ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ
ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની કુલ સંખ્યા 1.96 ટકા વધીને 111 કરોડ એટલે કે 1.11 અબજ થઈ છે. આ આંકડો માર્ચના અંતે 109.27 કરોડ હતો.દેશમાં રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ઇન્ટરનેટનો વ્યાપ દર 100 વ્યક્તિએ 77.94 સબસ્ક્રાઇબર હતો, જો કે તેમા શહેરી ભારતમાં દર 100 વ્યક્તિએ 129.03 લોકો પાસે તો ગ્રામીણ ભારતમાં દર 100 વ્યક્તિએ 49 લોકો પાસે ઇન્ટરનેટ હતું.

નવી દિલ્હીઃ ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ એટલે કે 111 કરોડ પર પહોંચી છે. જો કે ગ્રામીણ સ્તરે ઇન્ટરનેટનો વ્યાપ દર 100 વ્યક્તિએ 49નો છે, એટલે કે માંડ 50 ટકા છે, જ્યારે મન્થલી એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ) પોસ્ટપેઇડની તુલનાએ પ્રીપેઇડ સેગમેન્ટમાં ઘણી ઊંચી છે, એમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની કુલ સંખ્યા 1.96 ટકા વધીને 111 કરોડ એટલે કે 1.11 અબજ થઈ છે. હવે તે માર્ચના અંતે 109.27 કરોડ હતી. કુલ 111.41 કરોડ ઇન્ટરનેટ યુઝર્સમાં વાયર્ડ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 4.77 કરોડ હતી અને વાયરલેસ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 106.64 કરોડ હતી, એમ અહેવાલમાં જણાવાયું હતું.
આ જ સમયે બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર માર્ચના 106.55 કરોડથી 2.03 ટકા વધીને 108.75 કરોડ થયા છે. જ્યારે નેરોબેન્ડ સબસ્ક્રીપ્શન 2.69 કરોડ પરથી 0.89 ટકા ઘટીને 2.66 કરોડ થયા છે. દેશમાં રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ઇન્ટરનેટનો વ્યાપ દર 100 વ્યક્તિએ 77.94 સબસ્ક્રાઇબર હતો, જો કે તેમા શહેરી ભારતમાં દર 100 વ્યક્તિએ 129.03 લોકો પાસે તો ગ્રામીણ ભારતમાં દર 100 વ્યક્તિએ 49 લોકો પાસે ઇન્ટરનેટ હતું.
જો કે કુલ વાયરલેસ સબસ્ક્રિપ્શન જૂનના અંતે ત્રિમાસિક ધોરણે 0.88 ટકા ઘટીને 4.78 કરોડ થયું છે, જે અગાઉ 4.82 કરોડ હતું. જો કે તેણે વાર્ષિક ધોરણે 0.71 ટકાનો વધારો દર્શાવ્યો છે. આ ઉપરાંત વાયરલેસ ડેન્સિટી માર્ચ 2026ના અંતે 3.38 ટકાથી ઘટીને જૂનના અંતે 3.35 ટકા થઈ હતી. જ્યારે ઘટાડાનો ક્વાર્ટરલી દર 1.06 ટકા હતો, એમ તેમણે નોંધ્યું હતું.
જુન 2026ના અંતે શહેરી વિસ્તારોમાં ટેલિકોમ સબસ્ક્રાઇબરોની સંખ્યા 77.89 કરોડથી વધીને 79.20 કરોડ થઈ હતી. અર્બન ટેલિડેન્સિટી 151.47 ટકાથી વધીને 153.43 ટકા થઈ હતી. જુન 2026ના અંતે પ્રીપેઇડ સેગમેન્ટની ARPU રૂ. 200.72 અને પોસ્ટપેઇડ સેગમેન્ટની ARPU રૂ. 114.26 હતી. માર્ચ 2026ના અંતે ગ્રામીણ સ્તરે ફોનધારકોની સંખ્યા 55.17 કરોડ હતી, જ્યારે જૂન 2026ના અંતે આ આંકડો 55.60 કરોડ હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ટેલિડેન્સિટી 60.46 ટકાથી વધીને 60.89 ટકા થઈ હતી.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું

Bank Holiday : આવતા અઠવાડિયે બેંકો કેટલા દિવસ બંધ? RBIએ જાહેર કર્યું લિસ્ટ, ફટાફટ જાણી લો




