KuberaNowLogo
Friday, 18/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સાઉદીએ ઓમાન-યુએઈના રસ્તે વૈશ્વિક બજારમાં પુરવઠો ઠાલવતા ક્રૂડ ઓઇલમાં કડાકો

સાઉદીને ક્રૂડ ઓઇલના મોરચે રાહત થતાં વિશ્વસ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો

KuberaNow
desk@kuberanowPublished On : 17 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
ક્રૂડ ઓઇલ

દુબઈઃ સાઉદીએ ઓમાનના રૂટે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ચાલુ કરી દેતા અને યુએઈએ પણ તેની નેશનલ ઓઇલ કંપની એડનોક દ્વારા પુરવઠો પૂરો પાડવાના વિકલ્પ ઓફર કરતાં વિશ્વસ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો બોલ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો પ્રાઇસ 100 કરોડ ડોલરની આસપાસ થઈ ગયો છે અને અને WTI ક્રૂડનો પ્રાઇસનો ભાવ 101 ડોલર થયો છે.


સાઉદી અરેબિયાની ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન પર આતંકી જૂથોએ હુમલો કરતાં ક્રૂડ ઓઇલના ભાવ ઊચકાયા હતા. આ હુમલાના પગલે સાઉદીએ તાકીદે પુરવઠો બંધ કરવો પડ્યો હતો. તેના લીધે વૈશ્વિક બજારમાં ઠલવાતા રોજના 50 લાખ બેરલના ઓઇલ પુરવઠાને લઈને મોટો સવાલ સર્જાયો હતો. અહીં જ ઓમાનની એન્ટ્રી થઈ હતી.



ઓમાને સાઉદીને તેને ત્યાંથી ઓઇલ પુરવઠો પૂરો પાડવાની સગવડ પૂરી પાડી છે. તેના કારણે સાઉદી દ્વારા વૈશ્વિક બજારમાં ઠાલવવામાં આવતો પૂર્વવત્ થયો છે. બીજી બાજુ યુએઈએ પણ સાઉદીને તેની સરકારી કંપની એડનોક દ્વારા તેનો ઓઇલ પુરવઠો વૈશ્વિક બજારમાં પહોંચાડવા મદદ કરવાની તૈયારી દાખવી છે. આ પુરવઠો પર્સિયન ગલ્ફ અને હોર્મુઝની બહાર આવેલા બંદર ફુજૈરાહ-સોહર રેન્જ દ્વારા પૂરો પાડવામાં આવશે.


સાઉદી અરેબિયાએ પણ જણાવ્યું છે કે પર્સિયન ગલ્ફમાં આવેલા પોર્ટ દ્વારા નિકાસ કરવાની બાંયધરી આપતા નિકાસકારો શાંત થયા હતા. આના પગલે યાન્બૂ બંદર પરથી ઓઇલ પુરવઠાની અછત જુલાઈના 2.1 કરોડ બેરલથી ઘટીને 1.5 કરોડ બેરલ થઈ ગઈ હતી. આની ભારત સહિત એશિયાઈ બજારો પર હકારાત્મક અસર પડી હતી અને તે બધા પોઝિટિવ ઝોનમાં ચાલતા હતા.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
  2. UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
  3. શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
  4. ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો

Economy

See more
  1. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
  2. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  3. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  4. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM