CAS પર SEBIની સમીક્ષા: એક મહિનામાં શું બદલાયું? સેબી શા માટે કન્સલ્ટેશન પેપર લાવશે?
3 સપ્ટેમ્બરના Expiry Day પર Sensexમાં બે મિનિટમાં 2,100થી વધુ પોઈન્ટનો swing; Options Premium 400-500% સુધી ઉછળ્યા. Augustમાં F&O turnover 22% ઘટ્યું, હવે SEBI derivative settlement priceની methodologyની સમીક્ષા કરવાની છે, ત્યારે આ સમગ્ર ઘટનાક્રમને સમજીએ અને અને તેના લીધે માર્કેટમાં કેવો બદલાવ આવ્યો તે જાણીએ.

ભારતીય શેરબજારમાં Closing Auction Session (CAS)ને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી ચર્ચાએ હવે નવો વળાંક લીધો છે. 3 સપ્ટેમ્બરના expiry day પર Sensexની indicative priceમાં માત્ર બે મિનિટમાં 2,000થી વધુ પોઈન્ટનો તીવ્ર ઘટાડો અને ત્યારબાદ recovery જોવા મળ્યા બાદ Securities and Exchange Board of India (SEBI)એ derivative contractsની settlement price methodologyની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.
જોકે, અહીં સૌથી મહત્વની વાત એ છે કે SEBIએ CAS બંધ કરવાની જાહેરાત કરી નથી. Regulator હાલ ખાસ કરીને એ બાબતની સમીક્ષા કરશે કે CAS દરમિયાન નક્કી થતો closing price derivativesના expiry settlement માટે કેવી રીતે ઉપયોગમાં લેવાય. SEBIએ consultation paper લાવવાની પણ જાહેરાત કરી છે.
3 સપ્ટેમ્બરે શું થયું?
3 સપ્ટેમ્બરનો trading session CAS અંગેની ચર્ચામાં સૌથી મહત્વનો બની ગયો. Expiry day પર Sensex દિવસ દરમિયાન મોટાભાગે મર્યાદિત rangeમાં રહ્યો હતો. પરંતુ closing auction દરમિયાન indicative Sensexમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો.
લગભગ 3:18 PMએ Sensex 76,510ની આસપાસ હતો, જે થોડા જ સમયમાં 74,373 સુધી નીચે આવ્યો. એટલે લગભગ 2,137 pointsનો ઘટાડો.
ત્યારબાદ indexમાં લગભગ 1,800 pointsની recovery થઈ અને અંતે Sensex 76,152.86 પર બંધ થયો, એટલે દિવસના અંતે માત્ર 0.55%નો ઘટાડો નોંધાયો.
આ દરમિયાન કેટલાક BSE Sensex put optionsના premiumsમાં 400%થી 500% સુધીનો ઉછાળો જોવા મળ્યો. ઉદાહરણ તરીકે, 76,400-point put optionનું premium થોડા જ મિનિટોમાં આશરે ₹47થી વધીને ₹247 સુધી પહોંચી ગયું હતું.
આ ઘટનાએ ફરી સવાલ ઊભો કર્યો કે expiry day પર closing auction અને derivatives settlement વચ્ચેનું linkage marketમાં અતિશય volatility પેદા કરી શકે છે કે નહીં.
CAS શું છે અને શા માટે લાવવામાં આવ્યું?
Closing Auction Session એટલે market closing સમયે price discovery માટેનું અલગ auction mechanism.
SEBIએ તેનો અમલ 3 August 2026થી શરૂ કર્યો હતો. પ્રથમ તબક્કામાં derivatives ઉપલબ્ધ હોય તેવા equity cash-market stocksને CAS હેઠળ લાવવામાં આવ્યા.
આ mechanism પાછળનો ઉદ્દેશ closing price discoveryને વધુ systematic બનાવવાનો, demand-supplyને auction દ્વારા match કરવાનો અને closing priceને વધુ representative બનાવવાનો હતો.
પરંતુ CASની સૌથી મહત્વની બાબત એ છે કે closing price derivativesના settlementને પણ અસર કરી શકે છે.
જો underlying stock અથવા indexનો closing price સામાન્ય continuous trading દરમિયાન જોવા મળતી કિંમતથી ઘણો અલગ હોય, તો expiry પરના derivative contractsના settlement value પર પણ તેની અસર થઈ શકે છે.
CASના પ્રથમ દિવસે શું થયું?
3 August: આ દિવસે 3:15 PM આસપાસ Nifty લગભગ 24,573ની આસપાસ હતો. પરંતુ official closing price 24,774.30 રહ્યો—અર્થાત્ closing process દરમિયાન લગભગ 200 pointsનો તફાવત જોવા મળ્યો.
