દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું
દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું છે. તેના કારણે વર્તમાન નાણાકીય વર્ષના અંતે ફાસ્ટેગ કલેકશન ગયા વર્ષના 72,390 કરોડથી વધી લગભગ 90,000 કરોડની વચ્ચે થાય તેવો અંદાજ છે. જ્યારે 2025-26ના નાણાકીય વર્ષના અંતે જોઈએ તો ફાસ્ટેગ કલેકશન 82,000 કરોડથી પણ વધારે હતું.

નવી દિલ્હીઃ દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું છે. તેના કારણે વર્તમાન નાણાકીય વર્ષના અંતે ફાસ્ટેગ કલેકશન ગયા વર્ષના 72,390 કરોડથી વધી લગભગ 90,000 કરોડની વચ્ચે થાય તેવો અંદાજ છે. જ્યારે 2025-26ના નાણાકીય વર્ષના અંતે જોઈએ તો ફાસ્ટેગ કલેકશન 82,000 કરોડથી પણ વધારે હતું.
મોટાભાગના લોકો હવે ફાસ્ટેગનો જ ઉપયોગ કરતાં હોવાથી 98 ટકા ટોલ કલેકશન તેના દ્વારા થાય છે. તેના લીધે ટોલ કલેકશન દૈનિક ધોરણે 209 કરોડ રૂપિયા થયું છે. આ બતાવે છે કે ફાસ્ટેગ લગાવવાથી એટલે કે ટોલ કલેકશનનું ડિજિટાઇજેશન કરવાના લીધે આવકમાં કેટલો વધારો થયો છે.
પ્રથમ નવેય મહિનામાં એક મહિનાને બાદ કરતાં સરેરાશ ફાસ્ટેગ કલેકશન રૂ. 7,000 કરોડથી વધારે રહ્યું છે. ફક્ત ફેબ્રુઆરીમાં જ ફાસ્ટેગ કલેકશન રૂ. 6,863.66 કરોડ રહ્યુ હતુ. કદાચ આ મહિનો 29 દિવસનો હોવાથી તેની સરેરાશ નીચી ગઈ હતી.
જાન્યુઆરીમાં 7,422.38 કરોડ, ફેબ્રુઆરીમાં 6,863.66 કરોડ, માર્ચમાં 7,423.01 કરોડ, એપ્રિલમાં 7,024.61 કરોડ, મેમાં 7,308.07 કરોડ, જુનમાં 7,214.6 કરોડ, જુલાઈમાં 7,142.99 કરોડ, ઓગસ્ટમાં 7,185.03 કરોડ થયું હતું. આમ માર્ચમાં સૌથી વધુ ફાસ્ટેગ કલેકશન થયું હતું. આ આંકડા જોતાં સપ્ટેમ્બરમાં પણ કમસેકમ સાત હજાર કરોડથી વધુ રૂપિયાનું ફાસ્ટેગ કલેકશન જોવા મળી શકે છે.
હાલમાં દેશમાં લગભગ 12 કરોડ જેટલા ફાસ્ટેગ વેચાયેલા છે અને એક કરોડ તો એક્ટિવ યુઝર્સ છે. ફાસ્ટેગ કલેકશનમાં 49 ટકા જેટલો હિસ્સો ટોચના પાંચ રાજ્ય ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુનો છે. તેમા પણ સૌથી વધુ કમાણી કરતું ટોલબૂથ ગુજરાતમાં આવેલું છે. ફાસ્ટેગના લીધે છેલ્લા પાંચ વર્ષમાં સરકારને લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે.
કેન્દ્ર સરકારે આ ઉપરાંત રૂ. 3,075નો વાર્ષિક ફાસ્ટેગ પાસ પણ લોન્ચ કર્યો છે. તેના લીધે 200 જેટલા ટોલ પ્લાઝા પર અટક્યા વગર પસાર થઈ શકો છો. કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટ 2025ના રોજ ફાસ્ટેગ એન્યુઅલ પાસ લોન્ચ કર્યો હતો. પ્રાઇવેટ વાહન ચાલકોએ તેને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. તેના લીધે 28 સપ્ટેમ્બરના રોજ આ એન્યુઅલ પાસ લેનારાઓની સંખ્યા એક કરોડને વટાવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 12 કરોડ ફાસ્ટેગ યુઝર્સ છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Bank Holiday : આવતા અઠવાડિયે બેંકો કેટલા દિવસ બંધ? RBIએ જાહેર કર્યું લિસ્ટ, ફટાફટ જાણી લો

Oppo Users માટે ખુશખબર! આ દિવસે થશે ColorOS 17નું ગ્લોબલ લોન્ચિંગ

SBI પછી હવે આ સરકારી બેંકની પેન્શન માર્કેટમાં એન્ટ્રી, 4 કરોડ નવા ગ્રાહકો જોડવાનું લક્ષ્ય

81% ભારતીયોને લાગે છે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી રહી છે, છતાં સારવાર લેવા મોટો ખચકાટ

Global Business Conclave 2026માં BIG FMના CEO આશિત કુકિયનની હાજરી, મીડિયા ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ

Global Business Conclave 2026માં Schindler Indiaના CEO તરુણેશ માથુરની હાજરી, જાણો તેમની બિઝનેસ સફર

હવે Ola-Uberમાં ફરવું થશે સસ્તું! EV કેબ પર 5% GSTનો પ્રસ્તાવ, મુસાફરોની બચત વધશે




