Solar કંપની Emmveeની ધમાકેદાર કમાણી, આવક ₹3,132 કરોડને પાર
નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં આવક 45.1% વધીને ₹3,131.9 કરોડ થઈ. ચોખ્ખો નફો 79% વધી ₹762.3 કરોડ અને EBITDA ₹1,105 કરોડ પર પહોંચ્યો.

Emmvee Photovoltaic Power Ltd. (NSE: EMMVEE, BSE: 544608) 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળા અને છ મહિનાના ગાળા માટેના તેના કન્સોલિડેટેડ અનઓડિટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં કંપનીની કામગીરીમાંથી થતી આવક 45.1 ટકા વધીને રૂ. 3,131.9 કરોડ થઈ હતી. એબિટા 47.4 ટકા વધીને રૂ. 1,105.0 કરોડ અને ચોખ્ખો નફો 79.1 ટકા વધીને રૂ. 762.3 કરોડ થયો હતો. નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની કામગીરીમાંથી થતી આવક વાર્ષિક ધોરણે 39.4 ટકા વધીને રૂ. 1,576.4 કરોડ થઈ હતી. આ ગાળા દરમિયાન કરવેરા બાદનો ચોખ્ખો નફો 60.6 ટકા વધીને રૂ. 382.0 કરોડ થયો હતો.
કામગીરી અને ઓર્ડર બુકની મુખ્ય વિગતો :
- નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં સોલાર પીવી મોડ્યુલનું ઉત્પાદન 952 મેગાવોટ થયું હતું, જ્યારે નાણાંકીય વર્ષ 2026ના સમાન ત્રિમાસિક ગાળામાં તે 682 મેગાવોટ હતું.
- ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સોલાર સેલનું ઉત્પાદન 319 મેગાવોટથી વધીને 513 મેગાવોટ થયું હતું.
- નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં સોલાર સેલની ઉત્પાદન ક્ષમતાનો અસરકારક ઉપયોગ 89 ટકા અને મોડ્યુલની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ 44 ટકા રહ્યો હતો.
- નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળાના અંતે કંપનીની ઓર્ડર બુક 10.4 ગીગાવોટની હતી. આ ત્રિમાસિક ગાળા દરમિયાન આશરે 1.5 ગીગાવોટના નવા ઓર્ડર મળવાથી ઓર્ડર બુકને ટેકો મળ્યો હતો.
- 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં કંપનીએ વાર્ષિક 10.3 ગીગાવોટ મોડ્યુલ અને 2.94 ગીગાવોટ ટોપકૉન સોલાર સેલના ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરી હતી. Emmvee અગ્રણી ઈન્ટિગ્રેટેડ મોડ્યુલ અને સેલ ઉત્પાદન કંપની છે.
ઉત્પાદન ક્ષમતામાં વધારો અને ઇન્ટિગ્રેશન
Emmvee 6 ગીગાવોટની સંકલિત ટોપકૉન મોડ્યુલ અને સેલ ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના પર આગળ વધી રહી છે. આ વિસ્તરણ હેઠળના એકમો શરૂ થયા બાદ વ્યાપારી વેચાણ અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ તબક્કાવાર વધવાની અપેક્ષા છે.
કંપની તબક્કાવાર રીતે ઇન્ગોટ અને વેફરના ઉત્પાદન ક્ષેત્રે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવાની યોજના ધરાવે છે. આ માટે કુલ 9 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં આવશે, જેમાં નાણાંકીય વર્ષ 2029માં 5 ગીગાવોટ અને નાણાંકીય વર્ષ 2030માં વધુ 4 ગીગાવોટની ક્ષમતા ઉમેરવાની યોજના છે. જોકે, આ યોજના એએલએમએમ-3ના અમલીકરણની સમયમર્યાદા અંગે નિયમનકારી સ્પષ્ટતા અને બજારની સ્થિતિ પર આધારિત રહેશે. પ્રસ્તાવિત ઇન્ગોટ અને વેફર ઉત્પાદન પ્રોજેક્ટ માટે અંદાજિત મૂડી ખર્ચ રૂ. 5,000થી 5,500 કરોડ છે. આ ખર્ચનો મોટાભાગનો હિસ્સો કંપનીની આંતરિક કામગીરીમાંથી ઊભા થતા ભંડોળ દ્વારા પૂરો કરવાની અપેક્ષા છે.
