Maruti Suzuki Price Hike: મારુતિની કાર ખરીદવી હવે મોંઘી, જાણો કેટલા વધ્યા ભાવ
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India)એ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે.કંપનીએ 22મી નવેમ્બરથી પસંદગીની કારના ભાવમાં સરેરાશ 0.31%નો વધારો અમલમાં મૂક્યો છે.

Maruti Suzuki Car Price Hike: જો તમે નવી મારુતિ સુઝુકી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તેના માટે થોડા વધુ રૂપિયા ખર્ચવા પડશે. દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ 22મી નવેમ્બર 2026થી પસંદગીના મોડલની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ NSE અને BSEને આપેલી માહિતી અનુસાર,વધતા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા સરેરાશ 0.31 ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.
મારુતિ સુઝુકીની કાર કેટલી મોંઘી થશે?
અહેવાલો અનુસાર, કંપનીએ કિંમતોમાં સરેરાશ 0.31 ટકાનો વધારો કર્યો છે. ઉદાહરણ તરીકે, 5 લાખ રૂપિયાની કિંમતવાળી કારની કિંમત આ દરે આશરે 1,550 રૂપિયા વધી જશે. તેવી જ રીતે, 10 લાખ રૂપિયાની કિંમતવાળી કારની કિંમત આશરે 3,100 રૂપિયા વધુ થશે. જોકે, આ ફક્ત સરેરાશ વધારો છે. વાસ્તવિક કિંમતમાં વધારો વિવિધ મોડેલો અને વેરિઅન્ટ્સ માટે અલગ અલગ હોઈ શકે છે. કંપનીએ હજુ સુધી મોડેલ મુજબ કિંમતની સંપૂર્ણ માહિતી આપી નથી.
કારના ભાવ વધારવા પાછળ શું કારણ?
મારુતિ સુઝુકીના જણાવ્યાનુસાર,કાચા માલ અને ઉત્પાદન સંબંધિત ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપની ખર્ચ ઘટાડવા માટે વિવિધ પગલાં લઈ રહી છે, તેમ છતાં વધતા ખર્ચનું દબાણ યથાવત્ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે કાચા માલની ઊંચી કિંમત કંપનીની નફાકારકતા પર અસર કરી રહી છે. તેથી વધેલા ખર્ચનો અમુક ભાગ ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો પર વધારાનો બોજ ઓછામાં ઓછો રહે તે માટે મર્યાદિત ભાવવધારો કરવામાં આવ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ચોથી વખત ભાવવધારો
મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં અગાઉ ત્રણ વખત કારના ભાવ વધાર્યા હતા.એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવેલા આ ભાવવધારાની કુલ અસર 1 ટકાથી થોડી વધુ હતી. હવે નવેમ્બરમાં ફરી ભાવવધારો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ કંપનીના મેનેજમેન્ટે સંકેત આપ્યો હતો કે વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને વર્ષના બીજા છ મહિનામાં પણ કિંમતોમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવી શકે છે.
કંપનીના નફામાં 26.36%નો ઘટાડો
જુલાઈથી સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં મારુતિ સુઝુકીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 26.36 ટકા ઘટીને 2,466.1 કરોડ રૂપિયા રહ્યો હતો.કંપનીનું ઓપરેટિંગ EBITDA માર્જિન પણ ગયા વર્ષના સમાન સમયગાળાના 12.7 ટકાથી ઘટીને 9.4 ટકા થયું હતું. વેચાણ અને આવક વધવા છતાં ઉત્પાદન ખર્ચના દબાણથી નફાકારકતા પર અસર પડી હતી. બીજી તરફ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીની સ્થાનિક ડિસ્પેચ 31.6 ટકા વધીને 11.46 લાખ વાહન રહી હતી.
આ પણ વાંચો: CII Reforms : ભારતનું $26.5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય : CIIએ બતાવ્યો નાણાકીય સુધારાનો રોડમેપ
Also Read

ભારતમાં ચીનની ઇલેક્ટ્રિક કાર કંપનીનો દબદબો! માત્ર 14 મહિનામાં વધુ 10,000 કારની ડિલિવરી, કુલ આંકડો 20,000ને પાર

પેટ્રોલ-ડીઝલની ચિંતા થશે દૂર? 100% ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ થવા જઈ રહી છે!

5-સ્ટાર સેફ્ટી રેટેડ ઇલેક્ટ્રિક કાર: પરિવારની સુરક્ષા માટે ભારતની 5 સૌથી સુરક્ષિત EV

Hero Splendor Plusની કિંમતમાં વધારો, હવે સસ્તું વેરિઅન્ટ પણ પડશે આટલામાં

સેફ્ટીમાં Tataનો દબદબો યથાવત, તો Hyundai Vernaએ પણ રચ્યો ઇતિહાસ

શિયાળામાં કાર માઇલેજ ઘટી જાય છે? પેટ્રોલ-ડીઝલનો ખર્ચ વધારતી આ 4 ભૂલો ટાળો

Maruti Brezza vs Tata Nexon: સલામતી અને મજબૂતીમાં કઈ SUV છે સૌથી દમદાર? જુઓ સરખામણી




