KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ખરીફ મગની ટેકાના ભાવે ખરીદીની તારીખ જાહેર, જાણો કેટલો મળશે ભાવ અને શું છે નિયમ

રાજ્યના ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર આગામી 30મી નવેમ્બરથી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહી છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
Kharif Moong MSP
Kharif Moong MSPAI Image

Kharif Moong MSP: ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ તેમને આર્થિક નુકસાન ન વેઠવું પડે તે માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી તારીખ 30મી નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ખરીફ મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે.


કેટલો ભાવ મળશે અને બજાર ભાવ શું છે?

ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ખરીફ મગનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8,780 રૂપિયા એટલે કે પ્રતિ મણ 1756 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડ (APMC)માં મગનો સરેરાશ બજાર ભાવ 8190 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (1638 રૂપિયા પ્રતિ મણ) ચાલી રહ્યો છે. બજાર ભાવ ટેકાના ભાવ કરતા ઓછો હોવાથી ખેડૂતોને નુકસાન ન જાય તે હેતુથી સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય રાજ્યમાં હાલ 'પીએમ આશા યોજના' હેઠળ સમાવિષ્ટ અન્ય ખરીફ પાકોના સરેરાશ બજાર ભાવ ટેકાના ભાવ કરતા વધુ ચાલી રહ્યા છે.


ખરીદીની મર્યાદા અને નિયમો

આ સમગ્ર ખરીદી પ્રક્રિયા ભારત સરકારના "પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ આશા યોજના)"ની માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણ મુજબ, ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર 550 કિ.ગ્રા. અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ 2500 કિ.ગ્રા. (125 મણ) સુધી ખરીફ મગની ખરીદી કરવામાં આવશે. જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે, તેમને SMS મળ્યા બાદ ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર પર નિયત જથ્થા સાથે હાજર રહેવાનું રહેશે.


ચૂકવણી માટે આધાર સીડીંગ ફરજિયાત

ખેડૂતોને વેચેલા પાકની રકમ સીધી તેમના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે જમા કરવામાં આવશે. નાણાં ચૂકવણીમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના બેંક ખાતાનું ફરજિયાત આધાર સીડીંગ કરાવી લે અને ખાતું એક્ટિવ રાખે.

આ પણ વાંચો: સુમુલ ડેરીએ પશુપાલકોને આપ્યા ખુશખબર: ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Sumul Dairy Milk Price Hike

સુમુલ ડેરીએ પશુપાલકોને આપ્યા ખુશખબર: ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો

PGVCL Hikes Power Charges by 3.99%, Congress Plans Stir

સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રાહકોને PGVCL એ આપ્યો મોટો ઝટકો, યુનિટ દીઠ પૈસા અને 5 ચાર્જમાં કર્યો વધારો, જાણો કેટલું વધશે બિલ?

Bullet Train Gujaratt.png

ભારતની પહેલી Bullet Train માટે કાઉન્ટડાઉન શરૂ, મે 2027માં સુરત-બિલિમોરા વચ્ચે થશે ટ્રાયલ

Gujarat Safari Park Tourism

દિવાળી વેકેશનમાં ગુજરાતના સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો, માત્ર એક અઠવાડિયામાં કરોડો રૂપિયાની આવક

gujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 9 નવી મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે ફાળવાશે જમીન

NTC 1.0 ahmedabad

NTC 1.0: આજે અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર આપશે ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટના મંત્ર

GCCI Vibrant PACE 2.0

શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે GCCIનો પ્રયાસ, Vibrant PACE 2.0માં ટકાઉ વિકાસ પર ભાર

Bullet Train Gujarat.png

First Bullet Train : 2027ના છેલ્લા ક્વાર્ટરમાં સુરત-વાપી વચ્ચે દોડશે પહેલી ટ્રેન