LPG, બેંકિંગ અને PUC સહીતના ક્ષેત્રોમાં 1 ઓક્ટોબરથી બદલાશે આ નિયમો
1 ઓક્ટોબર 2026થી LPG સબસિડી, બેંકિંગ, FD, PUC, જન્મ-મૃત્યુ નોંધણી અને અન્ય ક્ષેત્રોમાં અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફારોની સીધી અસર ગ્રાહકોના ખર્ચ, બેંકિંગ અને દૈનિક સેવાઓ પર પડી શકે છે.

દર મહિને કેટલાક નવા નિયમો અને ફેરફારો લાગુ થાય છે, પરંતુ 1 ઓક્ટોબર 2026થી એકસાથે અનેક મહત્વના ફેરફારો થવાના છે. LPG સબસિડીથી લઈને બેંકિંગ નિયમો, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, વાહનોના PUC, NPS અને દિલ્હીની બસ મુસાફરી સુધીની સેવાઓ પર તેની અસર પડશે. તેથી 1 ઓક્ટોબર પહેલાં આ નિયમો જાણી લેવા જરૂરી છે.
LPG સબસિડી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જરૂરી
સબસિડી પર LPG સિલિન્ડર મેળવતા ગ્રાહકોએ 1 ઓક્ટોબર પહેલાં પોતાનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાનું રહેશે. જો ઓથેન્ટિકેશન પૂર્ણ નહીં કરવામાં આવે તો LPG કનેક્શન બંધ નહીં થાય અને સિલિન્ડરની ડિલિવરી પણ ચાલુ રહેશે, પરંતુ સબસિડીનો લાભ નહીં મળે અને રિફિલ બજાર કિંમત પર બુક કરાવવો પડશે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન OMCની મોબાઇલ એપ, LPG ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમ અથવા સિલિન્ડરની ડિલિવરી સમયે કરી શકાય છે.
FD અને બેંક ડિપોઝિટના નિયમોમાં ફેરફાર
RBIના નવા નિયમો અનુસાર 1 ઓક્ટોબરથી એક જ તારીખે જમા કરવામાં આવેલી સમાન રકમ માટે બેંકોએ સમાન વ્યાજદર રાખવાની રહેશે. અલગ ગ્રાહક અથવા અલગ શાખાના આધારે સમાન શરતો ધરાવતા ડિપોઝિટ માટે અલગ વ્યાજદર રાખી શકાશે નહીં. આ ઉપરાંત, બેંકોને તેમની વેબસાઇટ પર ડિપોઝિટ પર લાગુ વ્યાજદર અંગેની માહિતી સમયસર જાહેર કરવી પડશે. બલ્ક ડિપોઝિટ માટે દરેક કાર્યકારી દિવસે સવારે 10 વાગ્યે લાગુ વ્યાજદર જણાવવાની રહેશે અને વધુમાં વધુ સવારે 10:10 વાગ્યા સુધીમાં તેને વેબસાઇટ પર પ્રકાશિત કરવી પડશે.
SBIના કેટલાક ખાતાધારકો માટે કેશ વિથડ્રૉલ ચાર્જ બદલાશે
SBI દ્વારા બ્રાન્ચ મારફતે ખોલવામાં આવેલા Basic Savings Bank Deposit Account માટે કેશ વિથડ્રૉલના ચાર્જમાં ફેરફાર કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી મહિનામાં ચાર વખત કેશ ઉપાડવાનું મફત રહેશે. ત્યારબાદ દરેક કેશ વિથડ્રૉલ પર ₹15 અને તેના પર લાગુ GST ચૂકવવો પડશે.
જન્મ અને મૃત્યુ નોંધણીના નિયમો કડક બનશે
જન્મ અથવા મૃત્યુના 21 દિવસની અંદર નોંધણી કરાવવી સામાન્ય પ્રક્રિયા ગણાશે અને તે મફત રહેશે. આ સમયગાળામાં હોસ્પિટલ અથવા સ્થાનિક સંસ્થા, જેમ કે મહાનગરપાલિકા અથવા પંચાયત મારફતે પ્રમાણપત્ર મેળવી શકાય છે. 21 દિવસ બાદ નોંધણી કરાવવામાં આવે તો લેટ ફી સાથે Affidavitની જરૂર પડશે. એક વર્ષ બાદ પરંતુ બે વર્ષની અંદર નોંધણી માટે સક્ષમ Executive Magistrateની મંજૂરી જરૂરી રહેશે. બે વર્ષ બાદ નોંધણી કરાવવા માટે First Class Judicial Magistrateની મંજૂરી લેવી પડશે.
