KuberaNowLogo
Friday, 09/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સોનું-ચાંદી આયાત હવે મોંઘી? બેન્કોને મોટો ઝટકો, 3% GST હવે ભરવો પડશે

Gold, Silver અને Platinumની આયાત પર બેન્કો તથા નોમિનેટેડ એજન્સીઓ માટે 3% IGST લાગુ થશે

desk@kuberanowPublished On : 9 Oct 2026
Gold Import
AI Generated Image

જીએસટી કાઉન્સિલે બેન્કો અને નોમિનેટેડ એજન્સીઓ દ્વારા સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત પરનો ઈન્ટેગ્રેટેડ જીએસટી (GST) છૂટનો લાભ 1 એપ્રિલ 2026ની પાછલી તારીખથી પાછો ખેંચી લીધો છે. એટલે કે હવે બેન્કો અને નોમિનેટેડ એજન્સીઓએ સોના, ચાંદી અને પ્લેટિનમની આયત પર ત્રણ ટકા IGST આપવો પડશે તેમ મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.


તેમણે કહ્યું કે, સરકાર જીએસટી પરિષદની બેઠકમાં માહિતી આપી કે સોના અને કિંમતી ધાતુઓની આયાત પર IGSTની છૂટ મેળવતી નોમિનેટેડ બેન્કો તથા એજન્સીઓની યાદીને 31 માર્ચ, 2026 પછી આગળ વધારાશે નહીં. આ પગલું બુલિયન અને અન્ય માધ્યમોથી થતી સોના અને અન્ય કિંમતી ધાતુઓની આયાત પર લાગતા કરોમાં સમનતા સુનિશ્ચિત કરવા માટે લેવાયું છે.


સોના-ચાંદી-પ્લેટિનમ પર 2017માં શરૂ કરાઈ હતી છૂટ

સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત પર ત્રણ ટકા IGST લાગે છે. જોકે, 1, એપ્રિલ 2026 પહેલા બેન્કો અને સરકાર દ્વારા સમયે સમયે નોટીફાઈ નોમિનેટેડ એજન્સીઓ દ્વારા આ કિંમતી ધાતુઓની આયાત પર IGSTમાંથી છૂટ મળતી હતી. આ છૂટ 2017માં સોના માટે શરૂ કરાઈ હતી અને પાછળથી તેને ચાંદી અને પ્લેટિનમ સુધી લંબાવી દેવાઈ હતી. તેનાથ આયાતકારને IGST આપવામાંથી રાહત મળી હતી. આ રાહત અપ્રુવ્ડ ટ્રેડર્સ મારફત બુલિયનના ફ્લોને સરળ બનાવવા માટે ડિઝાઈન કરાઈ હતી. હવે આ છૂટ ખતમ થવાથી આ આયાતકારો માટે સોનાની આયાત મોંઘી થઈ જશે. સરકારે આ વર્ષે એક એપ્રિલે નોમિનેટેડ બેન્કો અને એજન્સીઓની યાદીને નોટિફાઈ કરી નહોતી. હકીકતમાં કિંમતી ધાતુોઓની આયાતથી વિદેશી ચલણની મોટાપાયે થઈ રહેલી નિકાસ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ હતી.


ચીન પછી ભારત સોનાની આયાત કરતો દુનિયાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે અને સોનાની આયાત મુખ્યરૂપે ઝવેરાત ઉદ્યોગની માગથી સંચાલિત થાય છે. સરકારે મે મહિનામાં કિંમતી ધાતુઓની બીનજરૂરી આયાત પર અંકુશ લગાવવા માટે સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી છ ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી જ્યારે પ્લેટિનમ પર ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરી દેવાઈ હતી.


પશ્ચિમ એશિયામાં યુદ્ધથી રૂપિયા પર દબાણ વધ્યું

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાથી શરૂ થયેલા યુદ્ધ વચ્ચે આયાત બિલ વધવાથી રૂપિયા પર દબાણ વધવા લાગ્યું હતું. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દર મોદીએ પણ દેશવાસીઓને સોનાની ખરીદી ટાળવા અપીલ કરી હતી. નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-ઓગસ્ટમાં સોનની આયાત 3.38 ટકા વધીને 17.45 અબજ ડોલર થઈ ગઈ હતી જ્યારે ચાંદીની આયાત 8.81 ટકા ઘટીને 1.74 અબજ ડોલર રહી હતી.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn