KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

‘કેશ રાખજો સાથે!’ 2 ઓક્ટોબરે ‘No UPI Day’નું વેપારીઓ દ્વારા એલાન

₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા ચાર્જના વિરોધમાં દેશભરના વેપારી સંગઠનો વિરોધ કરવાની તૈયારીમાં છે. 2 ઓક્ટોબરે વેપારીઓ QR કોડ અને ડિજિટલ પેમેન્ટ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકીને વિરોધ કરશે.

KuberaNow
desk@kuberanowPublished On : 25 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
NO UPI DAY
‘No UPI Day’AI Generated Image

₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા ચાર્જના વિરોધમાં દેશભરના વેપારીઓએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર, 2 ઓક્ટોબરે “નો UPI ડે” મનાવવામાં આવશે, જેમાં દેશભરના વેપારીઓ UPI પેમેન્ટ સ્વીકારવાનો વિરોધ કરશે અને ડિજિટલ પેમેન્ટ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકશે.


વેપારી સંગઠનો એકજૂટ થયા

રિપોર્ટ મુજબ, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન (AICPDF), ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) અને અન્ય વેપારી સંગઠનોએ આ વિરોધને સમર્થન આપ્યું છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે આ મુદ્દે દેશભરના વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.


નાના વેપારીઓ પર અસરનો દાવો

વેપારીઓનું કહેવું છે કે UPI દ્વારા થતા નાના મૂલ્યના ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ લાગશે તો નાના દુકાનદારો અને ગ્રાહકો પર તેની અસર પડી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, નાના વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટનો ખર્ચ વધવાની શક્યતા છે.


₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન ચાર્જનો વિરોધ

વેપારી સંગઠનો 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા 0.4% ચાર્જનો વિરોધ કરી રહ્યા છે. વેપારીઓની માંગ છે કે આ ચાર્જને દૂર કરવામાં આવે, કારણ કે તેનાથી વેપારીઓ પર વધારાનો ખર્ચ વધી શકે છે.


QR કોડ અને ડિજિટલ ડિવાઇસ ઢાંકીને વિરોધ

વિરોધ દરમિયાન વેપારીઓ QR કોડ, સ્કેનર, સાઉન્ડ બોક્સ અને અન્ય ડિજિટલ પેમેન્ટ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકવાની યોજના બનાવી રહ્યા છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ઓછા માર્જિન પર કામ કરે છે, તેથી ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ વેપાર ખર્ચમાં વધારો કરી શકે છે.


આ પણ વાંચો : સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ


આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM