કન્ઝ્યુમર કંપનીઓમાં લેવાલીના પગલે FMCG ઇન્ડેક્સ ત્રણ ટકા જેટલો ઉચકાયો
નિફ્ટી કન્ઝ્યુમર ઇન્ડેક્સ દિવસના પ્રારંભિક સત્રમાં 1.5 ટકા જેટલો ઊચકાયો હતો. તે ટોપ સેક્ટોરલ ગેઇનર હતો

અમદાવાદઃ FMCG શેરમાં બુધવારે સારી એવી લેવાલી જોવા મળી છે. લગભગ બધી જ અગ્રણી કન્ઝ્યુમર કંપનીઓમાં લેવાલી જોવા મળતાં નિફ્ટી કન્ઝ્યુમર ઇન્ડેક્સ દિવસના પ્રારંભિક સત્રમાં 1.5 ટકા જેટલો ઊચકાયો હતો. તે ટોપ સેક્ટોરલ ગેઇનર હતો.
નેસ્લે ઇન્ડિયા, આઇટીસી, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, પતંજલિ ફૂડ્સ, મેરિકો અને કોલ્ગેટ પામોલિવ ઇન્ડિયા નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સના ટોપ ગેઇનર છે. આના પગલે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો હતો. આ ઉપરાંત અન્ય શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર, ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ્સ, ડાબર ઇન્ડિયા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને યુનાઇટેડ સ્પિરિટ્સમાં ઊંચા સ્તરે ટ્રેડિંગ થતું હતું. તેના લીધે આખું સેક્ટર ઊચકાયું છે.
બજાર રિબાઉન્ડ થતાં FMCG શેરો ઉચકાયા
ભારતીય શેરબજારમાં રિકવરી આવતા એફએમસીજી શેરમાં પણ રિકવરી આવી છે. નિફ્ટી50 અગાઉના સત્રમાં 1.19 ટકા ઘટ્યો હતો. બેન્ચ માર્ક ઇન્ડેક્સ પાંચ મહિનાના તળિયે પહોંચી ગયો હતો. જ્યારે બુધવારે બ્રોડર માર્કેટમાં આવેલો રિબાઉન્ડ કન્ઝ્યુમર સ્ટોક્સ માટે સપોર્ટિવ છે. અગાઉના સત્રમાં એફએમસીજી સેક્ટર પ્રમાણમાં એકદમ શાંત હતું. તેના કારણે બજારમાં ખરીદીનો રસ જળવાયો છે.
FMCG સેન્ટિમેન્ટમાં ફેસ્ટિવ માંગ ઉમેરાઈ
એફએમસીજી કંપનીઓ માટે આગામી નવરાત્રિ-દિવાળી પીરિયડ મહત્વનો છે. તેનું કારણ પેકેજ્ડ ગૂડ્સ, બેવરેજીસ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ તથા અન્ય ઘરઘથ્થુ સામાનની મોટાપાયા પર થતી ખપત છે. જો કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને અને યુએસ ફેડ રિઝર્વની પોલિસીને લઈને અનિશ્ચિતતાના લીધે બજાર પર જોખમ તો તોળાયેલું જ છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
