Upcoming Ipo: Elevate Campuses IPO 23 સપ્ટેમ્બરથી ખુલશે, જાણો સમગ્ર વિગત
Elevate Campuses Limitedનો ₹2,100 કરોડનો IPO 23 સપ્ટેમ્બર 2026થી ખુલશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ ₹343-₹362 પ્રતિ શેર નક્કી કર્યો છે, જ્યારે લઘુત્તમ લોટ સાઇઝ 41 શેરની રહેશે.

એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની Elevate Campuses Limited પોતાનો પ્રારંભિક જાહેર ઇશ્યૂ લઈને આવી રહી છે. કંપનીનો ₹2,100 કરોડનો IPO 23 સપ્ટેમ્બર 2026થી સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 25 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. કંપનીએ IPO માટે પ્રતિ શેર ₹343 થી ₹362નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. એન્કર રોકાણકારો માટે બિડિંગ 22 સપ્ટેમ્બર 2026ના રોજ થશે.
IPOની મુખ્ય માહિતી
- IPO Opening Date: 23 સપ્ટેમ્બર 2026
- IPO Closing Date: 25 સપ્ટેમ્બર 2026
- Anchor Investor Date: 22 સપ્ટેમ્બર 2026
- Price Band: ₹343-₹362 પ્રતિ શેર
- Issue Size: ₹2,100 કરોડ
- Minimum Lot Size: 41 શેર
કંપની શું કરે છે?
Elevate Campuses ભારતમાં હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ માટે ઓન-કેમ્પસ સ્ટુડન્ટ એકોમોડેશનનું સંચાલન કરે છે અને K-12 એજ્યુકેશન એસેટ્સ ધરાવે છે. કંપની “Good Host Spaces” અને “ScholarZ” બ્રાન્ડ હેઠળ સ્ટુડન્ટ હાઉસિંગ સોલ્યુશન્સ આપે છે. 31 માર્ચ 2026 સુધી કંપનીની કુલ ક્ષમતા 80,255 વિદ્યાર્થીઓને સેવા આપવાની છે. કંપની ભારતના 15 શહેરો ઉપરાંત UAEના એક શહેરમાં પણ હાજર છે.
પોર્ટફોલિયોની વિગતો
કંપનીના પોર્ટફોલિયોમાં 7 ઓનડ સ્ટુડન્ટ એકોમોડેશન કેમ્પસ, 20,368 બેડની માલિકીની ક્ષમતા, 14 મેનેજ્ડ સ્ટુડન્ટ એકોમોડેશન કેમ્પસ અને 55,487 મેનેજ્ડ બેડ્સ સામેલ છે.
IPO ફંડનો ઉપયોગ
કંપનીએ IPOમાંથી મળનારા ફંડના ઉપયોગ બિઝનેસ વિસ્તરણ, નવી સુવિધાઓ માટે રોકાણ, કોર્પોરેટ જરૂરિયાતો પૂરી કરશે.
રોકાણકાર વર્ગનું વિતરણ
SEBIના નિયમો અનુસાર QIB માટે ઓછામાં ઓછો 75% હિસ્સો ઉપલબ્ધ રહેશે. QIB કેટેગરીમાં 60% સુધીનો હિસ્સો એન્કર રોકાણકારો માટે રાખી શકાય છે. NII માટે 15% સુધીનો હિસ્સો ઉપલબ્ધ રહેશે. રિટેલ રોકાણકારો માટે 10% સુધીનો હિસ્સો રહેશે.
આ પણ વાંચો: TRAI New Rules: સ્પામ કોલ અને મેસેજ સામે TRAIના નવા નિયમો, 3 ફરિયાદ બાદ નંબર થશે ડિસ્કનેક્ટ!
કંપની પાછળ Hillhouse Investment
Elevate Campusesના પ્રમોટર્સ Hillhouse Investmentના ફંડ્સ દ્વારા નિયંત્રિત છે. Hillhouse એક વૈશ્વિક વૈકલ્પિક રોકાણ મેનેજર છે, જે એશિયાના રિયલ-એસેટ ક્ષેત્રોમાં રોકાણ કરે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

IPO Update | 04 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી



