KuberaNowLogo
Sunday, 04/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

યસ બેન્કની લોન વૃદ્ધિ ત્રિમાસિક ધોરણે 8.6 ટકા વધી 3.09 લાખ કરોડ થઈ

યસ બેન્કની લોન અને એડવાન્સિસ (ધિરાણ) ત્રિમાસિક ધોરણે 8.6% વધીને ₹3,09,675 કરોડ થઈ છે, જ્યારે થાપણો 12.3% વધીને ₹3,54,084 કરોડ થઈ છે.

desk@kuberanowPublished On : 4 Oct 2026
Yes Bank

Business Update: ખાનગી ક્ષેત્રની બેન્ક 'યસ બેંક લિમિટેડ'એ રવિવારે જણાવ્યું હતું હતું કે 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની લોન અને એડવાન્સિસ (ધિરાણ) ત્રિમાસિક ધોરણે 8.6% વધીને ₹3,09,675 કરોડ થઈ છે, જ્યારે થાપણો 12.3% વધીને ₹3,54,084 કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે, લોન અને એડવાન્સિસ 23.8% વધ્યા છે, ગયા વર્ષે સમાન સમયગાળામાં લોન અને એડવાન્સીસ ₹2,50,212 કરોડ હતી, જ્યારે થાપણો ₹2,96,276 કરોડથી 19.5% વધી 3.54 લાખ કરોડ થઈ છે. બેંકે જણાવ્યું હતું કે આ વ્યવસાયિક આંકડા કામચલાઉ છે.


CASA રેશિયો 30%

બેન્કમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ચાલુ ખાતા અને બચત ખાતા (CASA) ની થાપણો ₹1,06,255 કરોડ હતી; જે અગાઉના ત્રિમાસિક ગાળાના ₹1,03,233 કરોડની સરખામણીમાં 2.9% અને એક વર્ષ અગાઉના ₹99,708 કરોડની સરખામણીમાં 6.6% નો વધારો દર્શાવે છે. CASA રેશિયો ૩૦% રહ્યો હતો, જે જૂન ત્રિમાસિક ગાળામાં 32.7% અને એક વર્ષ અગાઉ 33.7% હતો. 30 સપ્ટેમ્બર સુધીમાં 'સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ' (CDs) ₹11,382 કરોડ હતા, જે 30 જૂનના રોજ ₹6,604 કરોડ હતા.


ક્રેડિટ-ટુ-ડિપોઝિટ રેશિયો ઘટીને 87.5% થયો

યસ બેંકનો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ક્રેડિટ-ટુ-ડિપોઝિટ રેશિયો 87.5% હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 90.4% અને એક વર્ષ અગાઉ 84.5% હતો. સંકલિત ધોરણે સરેરાશ ત્રિમાસિક લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR) 131.4% રહ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 138.2% અને એક વર્ષ અગાઉ 125.1% હતો.


સામાન્ય ધિરાણ અને થાપણોમાં વૃદ્ધિ

બેંકની ગિફ્ટ સિટી (GIFT City) શાખા દ્વારા આપવામાં આવેલી ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) (FCNR(B)) થાપણો અને સંબંધિત ફોરેન કરન્સી ટર્મ લોન્સ (FCTL) માટે સમાયોજન કર્યા પછી, ધિરાણ વૃદ્ધિ ત્રિમાસિક ધોરણે 3.3% રહી હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 17.7% હતી.

FCNR(B) માટે સામાન્યકૃત કરાયેલ થાપણોની વૃદ્ધિ 6.5% રહી હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 13.2% હતી. સામાન્યકૃત CASA રેશિયો 31.7% રહ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 32.8% અને એક વર્ષ અગાઉ 33.7% હતો. ગિફ્ટ સિટી શાખામાંથી આપવામાં આવેલી FCTL માટે સમાયોજન કર્યા પછી, સામાન્યકૃત ક્રેડિટ-ટુ-ડિપોઝિટ રેશિયો 83.2% રહ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 90.4% અને એક વર્ષ અગાઉ 84.5% હતો.

આ પણ જુઓઃ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM