ભારતીય ડિફેન્સ સ્ટોક્સમાં સળંગ પાંચમાં દિવસે ઘટાડો જારી
HSBCએ ડિફેન્સ સ્પેન્ડિંગ સાઇકલ અનેક વર્ષોની હોવાનું દર્શાવવા છતાં પણ આ સ્થિતિ જોવા મળી હતી.

મુંબઈઃ ભારતના ડિફેન્સ શેરોમાં સળંગ પાંચમાં દિવસે ઘટાડો જારી રહ્યો હતો. બજારની તેજી વચ્ચે પણ ડિફેન્સના શેરોમાં ઘટાડો જારી રહ્યો હતો. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ એક ટકાથી પણ વધુ ઘટ્યો હતો. HSBCએ ડિફેન્સ સ્પેન્ડિંગ સાઇકલ અનેક વર્ષોની હોવાનું દર્શાવવા છતાં પણ આ સ્થિતિ જોવા મળી હતી.
ડિફેન્સ ઇન્ડેક્સ એક ટકાથી પણ વધુ ઘટીને 9,050.45 હતો. જ્યારે બ્રોડર માર્કેટ સ્થિતિ સારી હતી અને બજાર લગભગ 350 પોઇન્ટ પ્લસ હતું. જ્યારે નિફ્ટી 110 પોઇન્ટ પ્લસ હતો. વર્તમાન ઘટાડા સાથે નિફ્ટી ડિફેન્સના શેરે છેલ્લા પાંચ દિવસમાં 9.7 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. ઇન્ડેક્સ અગાઉના ચાર સત્રમાં 8.5 ટકા ઘટી ચૂક્યો છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આર્મી, નેવી અને એરફોર્સ માટે 1.10 લાખ કરોડની શસ્ત્ર ખરીદીને મંજૂરી આપ્યા પછી આઠમી સપ્ટેમ્બરના રોજ નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો હતો. તેના પછી આ ઇન્ડેક્સ સતત ઘટતો આવ્યો છે.
બુધવારે ડિફેન્સ શેરમાં વ્યાપક પાયા પરની વેચવાલીના લીધે MTAR Technologies ઇન્ડેક્સમાં સૌથી મોટો લૂઝર હતો. તેનો ભાવ 4.4 ટકા ઘટીને રૂ. 6,639 થયો છે. જ્યારે એપોલો માઇક્રોસિસ્ટમ્સનો ભાવ 4.2 ટકા ઘટીને રૂ. 370.35 થયો છે. સોલર ઇન્ડસ્ટ્રીઝનો શેર ત્રણ ટકા ઘટીને રૂ. 18,655 થયો છે. એક્સિકેડ્સ ટેકનોલોજીસના શેરનો ભાવ 3.1 ટકા ઘટીને રૂ. 1,663.90 થયો છે. પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસના શેરનો ભાવ 2.8 ટકા વધીને રૂ. 1,302.10 થયો છે. આ ઉપરાંત મિશ્ર ધાતુ નિગમ અને ડાયનેમિક ટેકનોલોજીસના શેરનો ભાવ બે-બે ટકાથી પણ વધુ ઘટ્યા છે.
અગ્રણી કંપનીઓમાં જોઈએ તો હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરનો ભાવ 1.2 ટકા ઘટીને રૂ. 4,637.90 થયો છે. ભારત ફોર્જ ડાઇનેમિક્સના શેરનો ભાવ 1.3 ટકા ઘટીને રૂ. 1,120.10 થયો છે. મઝગાવ ડોક શિપબિલ્ડર્સના શેરનો ભાવ 0.7 ટકા ઘટીને રૂ. 2,221 થયો છે. જો કે ભારત ઇલેક્ટ્રોનિક્સ આ ઘટાડાના ટ્રેન્ડથી વિપરીત જઈ 0.5 ટકા વધી રૂ. 384.90 પર ટ્રેડ થતો હતો. જ્યારે એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ 0.8 ટકા વધીને રૂ. 1,606.90 થયો છે.
જો કે હાલના ઘટાડા છતાં પણ ભારતીય ડિફેન્સ સેક્ટરને લઈને બ્રોકિંગ કંપનીઓ આશાવાદી છે. તેનું કારણ તેની મજબૂત ઓર્ડર પાઇપલાઇન છે. તેના પરથી આગામી કેટલાય વર્ષો સુધી તેનો વિકાસ સુનિશ્ચિત હોવાનું માનવામાં આવે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
