KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટને એમડીઆરમાંથી મળી શકે છે છૂટ

યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર મુદ્દે વિરોધ વધતા સરકારે હાથ ધરી વિચારણા

KuberaNow
desk@kuberanowPublished On : 24 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
UPI Payment MDR
AI Generated Image

નવી દિલ્હી : યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆરની જાહેરાત થયા બાદથી જ દેશભરમાં આ મુદ્દે હોબાળો મચેલો છે. હવે યુપીઆઈથી પેમેન્ટ કરનારા માટે સારા સમાચાર છે. કેટલાક પસંદગીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને એમડીઆરમાંથી છૂટ મળી શકે છે, જેમાં પેટ્રોલ પંપ પર યુપીઆઈથી પેમેન્ટનો સમાવેશ થાય છે તેમ કેન્દ્ર સરકારના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું હતું.


નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ રૂ. 2000થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. આ ચાર્જ ગ્રાહકો નહીં વેપારીઓએ ભરવાનો છે. યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆરનો અમલ 15 ઓક્ટોબરથી થવાનો છે. જોકે, આ મુદ્દે દેશભરમાંથી વિરોધ થઈ રહ્યો છે. વિશેષરૂપે પેટ્રોલ પંપ ડીલર્સ આક્રમક્તાપૂર્વક આગળ આવ્યા છે. મધ્ય પ્રદેશ અને પંજાબમાં પેટ્રોલ પંપ ડિલર્સે 15 ઓક્ટોબરથી રૂ. 2,000થી વધુના પેમેન્ટ યુપીઆઈથી લેવાનું બંધ કરી દેવાની જાહેરાત કરી છે.


નાણામંત્રાલયે હાથ ધરી વિચારણા, અંતિમ નિર્ણય બાકી

દેશભરમાં થઈ રહેલા આ વિરોધના પગલે હવે નાણાં વિભાગ યુપીઆઈ એમડીઆરથી પેટ્રોલ પંપોને રાહત આપવા વિચારણા કરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસીસ (DFS) યુપીઆઈ પર એમડીઆર ચાર્જથી પેટ્રોલ પંપોને રાહત આપવાની માગણી પર વિચારણા કરી શકે છે. જોકે, હાલ આ અંગે અંતિમ નિર્ણય થવાનો બાકી છે. અન્ય એક સૂત્રે કહ્યું કે, આ બાબતે ઉચ્ચ સ્તરે ચર્ચા થયા પછી જ કોઈ અંતિમ નિર્ણય લેવાશે. આ અંગે નાણામંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયને ઈમેલ મોકલાયો છે, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.


ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એમડીઆરમાંથી છૂટની માગણી કરી છે. AIPDAએ પેટ્રોલ પર યુપીઆઈ પેમેન્ટને એમડીઆર ચાર્જથી સંપૂર્ણ છૂટ આપવાની માગણી કરી છે. આ અંગે એસોસિએશને નાણામંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો હતો. અજય બંસલે આ બાબતમાં સરકારની દખલની માગ કરી છે.


એસોસિએશને એમડીઆરમાંથી છૂટ માટે આપી આ દલીલ

એસોસિએશને દલીલ કરી છે કે પેટ્રોલ પંપ ડીલર્સ ફિક્સ્ડ માર્જિન પર ઓપરેટ કરે છે, જેને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરે છે. આ માર્જિન મુખ્યરૂપે વેચવામાં આવેલા ઈંધણના પ્રમાણ પર નિર્ભર કરે છે. વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન પર નહીં. આ કારણે ટ્રાન્ઝેક્શનની કોઈ વેલ્યુની સરખામણીમાં ડીલર પોતાની કમાણી વધારી શકતા નથી.


15 ઓક્ટોબર પહેલા જ એમડીઆરથી છૂટ અંગે થઈ શકે નિર્ણય

સરકારના બે વરિષ્ઠ સૂત્રોએ કહ્યું કે, એસોસિએશનની માગ પર વિચારણા થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર્સની માગ નાણામંત્રાલયને મોકલી દેવાઈ છે. આ માગ પર 15 ઓક્ટોબર પહેલા જ વિચારણા થવાની આશા છે, કારણ કે આ તારીખથી યુપાઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆચ ચાર્જ લાગુ થશે. રૂ. 2,000થી વધના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર ચાર્જ લાગુ પડી જશે.


આ વિવાદ વચ્ચે મધ્ય પ્રદેશ અને પંજાબમાં પેટ્રોલ પંપ ડીલર્સે કહ્યું કે તેઓ 15 ઓક્ટોબરથી રૂ. 2,000થી વધુનું પેમેન્ટ યુપીઆઈ મારફત લેવાનું બંધ કરી દેશે. જોકે, મધ્ય પ્રદેશના ડીલર્સે કહ્યું કે ગ્રાહક માટે કાર્ડથી ફ્યૂઅલના પેમેન્ટનો વિકલ્પ ખૂલ્લો રહેશે. પેટ્રોલ પંપ સહિત અન્ય ડીલર્સ અને રિટેલર્સ પણ યુપીઆઈ પર એમડીઆર ચાર્જનો વિરોધ કરી રહ્યા છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM