પેટ્રોલ-ડીઝલની ચિંતા થશે દૂર? 100% ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ થવા જઈ રહી છે!
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે ઇથેનોલનો ઉપયોગ વધારવાની દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે Toyotaની 100% બાયો-ઇથેનોલ પર ચાલવા સક્ષમ Innova કાર લોન્ચ કરાશે.

Toyota Innova Ethanol Flex Fuel: ભારતમાં પેટ્રોલના વધતા વપરાશ અને આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે નવી ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દિશામાં Toyotaની નવી ઇથેનોલ આધારિત Innova કાર મહત્ત્વપૂર્ણ બની શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 26મી નવેમ્બરે 100% બાયો-ઇથેનોલ પર ચાલવા સક્ષમ Toyota Innova લોન્ચ કરાશે. તેમણે દિલ્હીમાં આયોજિત ઊર્જા ક્ષેત્રના કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી.
પેટ્રોલ વગર કેવી રીતે દોડશે નવી Innova?
આ કારમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય પેટ્રોલ કારની સરખામણીએ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ઇથેનોલ અને પેટ્રોલના અલગ-અલગ મિશ્રણ પર કામ કરી શકે છે. નવી Innova E100 એટલે કે લગભગ 100 ટકા ઇથેનોલ આધારિત ઇંધણ પર ચાલવા સક્ષમ હશે. આ ટેક્નોલોજીનો હેતુ પરંપરાગત પેટ્રોલનો વપરાશ ઘટાડવાનો છે.
₹25થી ₹30માં કાર ચાલશે?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યાનુસાર, નવી Innovaની હાઇબ્રિડ ટેક્નોલોજીથી ઇંધણનો ખર્ચ નોંધપાત્ર ઘટી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે કારનો અસરકારક ચલાવવાનો ખર્ચ પેટ્રોલના લિટરદીઠ 25થી 30 રૂપિયાના ખર્ચની સમકક્ષ થઈ શકે છે.નોંધનીય છે કે,આ 25થી 30 રૂપિયા ઇથેનોલનો વાસ્તવિક પ્રતિ લિટર વેચાણભાવ નથી.આ હાઇબ્રિડ ટેક્નોલોજીથી મળતી કાર્યક્ષમતા અંગે મંત્રીનો અંદાજ છે.
હાઇબ્રિડ ટેક્નોલોજીથી શું ફાયદો?
નવી Innovaમાં ઇથેનોલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવશે. હાઇબ્રિડ સિસ્ટમ ડ્રાઇવિંગ દરમિયાન કેટલીક પરિસ્થિતિઓમાં ઇલેક્ટ્રિક મોટરની મદદથી કાર ચલાવી શકે છે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યાનુસાર,આ ટેક્નોલોજીથી કારના સંચાલનમાં વીજળીનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.પરિણામે ઇંધણની બચત થઈ શકે છે. જોકે, વાસ્તવિક માઇલેજ અને ખર્ચ જાણવા માટે કંપનીના સત્તાવાર પરીક્ષણના આંકડા મહત્વપૂર્ણ રહેશે.
શું 26મી નવેમ્બરથી ગ્રાહકો કાર ખરીદી શકશે?
સરકારે ઓક્ટોબર 2026માં E100 સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે નિયમનકારી માર્ગ ખુલ્લો કર્યો છે. પરંતુ Toyotaએ નવી Innovaની કિંમત, માઇલેજ, બુકિંગ અથવા સામાન્ય ગ્રાહકો માટે વેચાણ શરૂ થવાની તારીખ અંગે પુષ્ટિ કરેલી વિગતો હજુ ઉપલબ્ધ નથી. આથી 26 નવેમ્બરના કાર્યક્રમને કારની રજૂઆત તરીકે જોવો જોઈએ; તે જ દિવસથી દેશભરમાં વેચાણ શરૂ થશે એવું માનવું યોગ્ય નથી.
આ પણ વાંચો: મોટી કંપનીઓ કરતાં નાના વેપારીઓને લોન આપો!, RBI ગવર્નરે બેન્કોને આપી સલાહ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ભારતમાં ચીનની ઇલેક્ટ્રિક કાર કંપનીનો દબદબો! માત્ર 14 મહિનામાં વધુ 10,000 કારની ડિલિવરી, કુલ આંકડો 20,000ને પાર

Maruti Suzuki Price Hike: મારુતિની કાર ખરીદવી હવે મોંઘી, જાણો કેટલા વધ્યા ભાવ

5-સ્ટાર સેફ્ટી રેટેડ ઇલેક્ટ્રિક કાર: પરિવારની સુરક્ષા માટે ભારતની 5 સૌથી સુરક્ષિત EV

Hero Splendor Plusની કિંમતમાં વધારો, હવે સસ્તું વેરિઅન્ટ પણ પડશે આટલામાં

સેફ્ટીમાં Tataનો દબદબો યથાવત, તો Hyundai Vernaએ પણ રચ્યો ઇતિહાસ

શિયાળામાં કાર માઇલેજ ઘટી જાય છે? પેટ્રોલ-ડીઝલનો ખર્ચ વધારતી આ 4 ભૂલો ટાળો

Maruti Brezza vs Tata Nexon: સલામતી અને મજબૂતીમાં કઈ SUV છે સૌથી દમદાર? જુઓ સરખામણી




