રૂપિયો ફરી 97ની નજીક, શું હજુ કડાકો બાકી?
વિદેશી રોકાણકારોની વેચવાલી અને ઘટતા ફોરેક્સ રિઝર્વ વચ્ચે આગામી 3થી 6 મહિના દબાણની શક્યતા

ભારતીય રૂપિયો શુક્રવારે લગભગ સ્થિર બંધ થયો, પરંતુ આખા સપ્તાહમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા લગભગ ચાર વર્ષમાં પહેલી વખત વ્યાજ દરમાં વધારો કરવા છતાં રૂપિયાને મજબૂતી મળી નહીં. પ્રતિકૂળ હેજિંગ પ્રવૃત્તિઓ અને રોકાણ પ્રવાહમાં નરમાઈના કારણે એશિયન ચલણ પર દબાણ બન્યું છે. શુક્રવારે રૂપિયો 96.73 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જે પાછલા કારોબારી સત્રના બંધ સ્તરને લગભગ માન હતો. જોકે, તે મે મહિનામાં નોંધાયેલા તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તર 96.96 પ્રતિ ડોલરની નજીક રહ્યો છે.
ટ્રેડર્સ મુજબ સરકારી બેન્કો તરફથી ડોલરની વેચવાલીએ રૂપિયામાં વધુ ઘટાડો રોકવામાં મદદ કરી. માનવામાં આવે છે કેઆ વેચાણ RBI તરફથી કરાયું હતું. કેન્દ્રીય બેન્ક સતત હસ્તક્ષેપ કરીને રૂપિયાની નરમાઈ મર્યાદિત કરી રહી છે. તેમ છતાં આયાતકારો તરફથી વધતી હેજિંગ પ્રવૃત્તિઓ અને શૅરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની સતત વેચવાલીએ રૂપિયા પર દબાણ જાળવી રાખ્યું છે.
રૂપિયા પર દબાણ જળવાઈ રહેવાની આશંકા
રૂપિયા અંગે બજારની ધારણા હજુ પણ નરમાઈ અંગેની બનેલી છે. એક સરવેક્ષણમાં સામેલ નિષ્ણાતોનું માનવું છે કે આગામી ત્રણથી છ મહિના સુધી રૂપિયો તેના વિક્રમી નીચા સ્તરની આજુબાજુ રહી શકે છે. MUFGએ એક નોંધમાં કહ્યું કે ડોલરની સરખામણીમાં રૂપિયાનો વિનિમય દર ધીમે-ધીમે ઉપર જવાની સંભાવના છે, જોકે, RBIના પર્યાપ્ત ફોરેન એક્સચેન્જ રિઝર્વના કારણે રૂપિયામાં ઘટાડાની મર્યાદા પર અંકુશ લાગી શકે છે. MUFGએ સપ્ટેમ્બર 2027 સુધી રૂપિયાના 97.50 પ્રતિ ડોલર સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વિકલ્પ બજારનો એક મુખ્ય સૂચકાંક એક મહિનાના 25-ડેલ્ટા રિસ્ક રિવર્સલ દર્શાવે છે કે રૂપિયાના નબળા થવા પર દાવ લગાવનારા વિકલ્પોની માગ, રૂપિયામાં મજબૂતીની આશાવાળા વિકલ્પોની માગથી વધુ છે. જોકે, નજીકના સમયમાં વિનિમય દરમાં ઉતાર-ચઢાવ અંગે બજારની અપેક્ષાઓ મર્યાદિત બનેલી છે.
ડોલર અને ઓઈલના ભાવમાં નરમાઈનો લાભ નહીં
વૈશ્વિક પરિસ્થિતિઓમાં મામૂલી સુધાર છતાં રૂપિયાને વિશેષ લાભ થયો નથી. હાલના ઉચ્ચ સ્તરોથી ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકન ડોલરમાં આવેલી નરમાઈ પણ ભારતીય ચલણને મજબૂતી આપવામાં નિષ્ફળ રહ્યા. દરમિયાન ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ સતત ચોથા સપ્તાહે ઘટીને બે ઓક્ટોબર સુધીમાં 734.6 અબજ ડોલર રહ્યો. તે સપ્ટેમ્બરમાં નોંધાયેલા તેના વિક્રમી ઉચ્ચ સ્તરથી લગભગ 50 અબજ ડોલર ઓછો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત ઘટાડા, વિદેશી રોકાણકારોના ઉપાડ અને રૂપિયામાં નરમાઈની આશંકાના પગલે આગામી મહિનાઓમાં ભારતીય ચલણ પર દબાણ બની રહેવાની સંભાવના છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

RBI નહીં, હવે કંપનીઓએ જાતે સંભાળવું પડશે રૂપિયાનું જોખમ?

કોલસાના ઘટતા જથ્થા વચ્ચે રાહતના સંકેત! પુરવઠો 36% વધ્યો

Q2 રિઝલ્ટ્સમાં બેન્કોના નફામાં 25 ટકા સુધીનો વધારો થઈ શકે

Quick Commerceમાં મોટી તક: ભારતનું બજાર FY2031 સુધીમાં $90 અબજ થવાનો અંદાજ

GST Councilનો મોટો નિર્ણય: નાના વેપારીઓથી નિકાસકારો સુધી અનેક રાહતો

શું મોંઘવારી એક વર્ષમાં 10% સુધી પહોંચશે ? : RBIના સરવેમાં ચિંતા

હાઉસિંગ સેક્ટરમાં છેલ્લા નવ મહિનામાં સંસ્થાકીય રોકાણમાં 39 ટકાનો ઘટાડોઃ કોલિયર્સ