બેલેન્સ શીટ અને રોકડ પ્રવાહ
30 સપ્ટેમ્બર, 2026ના રોજ કંપનીનું ચોખ્ખું દેવું અને ઇક્વિટીનો ગુણોત્તર 0.12 ગણો હતો. નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં કંપનીની કામગીરીમાંથી રૂ. 409.9 કરોડની ચોખ્ખી રોકડ ઊભી થઈ હતી, જ્યારે નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં આ રકમ રૂ. 120.7 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન ધિરાણ પાછળના ખર્ચમાં થયેલા ઘટાડાએ પણ કમાણીમાં વૃદ્ધિ કરવામાં મદદ કરી હતી.
માર્ચ 2027 સુધીમાં 6 ગીગાવોટની સેલ ઉત્પાદન લાઇન શરૂ થવાની અપેક્ષા
કંપનીના પરિણામો અંગે Emmvee Photovoltaic Power Ltd.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી.વી. મંજુનાથે જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં અમારું પ્રદર્શન કંપનીના વ્યવસાયમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિને બજારમાં સતત જળવાયેલી માગ, કામગીરીમાં કાર્યક્ષમતા અને સંકલિત ઉત્પાદન વ્યવસ્થાના લાભોનો ટેકો મળ્યો છે. અમારો 6 ગીગાવોટની સંકલિત ટોપકૉન સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન સુવિધા સ્થાપવાનો વિસ્તરણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટેના મોટા ભાગના મુખ્ય ખર્ચને લગતા ઓર્ડર પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે. અમને ડિસેમ્બર 2026 સુધીમાં 6 ગીગાવોટની મોડ્યુલ ઉત્પાદન લાઇન શરૂ કરવાની અને ત્યારબાદ માર્ચ 2027 સુધીમાં 6 ગીગાવોટની સેલ ઉત્પાદન લાઇન શરૂ કરવાની અપેક્ષા છે.
કંપનીની ઉત્પાદન ક્ષમતા 16.3 ગીગાવોટ મોડ્યુલ અને 8.9 ગીગાવોટ સેલ થશે
ઉત્પાદન એકમો શરૂ થવાની સાથે વ્યાપારી વેચાણ પણ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ તબક્કાવાર વધારવામાં આવશે. વિસ્તરણ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ અમારી વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધીને આશરે 16.3 ગીગાવોટ મોડ્યુલ અને 8.9 ગીગાવોટ સેલની થશે. આ વિસ્તરણ પાછળની ઉત્પાદન પ્રક્રિયાઓ પર વધુ નિયંત્રણ મેળવવા, દેશમાં જ કાચા માલ અને અન્ય જરૂરી સામગ્રીની ખરીદીને મજબૂત બનાવવા, સપ્લાય ચેઇનને વધુ સક્ષમ અને સ્થિતિસ્થાપક બનાવવા તથા લાંબા ગાળે વધુ સ્પર્ધાત્મક વ્યવસાય ઊભો કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.”
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Streaming War વચ્ચે Netflix પર સંકટ! 1,000 કર્મચારીઓ પર છટણીની તલવાર

Nestle Indiaનો નફો 36% વધ્યો છતાં શેર 7% કડાકો, જાણો શું છે તેની પાછળનું કારણ

Growwનો Q2 નફો 54% ઉછળીને ₹726 કરોડ, આવકમાં પણ 47%નો વધારો

IDBI બેન્કના ખાનગીકરણને કેબિનેટની મંજૂરી, ₹52,878 કરોડની ડીલ

₹20ના ફ્લેવર્ડ મિલ્કથી અંબાણીની નવી એન્ટ્રી, Amul-ITCને આપશે ટક્કર

Gen Zને આકર્ષવા Fastrack Perfumesની નવી સ્ટ્રેટેજી! મીઠાઈની સુગંધવાળા પરફ્યુમ લોન્ચ

નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!





