IDBI બેન્કના ખાનગીકરણને કેબિનેટની મંજૂરી, ₹52,878 કરોડની ડીલ
IDBI બેન્કના ખાનગીકરણ પર અંતે મોટો નિર્ણય લેવાયો છે. બેન્કમાં કેનેડા ઈન્ક. કંપનીની 60.72 ટકા ભાગીદારી હશે. સરકાર આ બેન્કમાંથી તેનો 15 ટકા હિસ્સો વેચશે જ્યારે LIC પણ 19 ટકા હિસ્સો વેચશે.

IDBI બેન્કના ખાનગીકરણ પર મોટો નિર્ણય થઈ ગયો છે. સરકારે રૂ. 52,878 કરોડમાં બેન્કનો અંદાજે 60.72 ટકા હિસ્સો વેચવાને મંજૂરી આપી દીધી છે. બેન્કમાં હવે ફેરફેક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગની પેટા કંપની કેનેડા ઈન્ક.ની 60.72 ટકા ભાગીદારી હશે. સરકાર આ બેન્કમાંથી તેનો 15 ટકા હિસ્સો વેચશે જ્યારે LIC પણ 19 ટકા હિસ્સો વેચશે. જોકે, વેચાણની શરતો મુજબ આગામી 3 વર્ષ સુધી બેન્કનું નામ બદલી શકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ કેનેડિયન એકમને આ વ્યૂહાત્મક વેચાણને મંજૂરી આપી દીધી છે.
સરકાર પાસે હવે 34 ટકા ભાગીદારી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું કે, કેબિનેટે IDBI બેન્કના સ્ટ્રેટેજિક રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપી દીધી છે. તેના માટે એક વ્યૂહાત્મક ભાગીદાર પસંદ કરવામાં આવ્યો છે અને આ પાર્ટનરની મદદથી બેન્કમાં નવી મૂડી નાંખી શકાશે. દેશના નાણાકીય સર્વિસ સેક્ટરમાં આ સૌથી મોટી FDIનું માધ્યમ બની શકેછે. આ પુનર્ગઠન પછી ભારત સરકાર અને એલઆઈસીનો IDBI બેન્કમાં 34 ટકા હિસ્સો રહેશે.
IDBI બેન્કમાં હાલ કેન્દ્ર સરકાર અને LICનો 94.72 ટકા હિસ્સો છે. તેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 45.47 ટકા અને LICનો હિસ્સો 49.24 ટકા છે. અગાઉના પ્રસ્તાવ મુજબ કેન્દ્ર સરકાર તેનો 30.48 ટકા હિસ્સો વેચી રહી છે જ્યારે LIC તેનો 30.24 ટકા હિસ્સો વેચવા તૈયાર થઈ છે. આ રીતે કુલ 60.72 ટકા હિસ્સો કેનેડા ઈન્ક નામની કંપનીને વેચવામાં આવશે.
ફેરફેક્સે સ્પર્ધાત્મક બોલીમાં IDBIની ખરીદી કરી
આ ડીલ સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી બેન્કમાં સરકારનો હિસ્સો 15 ટકા તથા LICનો હિસ્સો 19 ટકા બચશે. ફેરફેક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગની પેટા કંપની કેનેડા ઈન્ક. કંપનીને 60.72 ટકા હિસ્સા સાથે મેનેજમેન્ટ કંટ્રોલ એટલે કે બેન્કના સંચાલન પર નિયંત્રણ પણ મળી જશે. વ્યૂહાત્મક વેચાણ બે તબક્કાની સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયાને અનુસરીને થયું હતું, જેનું નિરીક્ષણ બહુ-સ્તરીય નિર્ણય લેવાની પદ્ધતિ દ્વારા કરાયું હતું, જેમાં આંતર-મંત્રાલય જૂથ, ડિસઈન્વેસ્ટમેન્ટ પર સચિવોના મુખ્ય જૂથ અને કેબિનેટ મંત્રીઓના સશક્ત જૂથનો સમાવેશ થતો હતો. સરકારે 7 ઓક્ટોબર, 2022ના રોજ ઈન્ટ્રેસ્ટ ઓફ એક્સપ્રેશન્સ આમંત્રિત કરતી પ્રારંભિક માહિતી મેમોરેન્ડમ જારી કર્યું હતું.