તે દિવસે Nifty 1.60% વધીને બંધ થયો હતો, જ્યારે Sensexનો વધારો લગભગ 0.70% રહ્યો હતો.
અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આખા દિવસની market rallyને માત્ર CASના કારણે ગણાવી શકાય નહીં. તે દિવસે global cues, crude oil, geopolitical developments અને sector-specific buying જેવા અન્ય factors પણ marketને અસર કરી રહ્યા હતા.
પરંતુ 3:15 PM પછીના closing moveએ CASની નવી price-discovery mechanism અંગે બજારમાં ચર્ચા જરૂર શરૂ કરી.
27 August: Expiry Dayના દિવસે શું થયું?
3 સપ્ટેમ્બર પહેલાં પણ 27 Augustની monthly expiry પર CASની volatilityએ market participantsનું ધ્યાન ખેંચ્યું હતું.
દિવસ દરમિયાન Sensex મોટાભાગે 77,100ની ઉપર trade કરી રહ્યો હતો. પરંતુ closing auction દરમિયાન indicative priceમાં ભારે volatility જોવા મળી.
એક સમયે indicative Sensex લગભગ 74,988 સુધી નીચે ગયો અને ત્યારબાદ recovery થઈ. અંતે Sensex 76,933.6 પર બંધ થયો. Options marketમાં પણ તેની અસર જોવા મળી. કેટલાક optionsમાં premiumમાં અતિશય volatility જોવા મળી, જેના કારણે expiry-day traders માટે risk વધી ગયો.
Augustમાં F&O Turnover 22% ઘટ્યું
CAS અંગેની ચર્ચામાં માત્ર index movement જ નહીં, પરંતુ derivatives tradingના dataને પણ મહત્વ મળી રહ્યું છે. Augustમાં equity derivativesનું average daily turnover ઘટીને ₹346.9 trillion થયું હતું, જે Julyના સ્તર કરતાં લગભગ 22% ઓછું છે અને 14 મહિનાનું નીચું સ્તર છે. ખાસ કરીને BSEના derivatives turnoverમાં ઘટાડો વધુ તીવ્ર રહ્યો. આનું એક કારણ એ પણ છે કે BSE Sensex derivativesમાં liquidity NSE Niftyની સરખામણીએ ઓછી છે, જેના કારણે expiry day પર મોટા ordersની અસર વધુ દેખાઈ શકે છે.
પરંતુ Cash Marketમાં મોટો ઘટાડો કેમ ન થયો?
CASની અસર સમજવા માટે derivatives અને cash marketને અલગથી જોવું જરૂરી છે. Augustમાં NSEનું average daily cash turnover Julyના ₹1.20 trillionની સરખામણીએ ₹1.19 trillion રહ્યું—અર્થાત્ લગભગ સ્થિર. બીજી તરફ BSEનું cash ADTV ₹9,870 કરોડથી વધીને ₹10,591 કરોડ થયું હતું.
આથી એક મહત્વપૂર્ણ picture સામે આવે છે:
Cash-market activity relatively stable રહી, જ્યારે derivatives activityમાં મોટો ઘટાડો થયો. એટલે CASની સૌથી મોટી ચર્ચા હાલ expiry-day derivatives trading, liquidity અને settlement mechanism અંગે છે.
શું F&O turnoverમાં ઘટાડો CASના કારણે થયો?
Augustમાં F&O turnoverમાં 22% ઘટાડો થયો છે એટલે તેનો સંપૂર્ણ શ્રેય અથવા દોષ CASને આપવો યોગ્ય નહીં બને. Indian derivatives marketમાં અગાઉથી જ regulatory, funding અને taxation સંબંધિત અનેક ફેરફારો થયા છે, જેના કારણે trading activity પર અસર પડી હતી. CAS rollout સાથે derivatives activityમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ Augustના સમગ્ર declineને માત્ર CASના કારણે સમજવો યોગ્ય નથી.
Tradersએ શું કર્યું? Position size ઘટાડી અને Hedging વધાર્યું
CAS બાદ tradersના behaviourમાં પણ ફેરફારની ચર્ચા થઈ રહી છે. Augustમાં average daily options turnover લગભગ 20% ઘટ્યો હતો. કેટલાક algorithmic trading firmsએ પોતાની activityમાં 35%થી 40% સુધીનો ઘટાડો કર્યો હોવાનું પણ report થયું છે.
અર્થાત્ tradersએ uncertainty સામે position size ઘટાડવી, વધુ hedging કરવી અને expiry-day risk ઘટાડવાનો પ્રયાસ કર્યો.
Marketમાં એક સામાન્ય principle છે— Liquidity ઓછી થાય ત્યારે મોટા orderની price પર અસર વધારે થઈ શકે છે. આ જ કારણસર CASમાં liquidity અને price discovery બંને મહત્વના મુદ્દા બની ગયા છે.
