KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold and Silver Price Today : સોના અને ચાંદીમાં આવ્યો ઊછાળો, જાણો તમારા શહેરમાં શું છે ભાવ?

અમેરિકા અને ઈરાન યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં સોનાનો ભાવ બુધવારે0.65 ટકા વધ્યો હતો.ચાંદીના ભાવમાં પણ સાધારણ ઊછાળો જોવા મળ્યો હતો. તમારા શહેરોના ભાવ તપાસો

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver Price
AI Generated Image

અમદાવાદ : ભારતમાં બુધવારે 16 સપ્ટેમ્બરે સ્થાનિક વાયદા બજારમાં શરૂઆતના ટ્રેડિંગ કલાકોમાં સોનાના ભાવમાં 0.65 ટકાનો નજીવો ઊછાળો જોવા મળ્યો હતો. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધની અનિશ્ચિતતાએ રોકાણ માટેનું સ્વર્ગ ગણાતી કિંમતી ધાતુઓમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ રાખ્યો છે. ચાંદીના ભાવમાં પણ આંશિક ઉછાળો જોવા મળ્યો હતો.


પશ્ચિમ એશિયામાં તાજા ઘટનાક્રમમાં ગયા સપ્તાહે સાઉદી અરબે તેની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈનને બંધ કરી દીધી છે. આ પાઈપલાઈન પર ગયા સપ્તાહે ઈરાન સમર્થિત બળવાખોર જૂથોએ ઈરાકમાંથી મિસાઈલ હુમલો કર્યો હતો. હોર્મુઝની ખાડીમાં તણાવ વચ્ચે સાઉદી અરબની આ પાઈપલાઈન યુરોપ અને આફ્રિકા સહિત દુનિયાના દેશોમાં ક્રૂડ ઓઈલ પહોંચાડવાનો વિકલ્પ હતી. આ પાઈપલાઈન પર હુમલો થતાં ક્રૂડ ઓઈલનો પૂરવઠો ખોરવાઈ ગયો છે.

દરમિયાન MCX પર સવારે 9.00 કલાકે 5 ઓક્ટોબરનો ગોલ્ડ ફ્યુચર્સ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,51,785ના ભાવે ટ્રેડ થયો હતો. એ જ રીતે MCX પર સિલ્વર 4 ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 1.33 ટકા ઉછળીને પ્રતિ કિલો રૂ. 2,35,200ના સ્તરે ટ્રેડ થયો હતો. વૈશ્વિક નરમાઈમાંથી સંકેતો લેતા પીળી ધાતુમાં મંગળવારે 2 ટકાનો ઘટાડો જોવા મળ્યા પછી બુધવારે આ ઊછાળો જોવા મળ્યો છે.


ભારતમાં રિટેલ બજારમાં બુધવારે સોનામાં 24 કેરેટના ભાવ પ્રતિ 10 ગ્રામ રૃ. 1,53,590, 22 કેરેટના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,40,790 અને 18 કેરેટ સોનાના ભાવ રૂ. 1,15,190ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ચાંદી પણ પ્રતિ કિલો રૂ. 2,45,000ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. જોકે, ગ્રાહકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘરેણાંના ભાવ અલગ હોઈ શકે છે. તેમાં ઘડામણનો ચાર્જ, ટેક્સ, બિલ પર જીએસટી સહિતના ચાર્જીસ ઉમેરાતા હોવાથી ઘરેણાં પરનો અંતિમ ભાવ ઊંચો હોઈ શકે છે.


ગ્રો વેબસાઈટ મુજબ દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,490/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,700/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,120/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો



નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,590/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,790/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,190/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,440/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,650/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,080/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,440/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,650/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,080/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,31,310/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,440/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,650/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,080/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM