જથ્થાબંધ મોંઘવારીએ લગાવી આગ, WPI 11.39% પર પહોંચ્યો!
ઓગસ્ટના 9.92%થી સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો આવ્યો. ખાદ્ય પદાર્થો, ઈંધણ-વીજળી અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ મોંઘી થતાં પ્રોડક્શન ખર્ચ વધવાની ચિંતા વધી.

ઓગસ્ટમાં ભારતનો જથ્થાબંધ મોંઘવારી દર 9.92 ટકા હતો, જે હવે વધી ગયો છે. ઈંધણ અને વીજળીના ભાવમાં વધારા, ખાદ્ય પદાર્થો મોંઘા થવાથી અને અનેક ઉદ્યોગોમાં ફેક્ટરી-ગેટ કિંમતો વધવાથી મોંઘવારી દર વધ્યો છે. દેશમાં જથ્થાબંધ ફુગાવા (WPI) પર આધારિત મોંઘવારી દર સપ્ટેમ્બરમાં વધીને 11.39 ટકા થઈ ગયો છે, જે અગાઉના મહિનામાં 9.92 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારીમાં થયેલા આ તિવ્ર વધારાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં પ્રોડક્શનનો ખર્ચ વધશે અને તેની અસર સામાન્ય જનજીવન તથા રીટેલ બજાર પર પણ પડી શકે છે.
મેન્યુફેક્ચરિંગનો મોંઘવારી દર વધીને 9.76 ટકા
મોંઘવારી દરમાં વધારા પાછળ ખાદ્ય પદાર્થ, ઈંધણ અને મેન્યુફેક્ચરિંગ સંબંધિત વસ્તુઓના ભાવમાં વધારો મુખ્ય કારણ છે. ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર ઓગસ્ટમાં 7.05 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 8.66 ટકા થઈ ગયો. મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી વસ્તુઓનો મોંઘવારી દર સપ્ટેમ્બરમાં વધીને 9.76 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 8.37 ટકા હતો. ઈંધણ અને વીજળીના મોંઘવારી દરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં તે 22.93 ટકા હતો, જે સપ્ટેમ્બરમાં વધીને 25.85 ટકા થઈ ગયો.
અનેક વસ્તુઓના ભાવમાં વધારો જવાબદાર
જથ્થાબંધ મોંઘવારી દરમાં તેજી પાછળ અનેક પ્રકારની વસ્તુઓના ભાવમાં વધારો જવાબદાર છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ સપ્ટેમ્બરમાં મોંઘવારી દર વધારનારા મુખ્ય કારણોમાં મિનરલ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાદ્ય પદાર્થ, ક્રૂડ પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ, કોલસો અને લિગ્નાઈટ, મૂળભૂત ધાતુઓ અને તેનાથી બનેલા ઉત્પાદનો, રસાયણ તથા રાસાયણિક ઉત્પાદનો, કપડાં, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો, વીજળીના ઉપકરણોના ભાવમાં વધારાનો સમાવેશ થાય છે.
ક્રૂડ ઓઈલ અને ખાતરના ભાવમાં વધારાની અસર
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ખાતરના ભાવમાં વધારાની અસર પણ મોંઘવારી દર પર જોવા મળી છે. પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધ અને હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા અવરોધોએ ક્રૂડ ઓઈલના પૂરવઠા અને કિંમતો પર દબાણ વધાર્યું છે. ભારત ક્રૂડ ઓઈલની આયાત માટે આ સમુદ્રી માર્ગ પર ઘણે અંશે નિર્ભર છે. એવામાં ક્રૂડ ઓઈલ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવ વધે છે તો પરિવહન, ઉત્પાદન અને ખેતીના ખર્ચ પર પણ અસર પડે છે.
રિટેલ મોંઘવારીમાં પણ વધારો
જથ્થાબંધ મોંઘવારીની સાથે રિટેલ મોંઘવારી દરમાં પણ વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી વધીને 5.54 ટકા પર પહોંચી ગઈ, જે પાછલા 23 મહિનાના ટોચના સ્તરે છે. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર 4.83 ટકા હતો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

આખરે RBIની મહેનત રંગ લાવી, રૂપિયો ડોલર સામે મજબૂત થતાં 1 મહિનાની ટોચે

નિવૃત્તિ પછી માત્ર ઘર નહીં, સંભાળ પણ: ભારતમાં Senior housing બજાર $11.43 અબજ પહોંચવાનો અંદાજ

દિવાળી પહેલાં રિટેલ બિઝનેસમાં તેજી! ₹7 લાખ કરોડથી વધુના વેપારની આશા

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ




