Q2 રિઝલ્ટ્સમાં બેન્કોના નફામાં 25 ટકા સુધીનો વધારો થઈ શકે
બ્રોકરેજ માને છે કે બેન્કોની લોન વૃદ્ધિ પોઝિટિવ રહેવાની હોવાથી નફાકારકતા પણ જળવાશે. કોર બેન્કિંગ કામકાજમાંથી આવક પણ વધવાની છે.

નવી દિલ્હીઃ ભારતીય બેન્કો જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 25.4 ટકાના ધોરણે વૃદ્ધિ નોંધાવી શકે છે. બેન્કોએ ભલે ઊંચા દરે વિદેશી થાપણો એકત્રિત કરી હોય. બ્રોકરેજ માને છે કે બેન્કોની લોન વૃદ્ધિ પોઝિટિવ રહેવાની હોવાથી નફાકારકતા પણ જળવાશે. આ ઉપરાંત કોર બેન્કિંગ કામકાજમાંથી આવક પણ વધવાની છે. આ ઉપરાંત લોન લોસની સંભાવનામાં પણ ઘટાડો થયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નફાકારકતામાં સુધારો થયો છે. ક્રેડિટ વૃદ્ધિ ઘણી સારી છે, માર્જિનમાં ઘટાડો થયો છે, ક્રેડિટ ખર્ચ ઘટ્યો છે, જો કે આ ઘટાડો ટ્રેઝરી ગેઇન્સથી અમુક અંશે ભરપાઈ થઈ જાય છે, એમ અહેવાલે જણાવ્યું હતું.
બેન્કો મોંઘુ ઋણ ચૂકવવાની હોવાથી અને ધિરાણમાં વિસ્તરણ કરવાની હોવાથી વર્ષના બીજા ભાગમાં ફ્રેશ ફોરીન કરન્સી ડિપોઝિટની માર્જિન પર અસર હળવી થાય તેમ માનવામાં આવે છે. સિસ્ટમ વાઇડ ક્રેડિટ ગ્રોથ 15 સપ્ટેમ્બર સુધીમાં વાર્ષિક ધોરણે 18.1 ટકા વૃદ્ધિ પામ્યો છે. જ્યારે થાપણવૃદ્ધિ દર જુનના 12 ટકાથી વધીને 17.3 ટકા થાય તેમ મનાય છે.
અહેવાલોએ જણાવ્યું હતું કે ઊંચા ઋણની જવાબદારીને વધારાના ભંડોળની મદદથી પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એસેટ ક્લાસમાં તેનું રોકાણ કરવામાં આવશે અને એક પછી એક લોન ચૂકવવામાં આવશે. બેન્કોને વધારાની તરલતા શોષવામાં કમસેકમ બે ક્વાર્ટર લાગશે.
નેટ ઇન્ટરેસ્ટ માર્જિન બીજા ક્વાર્ટરમાં એફસીએનઆર(બી) ના ઇનફ્લોના લીધે સંકોચાઈ શકે છે, પરંતુ તે બીજા ક્વાર્ટરમાં રિકવર થઈ શકે છે. તેના લીધે વધારાના ભંડોળનો ઉપયોગ ઊંચા વ્યાજવાળા ધિરાણની ચૂકવણી કરવા થઈ શકે છે. આ ઉપરાંત તાજેતરમાં રેપો રેટમાં વધારો થયો તેનાથી પણ બેન્કોને મોટાપાયા પર ફાયદો થઈ શકે છે, કારણ કે ફ્લોટિંગરેટવાળી લોનમાં તેમનો નોંધપાત્ર હિસ્સો છે.
બ્રોકરેજ માને છે કે ચોખ્ખા વ્યાજ માર્જિનમાં એકથી 32 બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. મોટી ખાનગી બેન્કો સાતથી 32 બેસિસ પોઇન્ટનો ઘટાડો જોઈ શકે છે. જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કનો માર્જિન એકથી નવ ટકા સુધી ઘટી શકે છે. નજીકના સમયગાળામાં દબાણ છતાં પણ એમ્કે માને છે કે ચોખ્ખી વ્યાજ આવક વાર્ષિક ધોરણે 12.5 ટકા વધે તેવી અને પ્રી-પ્રોવિઝન કાર્યકારી નફો 17.2 ટકાના દરે વધે તેવી આશા છે.
આ પણ વાંચોઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Quick Commerceમાં મોટી તક: ભારતનું બજાર FY2031 સુધીમાં $90 અબજ થવાનો અંદાજ

GST Councilનો મોટો નિર્ણય: નાના વેપારીઓથી નિકાસકારો સુધી અનેક રાહતો

શું મોંઘવારી એક વર્ષમાં 10% સુધી પહોંચશે ? : RBIના સરવેમાં ચિંતા

હાઉસિંગ સેક્ટરમાં છેલ્લા નવ મહિનામાં સંસ્થાકીય રોકાણમાં 39 ટકાનો ઘટાડોઃ કોલિયર્સ

Paytm Payments Bankને RBIએ શેડ્યૂલ્ડ બેન્કોની યાદીમાંથી હટાવી, ગ્રાહકો માટે શું બદલાશે

રેપો રેટમાં હજી 100થી 125 બેસિસ પોઇન્ટનો વ્યાજદર વધારો થઈ શકેઃ સુયશ ચૌધરી

RBIનો મોટો નિર્ણય: બેન્ક ડિપોઝિટ અને ડીમેટ રોકાણ એક જ સ્ટેટમેન્ટમાં દેખાશે