IDBI બેન્કના નાણાકીય સ્થિતિમાં સુધારો
IDBI બેન્કની સ્થાપના 1964માં ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂટ તરીકે થઈ હતી અને તેને 2004માં કોમર્શિયલ બેન્કમાં પરિવર્તિત કરાઈ હતી. આરબીઆઈએ જાન્યુઆરી 21, 2019ના રોજ ખાગની ક્ષેત્રની બેન્ક તરીકે તેને વર્ગિકૃત કરી હતી જ્યારે બેન્કમાં સરકારનું હોલ્ડિંગ 2019થી 51 ટકાથી ઓછું રહ્યું છે. બેન્ક નાણાકીય તંગીનો સામનો કરતી હતી અને સરકાર તથા LICએ વારંવાર ભંડોળ ફાળવવું પડ્યું હતં. 2010 અને 2020 વચ્ચે સરકારે બેન્કમાં રૂ. 25,000 કરોડ જેટલું ભંડોળ ઠાલવ્યું હતું.
આરબીઆઈએ IDBIને તેના પ્રોમ્પ્ટ કેરક્ટિવ એક્શન ફ્રેમવર્ક હેઠળ મૂકી હતી અને બેન્કની નોન-પરફોર્મિંગ એસેટ્સ અને નુકસાનના કારણે મે 5, 2017ના રોજ નિયંત્રણો નાંખ્યા હતા. સેન્ટ્રલ બેન્કે માર્ચ 10, 2021માં શરતો અને સતત નિરિક્ષણને આધિન આ નિયંત્રણો ઉઠાવી લીધા હતા. ત્યાર બાદ બેન્કની એસેટ ગુણવત્તામાં સુધારો થયો છે. તેની કુલ એનપીએ સપ્ટેમ્બર 2018માં 31.78 ટકાથી ઘટીને માર્ચ 2026માં 2.32 ટકા રહી હતી જ્યારે નેટ એપીએ સમાન સમયમાં 17.30 ટકાથી ઘટીને 0.15 ટકા રહી હતી. તેનો કેપિટલ એડેકસી રેશિયો 2018માં 6.22 ટકાથી વધીને માર્ચ 2026માં 26.65 ટકા થયો હતો. IDBIએ નાણાકીય વર્ષ 2026માં રૂ. 9,513 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તેનો કુલ બિઝનેસ સપ્ટેમ્બર 30, 2026માં વાર્ષિક ધોરણે 18 ટકા વધીને રૂ. 6,27,149 કરોડ હતો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

₹20ના ફ્લેવર્ડ મિલ્કથી અંબાણીની નવી એન્ટ્રી, Amul-ITCને આપશે ટક્કર

Gen Zને આકર્ષવા Fastrack Perfumesની નવી સ્ટ્રેટેજી! મીઠાઈની સુગંધવાળા પરફ્યુમ લોન્ચ

નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!

અમદાવાદની કંપનીનો Q2 નફો 135% ઉછળ્યો, પરિણામ બાદ શેર બન્યો રોકેટ

કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹2,225 કરોડનો ઓર્ડર, કંપનીની જાહેરાત બાદ શેરમાં ઉછાળો

HCLTechનો Q2 નફો 21.2% વધીને ₹5,132 કરોડ, શેરધારકોને આપશે ₹12 ડિવિડન્ડ

Goodluck Indiaનો શેર રોકેટની જેમ ભાગ્યો, જાણો શું છે મોટી ખબર?




