BSE Sensex 329 પોઇન્ટ ડાઉન, ગઇકાલની તેજી આજે ધોવાઈ
દિવસના પ્રારંભમાં ઉચકાયેલો BSE Sensex છેવટે દિવસના અંતે 329.91 કે 0.44 ટકા ઘટીને 74,529.08 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 85.30 પોઇન્ટ કે 0.36 ટકા ઘટીને 23,329 ઘટીને બંધ આવ્યો હતો.

BSE Sensex Down: બજારમાં ગઇકાલનો ઉછાળો ધોવાઈ જતાં BSE Sensex અને નિફ્ટી50 ઘટ્યા હતા. આઇટી શેરોમાં ભારે વેચવાલીના લીધે અને ટાટા ગ્રૂપના શેરોમાં પણ સળંગ ત્રીજા દિવસે વેચવાલી જારી રહેતા એક સમયે દિવસના પ્રારંભમાં ઉચકાયેલો BSE Sensex છેવટે દિવસના અંતે 329.91 કે 0.44 ટકા ઘટીને 74,529.08 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 85.30 પોઇન્ટ કે 0.36 ટકા ઘટીને 23,329 ઘટીને બંધ આવ્યો હતો.
સેન્સેક્સ પ્રારંભિક સત્રમાં ઉચકાયો
દિવસના પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ લગભગ 179.94 કે 0.24 ટકા વધીને 75,038.93 પોઇન્ટ થયો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી 74.7 પોઇન્ટ કે 0.31 ટકા વધીને 23,489 થયો હતો. તેના પછી આઇટી શેરોમાં વેચવાલી નીકળતા અને ટાટા ગ્રૂપના શેરોમાં ઘટાડો જારી રહેતા સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો હતો.
નિફ્ટીના લગભગ બધા સેક્ટોરલ ઇન્ડાઇસીસ ઘટ્યા હતા. ફક્ત મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ જ વધ્યા હતા. નિફ્ટી સ્મોલકેપ 100 0.3 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ 100 0.10 ટકા વધ્યા હતા. મોર્ગન સ્ટેન્લીના ઓવરવેઇટ અપગ્રેડેશનના પગલે કોલ ઇન્ડિયા બે ટકા વધ્યો હતો.
આઇટી શેરોની આગેવાની હેઠળ બજારમાં વેચવાલી
બજારમાં આઇટી શેરોની આગેવાની હેઠળ વેચવાલી જોવા મળી છે. સીએલએસએ અને ગોલ્ડમેન સાશે આઇટી કંપનીઓની આવકનું મધ્યમ ગાળા માટે માંગનું આઉટલૂક સ્થિર નબળું રહેશે તેમ જણાવ્યું છે. આઇટી કંપનીઓની ડિમાન્ડ કોમેન્ટરી પણ સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં શાંત રહી છે. તેણે સાવધાનીભર્યો અભિગમ દાખવ્યો છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં એલટીએમ અને એચસીએલ ટેકનોલોજીસ ચાર ટકાથી પણ વધુ ઘટ્યા હતા. આ ઉપરાંત ઓરેકલ એક ટકા ઘટ્યો હતો.
ક્રૂડ ઓઇલના ભાવ
બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.8 ટકા ઘટીને 101.1 પર હતા. જો કે તે સળંગ ચોથા દિવસે ઘટ્યા હતા, પરંતુ તે 100 ડોલરથી ઉપર જળવાયા હતા. તેના લીધે દેશનું ક્રૂડ ઓઇલ બિલ ઊંચું આવે તેમ માનવામાં આવે છે. આના કારણે કોર્પોરેટ ખર્ચા અને માર્જિન પર પણ દબાણ આવશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સોમવારે રૂ. 576.20 કરોડના મૂલ્યના શેર વેચ્યા હતા. શરૂઆતના તબક્કે આવેલા જોરદાર ઉછાળા બાદ ઊંચા સ્તરે 'પ્રોફિટ બુકિંગ' (નફો વસૂલવાની પ્રક્રિયા) જોવા મળ્યું હતું. અગાઉના સત્રમાં પણ બજારો ઊંચા સ્તરે બંધ થયા હતા, જેના કારણે નીચા ભાવે શેર ખરીદનારા રોકાણકારોએ નફો વસૂલવાનું પસંદ કર્યું હતું. સોમવારે સેન્સેક્સ 564.03 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઉછાળા સાથે 74,858.99 પર બંધ થયો હતો. સતત ચોથા દિવસે તેજી જાળવી રાખતા, નિફ્ટી 67.90 પોઈન્ટ અથવા 0.29 ટકા વધીને 23,414.30 પર બંધ થયો હતો.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