NPSમાં નવી 'NPS સ્વાસ્થ્ય' યોજના
NPS સબસ્ક્રાઇબર્સ માટે 'NPS સ્વાસ્થ્ય' નામની નવી યોજના 1 ઓક્ટોબર 2026થી શરૂ થવાની અપેક્ષા છે. આ યોજના હેઠળ રિટાયરમેન્ટ સેવિંગ્સ સાથે હેલ્થકેર સંબંધિત લાભો જોડવામાં આવશે. આ યોજના હેઠળ સબસ્ક્રાઇબરના NPS સ્વાસ્થ્ય એકાઉન્ટ સાથે અલગ Super Top-Up Health Insurance Policy આપવામાં આવશે. આથી દેશભરના આશરે 2.17 કરોડ NPS સબસ્ક્રાઇબર્સને લાભ મળી શકે છે.
NRI પાસેથી પ્રોપર્ટી ખરીદવામાં PANનો ઉપયોગ
1 ઓક્ટોબરથી NRI સેલર પાસેથી પ્રોપર્ટી ખરીદતા Resident Individual Buyers અને HUF માટે TAN લેવાની જરૂર નહીં રહે. તેના બદલે તેઓ પોતાના PANનો ઉપયોગ કરીને TDS કાપી શકશે અને તેની રિપોર્ટિંગ કરી શકશે.
હોમ એપ્લાયન્સિસના ભાવમાં વધારો
1 ઓક્ટોબરથી LED TV, એર કન્ડિશનર, વોશિંગ મશીન અને અન્ય હોમ એપ્લાયન્સિસની કિંમતોમાં 5%થી 8% સુધીનો વધારો થવાની માહિતી છે. આ ભાવવધારા પાછળ તાંબું, સ્ટીલ અને ક્રૂડ ઓઇલ આધારિત ઉત્પાદનોના વધેલા ખર્ચ ઉપરાંત પશ્ચિમ એશિયાના તણાવને કારણે કરન્સીમાં થયેલા ફેરફારોને કારણ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં PUC વગર વાહન ચલાવવું મોંઘું પડશે
દિલ્હીમાં 1 ઓક્ટોબર 2026થી માન્ય Pollution Under Control Certificate એટલે કે PUC વગર વાહન ચલાવનારાઓ સામે Enforcement Drive શરૂ થશે. માન્ય PUC વગર વાહન ચલાવતા પકડાય તો ₹10,000નો દંડ થઈ શકે છે. સાથે 3થી 6 મહિના સુધીની જેલ અથવા બંનેની જોગવાઈ પણ છે. દિલ્હી અને Delhi-NCR બોર્ડર પર Transport Department તથા Traffic Police દ્વારા વાહનોના PUCની તપાસ કરવામાં આવશે.
દિલ્હીમાં મહિલાઓની મફત બસ મુસાફરી માટે નવું કાર્ડ
1 ઓક્ટોબરથી દિલ્હીમાં DTC અને ક્લસ્ટર બસોમાં મહિલાઓની મફત મુસાફરી માટે Saheli Pink Smart Cardનો ઉપયોગ કરવો પડશે. હાલમાં ઉપયોગમાં લેવાતી પિંક પેપર ટિકિટ 30 સપ્ટેમ્બર પછી માન્ય રહેશે નહીં. બસમાં મુસાફરી દરમિયાન કાર્ડને Electronic Ticketing Machine એટલે કે ETM પર ટૅપ કરવાનું રહેશે. જો મહિલા પાસે કાર્ડ નહીં હોય તો મફત મુસાફરીનો લાભ નહીં મળે અને અન્ય મુસાફરોની જેમ ટિકિટ લેવી પડશે.
આ પણ વાંચો : RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
આ પણ જુઓ :

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
- વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

