NEWS IN BRIEF: Tata Power Renewableથી Mahindra સુધીના બિઝનેસના મોટા અપડેટ
Tata Power Renewable Energyએ FY27ના બીજા ત્રિમાસિક ગાળામાં 419 MWના Utility-Scale પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા છે, જેમાં 131.2 MWhr Storage Projectsનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, Mahindra & Mahindraએ કેનેડાની Clean Seed Technologies પાસેથી લાઇસન્સ મેળવી MaxSeederનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે.

ભારતના Renewable Energy અને Agricultural Machinery ક્ષેત્રમાંથી બે મોટા બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. Tata Power Renewable Energyએ FY27ના બીજા ત્રિમાસિક ગાળામાં પ્રોજેક્ટ અમલીકરણમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે Mahindra & Mahindraએ નવી Zero-Till ટેક્નોલોજી આધારિત કૃષિ મશીનનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે.
TPRELના Utility-Scale Projectsમાં 130% વૃદ્ધિ
Tata Power Renewable Energy Limited (TPREL)એ FY27ના બીજા ત્રિમાસિક ગાળામાં 419 MWના Utility-Scale Projects કાર્યરત કર્યા છે. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ 182 MWના પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા હતા. આ રીતે વાર્ષિક ધોરણે 130% વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન 131.2 MWhr Storage Projectsનો પણ અમલ કર્યો છે. તેમાં TPRELના In-house Projects માટે 101.2 MWhr અને Third-Party Project માટે 30 MWhr Storage Capacityનો સમાવેશ થાય છે.
TPRELનો પોર્ટફોલિયો 7.2 GW થયો
FY27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં TPRELએ કુલ 645 MWના Utility-Scale Projects અને 161.2 MWhrના Storage Projectsનો અમલ કર્યો છે. તેમાં 100.8 MWનો Jevli Wind Project, 227.5 MWનો Kalasar FDRE Solar Project, 101.2 MWhrનો BESS, 100 MWનો Kayathar Group Captive Project અને 72.5 MWનો Tata Steel Captive Project સામેલ છે. આ ઉમેરા સાથે કંપનીનો Utility-Scale Operations Portfolio વધીને 7.2 GW થયો છે. તેમાં 5.8 GW Solar, 1.3 GW Wind અને 281.2 MWhr Battery Storage Capacity છે. કંપની FY27ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં 2 GWથી વધુ ક્ષમતાના પ્રોજેક્ટ્સનો અમલ કરવાની યોજના ધરાવે છે. વર્ષના અંત સુધીમાં કુલ 9.3 GWના પ્રોજેક્ટ્સના અમલની અપેક્ષા છે.
Mahindraએ MaxSeederનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું
બીજી તરફ, Mahindra & Mahindraએ કેનેડાની Clean Seed Technologies પાસેથી લાઇસન્સ મેળવી MaxSeeder Zero-Till Multi-Crop Seeding Machineનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે. આ મશીન ચોખા, ઘઉં, સોયાબીન, મકાઈ અને કપાસ સહિત વિવિધ પાકોના વાવેતર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. Zero-Till ટેક્નોલોજીથી લણણી બાદ પરાલીમાં સીધું બીજ વાવી શકાય છે, જેથી પરાળી સળગાવવાની જરૂરિયાત માટે વિકલ્પ મળે છે.
Mahindra & Mahindraના Farm Equipment Businessના President વીજય નાકરાએ કહ્યું હતું, “મહિન્દ્રા દુનિયાભરના ખેડૂતો સુધી પર્યાવરણને અનુકૂળ અને મશીનીકરણના સમાધાનો પહોંચાડવા ક્લીન સીડ સાથે પાર્ટનરશિપ કરવા પર ગર્વ અનુભવે છે. પેટેન્ટેડ અને ઇનોવેટિવ ‘ઝીરો-ટિલ’, એકથી વધારે પાક લેતી મશીન મેક્સસીડર મહિન્દ્રાનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં ઉત્પાદન સાથે મળીને ખેડૂતો અને પર્યાવરણ બંનેને ફાયદો આપે છે. આ જોડાણ મહિન્દ્રાની ક્ષમતાઓમાં ક્લીન સીડના ભરોસા તથા ભારત અને દુનિયાભરમાં આધુનિક ખેતીવાડીની મશીનો સુધી પહોંચ વધારવામાં અમારી સહિયારી કટિબદ્ધતા પણ દર્શાવે છે. સાથે સાથે, આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ઉત્પાદનની ઉત્કૃષ્ટ ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે.”
35 HP ટ્રેક્ટરથી ઉપયોગ અને પંજાબ-હરિયાણાથી શરૂઆત
MaxSeederને 35 HP અથવા તેનાથી વધુ ક્ષમતાવાળા ટ્રેક્ટર સાથે ઉપયોગ કરી શકાય છે. મશીનમાં અલગ-અલગ પાક અને ખેતીની પદ્ધતિ અનુસાર Row Spacing તથા Metering Configuration બદલવાની સુવિધા આપવામાં આવી છે. તેનું ઉત્પાદન મધ્યપ્રદેશના પીથમપુર સ્થિત Mahindraના કૃષિ મશીનરી પ્લાન્ટમાં કરવામાં આવશે અને શરૂઆતમાં પંજાબ તથા હરિયાણામાં Mahindra Farm Equipmentની ડીલરશિપ મારફતે લોન્ચ કરવામાં આવશે.
Clean Seed Capital Groupના Chairman અને CEO ગ્રીમ લેમ્પ્રીયરે કહ્યું હતું, “અમારા SMART સીડર MINI-MAX™નું ઉત્પાદન શરૂ થવાનું જોવું ગર્વની એક ક્ષણ છે. આ વર્ષોના ઇનોવેશન, સાથસહકાર તથા ભારત અને દુનિયાભરના ખેડૂતો માટે પર્યાવરણને અનુકૂળ સીડિંગ અને પ્લાન્ટિંગનું સમાધાન આપવાના અમારા વિઝનમાં ભરોસાનો પુરાવો છે.” હું મહિન્દ્રાની મોટા પાયે ઉત્પાદનક્ષમતાથી પ્રભાવિત છું અને આ પ્રોજેક્ટ માટે મહિન્દ્રાની ટીમની કટિબદ્ધતા અને ઉત્સાહથી પ્રેરિત થયો છું." MaxSeederમાં બીજ, DAP અને યુરિયાના સચોટ ઉપયોગ માટે Intelligent Electronic Control Unit (ECU) આપવામાં આવ્યું છે. કંપની અનુસાર, Zero-Till વાવેતરથી સમય, ઇંધણ અને મજૂરીના ઉપયોગને ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો : Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




