KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

AI ઓઇલ-ગેસ સેક્ટરમાં 230 અબજ ડોલરનું મૂલ્ય છૂટું કરશે

ઓઇલ-ગેસ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલામાં વધારો થયો. કંપનીઓને કામગીરીમાં નોંધપાત્ર બચતની તક સર્જાઈ છે.

KuberaNow
desk@kuberanow29 Aug 2026
InstagramFacebookXLinkedIn
ટેકનોલોજીના ઉપયોગના પગલે મધ્યમથી લાંબા ગાળા માટે અપસ્ટ્રીમ ઓઇલ-ગેસ કંપનીઓ 125 અબજ ડોલર સુધીનું મૂલ્ય છૂટું કરી શકે છે.
ટેકનોલોજીના ઉપયોગના પગલે મધ્યમથી લાંબા ગાળા માટે અપસ્ટ્રીમ ઓઇલ-ગેસ કંપનીઓ 125 અબજ ડોલર સુધીનું મૂલ્ય છૂટું કરી શકે છે.AI Generated Image

નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વૈશ્વિક અપસ્ટ્રીમ અને ઓઇલ-ગેસ સેક્ટરમાં 230 અબજ ડોલરનું મૂલ્ય છૂટું કરશે. ટેકનોલોજી મેચ્યોર થવાની સાથે ઓટોનોમસ ઓપરેટિંગ મોડ સામાન્ય બની જશે, એમ મેકિન્સી એન્ડ કંપનીએ જણાવ્યું હતું.

અહેવાલે જણાવ્યું હતું કે AI નજીકના ભવિષ્યમાં હાલના ટેકનોલોજી વડે અપસ્ટ્રીમ ઓઇલ-ગેસ કંપનીમાં 65 અબજ ડોલરનું મૂલ્ય છૂટું કરી શકે છે. આ જોતા આગામી દિવસોમાં તે ટેકનોલોજી પરિપકવ થતાં અને સ્વચાલિત મોડેલો આગળ વધતા આના પગલે 230 અબજ ડોલરનું જંગી મૂલ્ય છૂટું થઈ શકે છે.


મેકિન્સીનું કહેવું છે કે અપસ્ટ્રીમ ઓઇલ-ગેસ કંપનીઓના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને દાયકો થયાના પગલે આ તક સર્જાઈ છે. તેના કારણે ઓઇલ-ગેસ સેક્ટરની કંપનીઓએ વાસ્તવિક પરંતુ અસંતુલિત પરિણામ આપ્યા છે. તેના લીધે કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે, ઓપરેશનલ સેફ્ટી અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રકચરના મોરચે પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.


અહેવાલનો અંદાજ છે કે પ્રમાણભૂત થયેલી ટેકનોલોજીના ઉપયોગના પગલે મધ્યમથી લાંબા ગાળા માટે અપસ્ટ્રીમ ઓઇલ-ગેસ કંપનીઓ 125 અબજ ડોલર સુધીનું મૂલ્ય છૂટું કરી શકે છે. તેના પછી સંપૂર્ણ ક્ષમતાએ કામ કરે ત્યારે આ રકમ 230 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.


અહેવાલે જણાવ્યું હતું કે શારકામ એટલે કે એક્સ્પ્લોરેશનના સેગમેન્ટમાં વર્ષે 35 અબજ ડોલરના AI રોકાણનું થશે. રિઝર્વ મૂડીનું સંપાદન કરીને આ કરી શકાશે. મેકિન્સીએ ઉમેર્યુ હતું કે જો કે કંપનીઓએ AIના ઉપયોગમાં સિલેક્ટિવ થવું પડશે. મોટાભાગની તકો પ્રમાણમાં નાના એપ્લિકેશન્સમાં જોવા મળે છે. તેનું એનાલિસિસ દર્શાવે છે કે 550થી વધુ AI યુઝનું તારણ હતું કે ટોપ ટેન વપરાશના કેસમાં તેના કુલ મૂલ્યનો અડધા જેટલો જ વપરાશ થયો હતો. જ્યારે ટોચના 60 એકાઉન્ટે 95 ટકા જેટલો વપરાશ કર્યો હતો.


અહેવાલે જણાવ્યું હતું કે એઆઈ અપસ્ટ્રીમ પર ધ્યાન કેન્દ્રિત થયું છે, તેના કારણે નોંધપાત્ર પ્રમાણમાં તકોનું સર્જન થયું છે. તેમા પણ સૌથી વધુ તકો ડેવલપમેન્ટ અને પ્રોડકશનના તબક્કામાં છે. આ ઉપરાંત પ્રોડકશન ઓપ્ટિમાઇઝેશન, ડ્રિલિંગ, આર્ટિફિશિયલ લિફ્ટ, રિઝર્વોઇર મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સમાં મોટાપાયા પર તકોનું નિર્માણ થયું છે.


Read the full article:

https://kuberanow.com/ipo/jio-platforms-ipo-sebi-approval-rs-37000-crore-2026082900003

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM