મ્યાનમારથી સોપારીની દાણચોરીનો મોટો ખેલ! મિઝોરમમાં ₹2.24 કરોડની બે ખેપ ઝડપાઈ
મ્યાનમારથી મિઝોરમ મારફતે ભારતમાં દાણચોરીથી લાવવામાં આવેલી ₹2.24 કરોડની સોપારીની બે ખેપ સુરક્ષા દળોએ પકડી છે. EDના અંદાજ મુજબ, સોપારીની દાણચોરીથી છેલ્લા થોડા સમયમાં ભારતીય તિજોરીને ₹409 કરોડનું નુકસાન થયું છે.

મ્યાનમારથી મિઝોરમ મારફતે ભારતમાં દાણચોરીથી લાવવામાં આવતી સોપારીના વેપાર પર સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. 12 અને 15 ઑક્ટોબરે હાથ ધરાયેલા બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ ₹2.24 કરોડની સોપારીની બે ખેપ પકડાઈ છે. આ દાણચોરીનો સીધો સંબંધ દેશના સ્થાનિક સોપારી બજાર અને તિજોરીને થતા નુકસાન સાથે જોડાયેલો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
બે ઓપરેશનમાં ₹2.24 કરોડની સોપારી જપ્ત
મિઝોરમના ખાઉઝ્વાલ જિલ્લા પોલીસે 15 ઑક્ટોબરે સરહદી વિસ્તારમાં તુસેનફાય પ્રાંતમાં કાર્યવાહી કરી હતી. આ દરમિયાન 170 બોરીમાં 13,600 કિલો સોપારી ભરેલી એક ટ્રક પકડી પાડવામાં આવી હતી. આ જથ્થો ચમ્ફાઇના કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ પહેલાં 12 ઑક્ટોબરે લુંગવાર નજીક નેશનલ હાઇવે-6 પરથી આશરે ₹1.12 કરોડની કિંમતની સોપારી સાથે વિદેશી સિગારેટના બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. બંને કાર્યવાહીમાં પકડાયેલી સોપારીની કિંમત આશરે ₹2.24 કરોડ હોવાનું જણાવાયું છે.
દાણચોરીથી તિજોરીને ₹409 કરોડના નુકસાનનો અંદાજ
મ્યાનમારથી સોપારીની દાણચોરીના વધી રહેલા બનાવો વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા થોડા સમયમાં દેશની તિજોરીને આશરે ₹409 કરોડનો ફટકો પડ્યો છે. મિઝોરમ અને મ્યાનમારને અડીને આવેલા સરહદી વિસ્તારોમાંથી સોપારીની દાણચોરીના અનેક કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા થોડા સમયમાં આ માર્ગેથી આશરે ₹1,022 કરોડની સોપારીની દાણચોરીના કિસ્સા પકડાયા હોવાનું જણાવાયું છે. EDના અંદાજ પ્રમાણે કુલ 3,103 ટન સોપારીની દાણચોરીથી ભારતીય તિજોરીને આશરે ₹409 કરોડનું નુકસાન થયું છે.
ગુજરાત સુધી પહોંચે છે દાણચોરીની સોપારી
મ્યાનમારથી દાણચોરીથી ભારતમાં લાવવામાં આવતી સોપારી સામાન્ય રીતે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધીના ગુટખા, પાનમસાલા અને માવા બનાવતા ઉત્પાદકોને સપ્લાય થતી હોવાનું જણાવાયું છે. મ્યાનમાર અને મિઝોરમને અડીને આવેલો સરહદી વિસ્તાર સોપારીની દાણચોરી માટે કુખ્યાત હોવાનું પણ જણાવાયું છે. ભારતમાં સોપારીનું કુલ વાર્ષિક ઉત્પાદન આશરે 14 લાખ ટન હોવાનું જણાવાયું છે, જેમાં કર્ણાટકનો હિસ્સો આશરે 10 લાખ ટન છે. બીજી તરફ બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી પણ સોપારી ભારત આવે છે. આ આયાતમાં Duty Free-Quota Free (DFQF) વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્વોટા પૂર્ણ થયા બાદ મોટા પાયે દાણચોરીથી સોપારી ભારતમાં લાવવાની મોડસ ઓપરેન્ડી ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના કારણે સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થતું હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : શોપિંગ બાદ હવે જમવાનું પણ Flipkartથી? Zomato-Swiggyને ટક્કર આપવા Flipkartની તૈયારી
આ પણ જુઓ:
Also Read

Gold Silver Price Today : સોનાની તેજીને મળ્યું ફેડનું બળ! ચાંદી પણ દોડવા લાગી, જાણો હવે કયા લેવલ મહત્વના

મોંઘવારી-યુદ્ધ વચ્ચે સોના-ચાંદીની પરીક્ષા, દિવાળી પહેલાં કઈ દિશામાં જશે?

Gold-Silver Price Today: વ્યાજદરનો ડર ઘટ્યો, સોના-ચાંદીમાં ખરીદી વધી

દેશમાં 108 લાખ ટન સોયાબીનનાં ઉત્પાદનનો SOPAનો અંદાજ

બ્રેન્ટ ક્રૂડમાં બોલાશે કડાકો, 100 ડોલરનું ક્રૂડ ગગડી $80એ પહોંચશે, જાણો કોણે કરી આગાહી

સરકારનો મોટો નિર્ણય! શેરડી-ખાંડમાંથી ઈથેનોલ ખરીદી પર બ્રેક

2027માં ક્રૂડ ઓઈલની માગમાં આવશે મોટો ઉછાળો, ભારત બનશે મોટું કારણ





