બાંગ્લાદેશે ભારત પાસેથી ખરીદ્યા 2 લાખ ટન ઘઉં, પરંતુ LCની સમસ્યાથી ડિલિવરી અટવાઈ
ભારતમાંથી ઘઉંની નિકાસના નિયમો હળવા થયા બાદ બાંગ્લાદેશે એક મહિનામાં 2 લાખ ટન ઘઉં ખરીદવાના સોદા કર્યા છે. જોકે, LCની સમસ્યાને કારણે કેટલીક ડિલિવરી અટવાઈ છે અને રેલવે સ્ટેશનો પર ઘઉંનો જથ્થો રોકાયો છે.

મુંબઇ: ભારતે ઓગસ્ટ મહિનાનાં અંતિમ સપ્તાહમાં ઘઉંની નિકાસના નિયમો હળવા કર્યા બાદ બાંગ્લાદેશે ભારત પાસેથી 2 લાખ ટન ઘઉંની આયાતના સોદા કર્યા છે. જો કે સરહદે એલસીની સમસ્યાના કારણે હજુ આ સોદાની ડીલીવરીઓ અટવાઇ રહી હોવાના અહેવાલ છે.
વૈશ્વિક સપ્લાય સમસ્યાઓ વચ્ચે ભારત તરફ વળ્યું બાંગ્લાદેશ
એકતરફ ભારતે ગત મહિને ઘઉંની નિકાસના નિયમો હળવા કર્યા અને બીજીતરફ અખાતી યુધ્ધના કારણે વૈશ્વિક બજારોમાં સમદ્રી પરિવહનની સમસ્યા અને કાળા સમુદ્રમાં અરાજકતાના કારણે બાંગ્લાદેશને ઘઉં ખરીદવાની સમસ્યા હતી. તેથી બાંગલાદેશે હવે ફરી ભારત પાસેથી ઘઉંની આયાત શરૂ કરી છે. છેલ્લા એક મહિનામાં બાંગ્લાદેશના આયાતકારોએ ભારત પાસેથી બે લાખ ટન ઘઉંની ખરીદીના સોદા કર્યા હોવાના અહેવાલ છે. પરંતુ આ સોદાની હજુ સુધી ડીલવરી સરળતાથી થઇ શકતી નથી.
LC સમસ્યાથી રેલવે સ્ટેશનો પર અટક્યો જથ્થો
વેપારી વર્તુળોના જણાવ્યા પ્રમાણે હાલમાં ભારતના બાંગ્લાદેશની સરહદથી નજીક આવેલા પશ્ચિમ બંગાળનાં નાડિયા જિલ્લાનાં દર્શાના અને ઘેડે રેલ્વે સ્ટેશનો સુધી રેલ્વે માર્ગે ઘઉં પહોંચાડાય છે અને ત્યાંથી મોટર માર્ગે બાંગ્લાદેશ ઘઉં રવાના કરાય છે. પરંતુ હાલમાં ૪૧ ટન જેટલા ઘઉં એલસીની સમસ્યાના કારણે ભારતના આ બન્ને રેલ્વે સ્ટેશનોએ અટકી ગયા હોવાના અહેવાલ છે.
2022 બાદ ઘઉં વેપારમાં મોટો સોદો
વર્ષ 2022 પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘઉંના કારોબારના એક મહિનામાં આ નોંધપાત્ર સોદા થયા હતા. અને ફરી બન્ને દેશો વચ્ચે વ્યવસાયિક સંબંધો મજબુત થવાના સંકેતો હતા પરંતુ એલસીની સમસ્યા હાલમાં અડચણ ઉભી કરી રહી છે.
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટને એમડીઆરમાંથી મળી શકે છે છૂટ
બાંગ્લાદેશને દર વર્ષે 70 લાખ ટન ઘઉંની જરૂર
બાંગ્લાદેશને વાર્ષિક 70 લાખ ટન ઘઉંની આયાત કરવી પડે છે. અગાઉ જ્યારે ભારતે 2022 માં ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યા તે પહેલા ભારત બાંગ્લાદેશની ઘઉંની માગનો 70 ટકા જેટલો પુરવઠો પુરો પાડતું હતું. ત્યારબાદ બાંગ્લાદેશે આર્જેન્ટિના, કેનેડા, રશિયા, તથા યુક્રેન જેવા દેશો પાસેથી ઘઉંની ખરીદી શરૂ કરી હતી. આ દેશોમાંથી આવતા ઘઉંનો 40 ટકા જેટલો હિસ્સો કાળા સમુદ્રના રૂટ ઉપરથી આવતો હતો. પરંતુ યુધ્ધની સ્થિતીના કારણે આ રૂટમાં વારંવાર અવરોધો આવતા શિપીંગના ચાર્જ પણ ઘણા વધી ગયા છે.
આ પણ જુઓ

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