Brokers માટે પણ મહત્વનો મુદ્દો
CASની અસર માત્ર exchanges કે traders પૂરતી મર્યાદિત નથી. Brokerage companiesની revenueમાં trading activity મહત્વપૂર્ણ છે. Trading frequency અને order volumes ઘટે તો transaction-linked revenue પર અસર થઈ શકે છે.
ઉદાહરણ તરીકે, Angel Oneના August business update મુજબ તેની client base year-on-year વધીને લગભગ 39.56 million થઈ હતી, પરંતુ total ordersમાં month-on-month લગભગ 18.7% ઘટાડો થયો હતો. અર્થાત્ investorsની સંખ્યા વધી રહી હતી, પરંતુ trading intensity ઘટી રહી હતી.
SEBIએ હવે શું Review કરવાનું નક્કી કર્યું?
3 Septemberના official press releaseમાં SEBIએ કહ્યું કે CAS rolloutના initial experience અને stakeholders પાસેથી મળેલા feedbackને ધ્યાનમાં રાખીને તે derivative contracts માટે settlement price નક્કી કરવાની methodologyની review કરશે.
SEBIએ consultation paper લાવવાની વાત પણ કરી છે. આ announcementનો અર્થ એ નથી કે, “SEBI CAS બંધ કરી રહ્યું છે.” હાલમાં regulatorનું focus છે: CAS closing price → Derivative settlement price. આ linkage કેવી રીતે કામ કરે છે અને તેને વધુ robust કેવી રીતે બનાવી શકાય.
આગળ શું બદલાઈ શકે?
SEBIના consultation paper બાદ ત્રણ પ્રકારના changesની શક્યતા marketમાં ચર્ચાઈ શકે છે.
1. Settlement priceની નવી methodology
Expiry settlement માટે માત્ર CAS closing price પર આધાર રાખવાને બદલે વધુ representative price calculation લાવવામાં આવી શકે.
2. CAS ચાલુ, પરંતુ derivatives settlement અલગ
Cash marketમાં CAS ચાલુ રહી શકે, પરંતુ derivative expiry settlement માટે અલગ reference price અથવા methodology અપનાવવામાં આવી શકે.
3. Existing mechanismમાં operational changes
Indicative prices, liquidity, participation અને order execution સંબંધિત frameworkમાં સુધારા થઈ શકે.
BSE, Angel One અને અન્ય Capital Market Stocks કેમ ચર્ચામાં?
SEBIની review announcement બાદ BSE, Angel One, Groww અને Motilal Oswal જેવા capital-market stocksમાં buying જોવા મળી.
Marketની ગણતરી સરળ છે: જો settlement mechanismમાં સુધારો થાય → expiry-day uncertainty ઘટે → trading participation વધે → derivatives volumesમાં recovery થાય → exchanges અને brokersને લાભ થઈ શકે. પરંતુ આ હાલ માત્ર market expectation છે. તેને actual earnings recovery તરીકે જોવું વહેલું છે.
હવે Market માટે સૌથી મહત્વના ત્રણ પ્રશ્નો
આગળની દિશા નક્કી કરવા માટે ત્રણ બાબતો પર નજર રહેશે:
1. SEBI Consultation Paperમાં શું આવે છે? આ સૌથી મોટો trigger રહેશે.
2. September અને October expiryમાં CAS દરમિયાન volatility કેટલી રહે છે? જો extreme swings ઘટે છે તો તે નવા framework માટે positive signal રહેશે.
3. F&O volumes પાછા આવે છે કે નહીં?
જો derivatives turnover recover થાય અને expiry-day participation વધે તો marketમાં confidence પાછો આવી રહ્યો છે એવું કહી શકાય.
નિષ્કર્ષ
Closing Auction Sessionનો મૂળ ઉદ્દેશ closing price discoveryને વધુ transparent અને systematic બનાવવાનો હતો. પરંતુ 3 Augustથી અમલમાં આવ્યા બાદ ખાસ કરીને expiry days પર CAS અને derivatives settlement વચ્ચેના linkageને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
3 Septemberની ઘટનાએ આ ચર્ચાને વધુ ગંભીર બનાવી—Sensexના indicative priceમાં માત્ર બે મિનિટમાં 2,137 pointsનો ઘટાડો, ત્યારબાદ recovery અને કેટલાક put optionsમાં 400-500% premium jump એ traders માટે riskને સ્પષ્ટ રીતે સામે લાવ્યો.
આ સાથે Augustમાં F&O turnoverમાં લગભગ 22% ઘટાડો પણ જોવા મળ્યો છે, જોકે આ declineને માત્ર CAS સાથે જોડવો યોગ્ય નથી. હવે SEBI settlement-price methodologyની સમીક્ષા કરશે અને નવા ફેરફાર કરવા અંગે વિચારણા કરશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
- ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
- 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો
- ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
