ નિર્ણય બ્રાન્ડેડ અને જેનેરિક બંને પ્રકારની દવાઓ પર લાગુ પડશે. સાથે જ દેશમાં બનેલી અને આયાત થતી તેમજ patented અને non-patented દવાઓને પણ તેના દાયરામાં લેવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ આ પગલાનો મુખ્ય હેતુ દવાઓના વેપાર સ્તરે જોવા મળતા ઊંચા mark-up ઘટાડવાનો અને દર્દીઓ માટે કેન્સરની દવાઓ વધુ સસ્તી બનાવવાનો છે.
MRPમાં 70% સુધી ઘટાડાની શક્યતા
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ નવા પગલાથી કેટલીક કેન્સરની દવાઓના MRPમાં 70% સુધી ઘટાડો થઈ શકે છે. આ સાથે કેન્સરના દર્દીઓના પોતાના ખિસ્સામાંથી થતા સારવાર ખર્ચમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. સરકારના અંદાજ મુજબ આ નિર્ણયથી દર્દીઓ અને તેમના પરિવારોને દર વર્ષે આશરે ₹2,500 કરોડની બચત થઈ શકે છે.
કઈ દવાઓને આવરી લેવામાં આવશે?
નવો નિર્ણય તમામ 'નોન-શેડ્યૂલ્ડ' કેન્સર-વિરોધી દવાઓને આવરી લે છે. તેમાં બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓ, ભારતમાં બનેલી અને આયાત થતી દવાઓ અને patented અને non-patented દવાઓ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: GST Councilનો મોટો નિર્ણય: નાના વેપારીઓથી નિકાસકારો સુધી અનેક રાહતો
2019માં પણ લેવાયો હતો આવો નિર્ણય
આ પગલું 2019માં લેવાયેલા સમાન હસ્તક્ષેપનું વિસ્તૃત સ્વરૂપ છે. સત્તાવાર માહિતી અનુસાર 2019ના પગલાથી 526 બ્રાન્ડમાં દવાઓના ભાવ પર અસર પડી હતી અને દર્દીઓને દર વર્ષે આશરે ₹984 કરોડની બચત થઈ હતી. હવે નવા નિર્ણય દ્વારા વધુ કેન્સર વિરોધી દવાને આવરી લઈને દર્દીઓ પર સારવાર ખર્ચનો બોજ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દવા ઉપલબ્ધ રહે તે પણ ફોકસ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભાવ ઘટાડવાની સાથે જીવનરક્ષક કેન્સરની દવાઓની ઉપલબ્ધતા જળવાઈ રહે તે પણ મહત્વનું રહેશે. આ પગલું કેન્સરની સારવારને વધુ પરવડે તેવી અને દર્દીકેન્દ્રિત બનાવવાના હેતુથી લેવામાં આવ્યું છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Flipkart Big Billion Days Sale: iPhone 17થી Galaxy S25 સુધી સ્માર્ટફોન પર મોટા ઓફર

IPOથી શેરબજારમાં નવી સફર શરૂ કરશે Jio, આકાશ અંબાણીએ જણાવ્યું આગળનું વિઝન

નાના પાટેકરની Box Office વેલ્યૂ: બદલાતી ભૂમિકાઓ, યાદગાર પાત્રો અને કરોડોની કમાણી

ભારતમાં હાલમાં 55 કરોડ 5G યુઝર્સ, 2030ના અંત સુધીમાં એક અબજે પહોંચશે આંકડો

Nana Patekar Net Worth: ₹35ના પગારથી કરોડોની સંપત્તિ સુધી

GST Council Meeting Today: ITC-Refundથી લઈને Faceless GST સુધી મોટા ફેરફારની તૈયારી

UPI MDRનો અમલ જાન્યુઆરી સુધી ટળવાની શક્યતા, નાના વેપારીઓને વધુ છૂટનો વિચાર




